________________
એ શંકા કરી શકાય છે કે જો ચક્ષુ અપ્રાપ્ત થઈને પદાર્થને ગ્રહણ કરે છે, તો અપ્રાપ્તત્વ સામાન્યને કારણે એ બધા પદાર્થોને જાણનાર થઈ જશે, પ્રતિનિયત વસ્તુને જ નહિ. આ શંકા ઉચિત નથી, કારણ કે પ્રતિનિયત વસ્તુના બોધને કારણે તો તવિષયક જ્ઞાન દર્શનાવરણનો ક્ષયોપશમ વગેરે છે. મન અપ્રાપ્યકારી માનવામાં આવે છે, પરંતુ છતાં પણ અવિશેષ રૂપથી બધા પદાર્થોમાં એની પ્રવૃત્તિ નથી હોતી. ઇન્દ્રિય વગેરે દ્વારા અપ્રકાશિત તથા સર્વથા અદષ્ટ-અશ્રુત અર્થમાં એની પ્રવૃત્તિ નથી થતી. મનની જેમ ચક્ષુ પણ અપ્રાપ્યકારી થઈને પણ પ્રતિનિયત પદાર્થને જ ગ્રહણ કરે છે. એના સિવાય ચક્ષુને પ્રાપ્યકારી માનવાથી પણ આ પ્રશ્ન ઊઠી શકે છે કે ચક્ષુનો સંબંધ બધાની સાથે કેમ નથી હોતો, પ્રતિનિયત પદાર્થની સાથે જ કેમ હોય છે ?
ઉક્ત બધાં પ્રમાણોથી સિદ્ધ થાય છે કે ચક્ષુ અપ્રાપ્યકારી છે અને એ પદાર્થથી સાક્ષાત્ સ્પષ્ટ ન થઈને જ એને ગ્રહણ કરે છે. મનની અપ્રાપ્યકારિતા :
મન અપ્રાપ્યકારી છે, કારણ કે એ પદાર્થથી સાક્ષાત્ થઈને જ એને ગ્રહણ કરે છે, ન મન પદાર્થની પાસે જાય છે અને ન પદાર્થ મનની પાસે આવવાથી જ જાણી શકાય છે. મન સ્વ-સ્થાન પર રહીને જ દૂરસ્થ કે સમીપસ્થ પદાર્થને ગ્રહણ કરે છે, માટે એ અપ્રાપ્યકારી છે.
શંકા ઃ જાગૃત અથવા સ્વપ્ન અવસ્થામાં શરીરથી બહાર નીકળીને મન દૂરસ્થ પદાર્થના સાથે સંબદ્ધ હોય છે. આ અનુભવસિદ્ધ વાત છે. લોક-વ્યવહારમાં પણ એવો પ્રયોગ જોવા મળે છે કે “મારું મન ત્યાં ગયું.' તેથી મનને પ્રાપ્યકારી માનવું જોઈએ.
સમાધાનઃ ઉક્ત શંકા યથાર્થ નથી. મન પદાર્થની સાથે સાક્ષાત્ સ્પષ્ટ નથી થતું, કારણ કે જ્ઞયકૃત અનુગ્રહ-ઉપઘાતથી એ પ્રભાવિત થતું નથી, નેત્રની જેમ. જો એ શેયથી સ્પષ્ટ થાત તો જળ અને જ્વલનના ચિંતનના સમયે એ શીતળતારૂપ અનુગ્રહ અને દાહરૂપ ઉપઘાતનો અનુભવ કરત. પરંતુ એવું ક્યારેય થતું નથી. માટે નેત્રની જેમ મન અપ્રાપ્યકારી જ છે.
શંકાકારે ઉપર કહ્યું કે મન શરીરથી બહાર નીકળીને ચિંતનીય વિષયના સ્થાન પર જાય છે, તો પ્રશ્ન થશે કે કયું મન શરીરથી બહાર નીકળે છે ? દ્રવ્યમન કે ભાવમન ? દ્રવ્યમન મનોવર્ગણા રૂપ હોવાથી અચેતન છે અને એ વિષયને નથી જાણી શકતું, તો શરીરથી બહાર નીકળીને પણ એ બિચારું શું કરશે ? ભાવમન, મનન-જ્ઞાન પરિણામરૂપ હોવાથી જીવ અભિન્ન જ રહે છે, અર્થાત્ એ જીવ રૂપ જ હોય છે. એ શરીરથી બહાર કેવી રીતે નીકળી શકે છે ?
શંકા ઃ જો કે દ્રવ્યમન સ્વયં કશું નથી જાણતું પરંતુ એ કરણ રૂપ છે. જેમ કે વસ્તુના જ્ઞાનમાં પ્રદીપ કરણ હોય છે. જીવ, દ્રવ્યમનરૂપ-કરણથી પદાર્થને જાણે છે. જીવ બહાર [મતિજ્ઞાનના ભેદ છે.
)