________________
છે, કારણ કે વાસના સંખ્યેય - અસંખ્યેય કાળ સુધી માનવામાં આવે છે, એટલા સમય સુધી વસ્તુનો વિકલ્પ હોઈ શકતો નથી, માટે અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ રૂપ ધારણા પ્રમાણની કોટિમાં ન આવવાથી મતિજ્ઞાનના ત્રણ જ ભેદ પ્રાપ્ત થાય છે.
ઉક્ત જિજ્ઞાસાનું સમાધાન આ રીતે છે. અવિચ્યુતિ અને સ્મૃતિને ગૃહીત ગ્રાહી હોવાથી અપ્રમાણ કહેવું અસંગત છે, કારણ કે એમાં ગૃહીત ગ્રાહિત્વ છે જ નહિ. પહેલીવાર પ્રવૃત્ત અવાય દ્વારા અન્ય કાળ વિશિષ્ટ વસ્તુ માનવામાં આવે છે અને બીજી વાર પ્રવૃત્ત અવાય દ્વારા ભિન્ન કાળ વિશિષ્ટ વસ્તુ માનવામાં આવે છે. પહેલી વાર પ્રવૃત્ત અવાયની અપેક્ષા બીજી વાર પ્રવૃત્ત અવાય દ્વારા સ્પષ્ટ-સ્પષ્ટતર-સ્પષ્ટત્તમ રૂપથી ભિન્ન-ભિન્ન વસ્તુ-ધર્મ પ્રતીત થવાથી અવિચ્યુતિને ગૃહીતગૃહી કેવી રીતે માની શકાય છે ?
સ્મૃતિ પણ પૂર્વોત્તર કાળમાં અગૃહીત વસ્તુના એકેત્વને ગ્રહણ કરે છે, માટે ગૃહીતગ્રાહી નથી કહી શકાતી. કાળ વગેરેની અપેક્ષાથી ભિન્નતા હોવા છતાંય વસ્તુમાં સત્ત્વપ્રમેયત્વ વગેરેની અપેક્ષાએ એકત્વ જોવા મળે છે. વાસના યદ્યપિ (જોકે) સ્વયં જ્ઞાનરૂપ નથી, પરંતુ એ પૂર્વ પ્રવૃત્ત અવિચ્યુતિ લક્ષણ જ્ઞાનનું કાર્ય છે અને ઉત્તરકાળ ભાવિ સ્મૃતિ રૂપ જ્ઞાનનું કારણ હોવાથી ઉપચારની અપેક્ષા જ્ઞાન રૂપ માનવામાં આવે છે. આ રીતે અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ રૂપ ધારણા સિદ્ધ હોવાથી મતિજ્ઞાનના ચાર ભેદ પ્રમાણિત થઈ જાય છે અને ત્રણ ભેદોની શંકા નિર્મૂળ થઈ જાય છે.
અવગ્રહના ભેદ
અવગ્રહના બે ભેદ છે - (૧) વ્યંજનાવગ્રહ અને (૨) અર્થાવગ્રહ. કારણ કે વ્યંજન અને અર્થનું જ ગ્રહણ થાય છે, માટે ગ્રાહ્યના ભેદથી અવગ્રહના બે ભેદ કરવામાં આવ્યા છે. પ્રાપ્યકારી ઇન્દ્રિયોમાં વ્યંજનાવગ્રહ પછી જ અર્થાવગ્રહ થાય છે, માટે પહેલાં વ્યંજનાવગ્રહ કહેવાય છે.
વ્યંજનાવગ્રહનું સ્વરૂપ : વ્યંજનાવગ્રહની વ્યાખ્યા કરતાં ભાષ્યકારે કહ્યું છે - वंजिज्जइ जेणत्थोधडोव्व दीवेण वंजणं तं च । उवगरणिदिय सद्दाइपरिणयद्दव्वसंबंधो ॥
· વિશેષા. ભાષ્ય, ગાથા-૧૯૪
જેમ દીપક દ્વારા ઘટ પ્રગટ કરી શકાય છે, એમ જ જેના દ્વારા અર્થ પ્રગટ કરવામાં આવે છે એને વ્યંજન કહેવાય છે. ઉપકરણેન્દ્રિયના શબ્દ વગેરે પરિણત દ્રવ્યના સાથે થનારા સંબંધને વ્યંજન કહે છે. આ વ્યંજન દ્વારા જે પદાર્થનો અવ્યક્ત બોધ થાય છે એ વ્યંજનાવગ્રહ છે.
જેમ લંગડી વ્યક્તિને ચાલવામાં લાકડીનો સહારો અપેક્ષિત છે, એમ જ આત્માની આવૃત્ત ચેતનાશક્તિના જ્ઞાનને પ્રગટ કરવામાં બાહ્ય સહારાની આવશ્યકતા હોય છે. એ બાહ્ય મતિજ્ઞાનના ભેદ
૧૮૧