________________
આનું સમાધાન એ છે કે ભલે વ્યંજનાવગ્રહમાં વસ્તુનું સ્વરૂપ પ્રતીત ન થતું હોય, પરંતુ એ અજ્ઞાન રૂપ ન થઈને જ્ઞાન રૂપ જ છે, કારણ કે એના અંતમાં જ્ઞાન રૂપ અર્થાવગ્રહ ઉત્પન્ન થાય છે. જે જ્ઞાનના અંતમાં શેય વસ્તુને ગ્રહણ કરનાર જ્ઞાન ઉત્પન્ન થાય છે એ જ્ઞાન, જ્ઞાનરૂપ છે, જેમ અર્થાવગ્રહના અંતમાં શેયને ગ્રહણ કરનાર ઈહા જ્ઞાન ઉત્પાદ થાય છે. એનાથી અર્થાવગ્રહ જ્ઞાન રૂપ માનવામાં આવે છે, એમ જ વ્યંજનાવગ્રહના અંતમાં અર્થાવગ્રહ રૂપ શેયને ગ્રહણ કરનાર જ્ઞાન હોય છે, માટે વ્યંજનાવગ્રહ જ્ઞાન રૂપ છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની અનુભૂતિ નથી થતી છતાં એ જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞાનરૂપ છે.
આનો અર્થ એ નથી કે વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની માત્રા જરા પણ નથી હોતી. જેમ અગ્નિના એક કણનો પ્રકાશ અતીવ અલ્પ હોય છે, પરંતુ એ નથી કહી શકાતું કે અગ્નિના એક કણમાં પ્રકાશ નથી હોતો. એમ જ વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની માત્રા અત્યલ્પ હોય છે. તેથી એ નથી કહી શકાતું કે એમાં જ્ઞાનમાત્રા છે જ નહિ. જેમ સુખ-મત્ત-મૂચ્છિત વગેરેમાં સૂક્ષ્મ અવ્યક્ત બોધ માનવામાં આવે છે, એમ જ વ્યંજનાવગ્રહમાં અવ્યક્ત જ્ઞાન હોય છે.
કહી શકાય છે કે સુપ્ત-મત્ત વગેરેમાં તો કંઈ કેટલીક ચેષ્ટાઓ જોવા મળે છે, જેનાથી એમાં અવ્યક્ત જ્ઞાનની સિદ્ધિ થાય છે. જેમ ઊંઘેલી વ્યક્તિ ઊંઘમાં કંઈક બબડે છે. અંગોનો સંકોચ-વિસ્તાર કરતી જોવા મળે છે, શરીરને ખંજવાળતી પણ દૃષ્ટિગોચર થાય છે, એનાથી એમાં અવ્યક્ત જ્ઞાન માનવામાં આવે છે, પરંતુ વ્યંજનાવગ્રહમાં એવા કોઈ ચિહ્ન નથી દેખાતા જેનાથી એમાં જ્ઞાનમાત્રા માની શકાય.
આનું સમાધાન આ પ્રકારે જાણવું જોઈએ. વ્યંજનાવગ્રહમાં અસંખ્યય સમય સુધી શ્રોત વગેરે ઇન્દ્રિયોની સાથે શબ્દ વગેરે દ્રવ્યનો સંબંધ થતો રહે છે. એટલા સમય સુધી અસંખ્યય સમય સુધી શબ્દ અને ઇન્દ્રિયનો સંબંધ હોવા છતાંય જો વ્યંજનાવગ્રહને જ્ઞાનરૂપ ન માનવામાં આવે તો ચરમ સમયમાં શ્રોત વગેરે ઇન્દ્રિયની સાથે સંબદ્ધ શબ્દ-દ્રવ્યમાં અર્થાવગ્રહને ઉત્પન્ન કરવાની શક્તિ કેવી રીતે માની શકાય છે? જો વ્યંજનાવગ્રહના આદ્ય સમયથી આરંભ કરી પ્રતિસમય પ્રગટ થતી જ્ઞાનમાત્રા ન માની શકાય તો ચરમ સમયમાં એ અકસ્માત કેવી રીતે પ્રગટ થઈ શકે છે ?
તેથી તલોમાં તેલની જેમ વ્યંજનાવગ્રહને બધા સમયોમાંથી પ્રત્યેક સમયમાં, જે પણ જ્ઞાનમાત્રા છે, એ સ્વીકારવી જોઈએ. વ્યંજનાવગ્રહના ચરમ સમયમાં જો જ્ઞાનમાત્રા માનવામાં આવે તો એ વ્યંજનાવગ્રહના અસંખ્યય સમયોમાં કેમ માનવામાં નથી આવતું ? જો એ જ્ઞાનમાત્રા સમુદાયમાં નથી, તો એના ચરમ અંશમાં ક્યાંથી આવી જશે ? માટે વ્યંજનાવગ્રહને જ્ઞાનરૂપ માનવો જોઈએ. કારણ કે એમાં અલ્પતમ જ્ઞાનમાત્રા વિદ્યમાન છે. અથવગ્રહ:
સ્વરૂપ અને નામ વગેરેની કલ્પનાથી રહિત, ક્રિયાગુણ અને દ્રવ્યથી શૂન્ય તથા શબ્દ દ્વારા અનભિલાષ્ય કેવળ સામાન્ય અર્થને ગ્રહણ કરનાર બોધ વ્યાપાર અર્થાવગ્રહ છે. વસ્તુ (૧૦૦)
જ કાન જિણધમો)