________________
સહારો છે - ઇન્દ્રિય અને મન. બધી ઇન્દ્રિય અને મનનો સ્વભાવ સમાન નથી, માટે એમના દ્વારા થતી જ્ઞાનધારાને આવિર્ભાવનો ક્રમ પણ સમાન નથી હોતો. આ ક્રમ બે પ્રકારના છે - મંદ્રક્રમ અને પટુક્રમ.
મંદક્રમ :
મંદક્રમમાં ગ્રાહ્ય વિષયની સાથે ઉપકરણેન્દ્રિયનો વ્યંજન-સંયોગ થતાં જ જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. આરંભમાં જે જ્ઞાનમાત્રા એટલી અલ્પ હોય છે કે એનાથી ‘આ કંઈક છે' એવો સામાન્ય બોધ પણ નથી થઈ શકતો. પરંતુ જેમ-જેમ વિષય અને ઇન્દ્રિયનો સંયોગ પુષ્ટ થતો જાય છે તેમ-તેમ જ્ઞાનમાત્રા પણ વધતી જાય છે. એ સંયોગની પુષ્ટિ સાથે થોડા સમયમાં તજ્જનિત જ્ઞાનમાત્રા એટલી પુષ્ટ થઈ જાય છે કે એનાથી ‘આ કંઈક છે' એવા વિષયનો સામાન્ય-બોધ-અર્થાવગ્રહ થાય છે. આ અર્થાવગ્રહનું પૂર્વવર્તી જ્ઞાન વ્યાપાર જે વ્યંજનથી ઉત્પન્ન થાય છે અને એ વ્યંજનની પુષ્ટિ સાથે જ પુષ્ટ થઈ જાય છે એ બધું વ્યંજનાવગ્રહ કહેવાય છે.
આ વ્યંજનાવગ્રહ ઉત્તરોત્તર પુષ્ટ થતાં-થતાં પણ એટલો અલ્પ હોય છે કે એનાથી વિષયનો સામાન્ય બોધ પણ થતો નથી, માટે એને અવ્યક્તતમ, અવ્યક્તતર અને અવ્યક્ત જ્ઞાન કહે છે. જ્યારે આ શાન વ્યાપાર એટલો પુષ્ટ થઈ જાય છે કે એનાથી ‘આ કંઈક છે' એવો સામાન્ય બોધ થઈ શકે, ત્યારે એ જ સામાન્ય બોધાંશ અર્થાવગ્રહ કહેવાય છે. વ્યંજનાવગ્રહનો ચરમ પુષ્ટ અંશ જ અર્થાવગ્રહ કહેવાય છે. અર્થાવગ્રહમાં પણ વિષય અને ઇન્દ્રિયનો સંયોગ અપેક્ષિત છે, છતાં એને વ્યંજનાવગ્રહથી અલગ (પૃથક્) કહેવા અને અર્થાવગ્રહ નામ આપવાનું પ્રયોજન એ છે કે એ જ્ઞાનાંશથી જે બોધ થાય છે એ જ્ઞાતાના ધ્યાનમાં આવી શકે છે. અર્થાવગ્રહ પછી ઈહા-અવાય અને ધારણા રૂપ બોધ-વ્યાપાર થાય છે.
આ મંદક્રમમાં જે ઉપકરણેન્દ્રિય અને વિષયના સંયોગની અપેક્ષા કહી છે, એ અર્થાવગ્રહ સુધી જ છે, એના પછી ઈહા-અવાય વગેરે જ્ઞાન-વ્યાપારમાં એ સંયોગ અનિવાર્ય રૂપથી અપેક્ષિત નથી. માટે કહેવાયું છે -
व्यंजनस्याऽवग्रहः
તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂત્ર-૧૮ વ્યંજનનો અવગ્રહ જ થાય છે અર્થાત્ અવગ્રહ સુધી જ વ્યંજનની અપેક્ષા છે, આગળ ઈહા વગેરેમાં નથી.
શકોરાનું દૃષ્ટાંત : મંદક્રમની જ્ઞાનધારાને સ્પષ્ટતઃ સમજાવવા માટે શરાવ-શકોરાનું દૃષ્ટાંત ઉપયોગી છે. જેમ કે આવાપ ભઠ્ઠામાંથી તરત કાઢેલા અતિરુક્ષ શકોરામાં પાણીનું એક ટીપું નાખવામાં આવે તો શકોરું એને તરત શોષી (ચૂસી) લે છે. આ રીતે આગળ પણ એક-એક કરીને નાખેલાં અનેક જળ-બિંદુઓને એ શકોરૂં શોષી લે છે. પણ અંતમાં એવો જિણધમ્મો
૧૮૨