________________
જો આ કહેવાય કે સ્વયં જ્ઞાન-શૂન્ય હોવા છતાંય ઇન્દ્રિયો જ્ઞાનમાં નિમિત્ત હોય છે, માટે ઉપચારથી પ્રત્યક્ષતા કહેવાય છે. તો “ન્દ્રિયોપસ્થિ : પ્રત્યક્ષમ્' આ લક્ષણ ઘટિત થતું નથી. આ તો જીવની ઉપલબ્ધિ છે, જો માત્ર વ્યાવહારિક દૃષ્ટિએ ઇન્દ્રિયજ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે, તો એ સિદ્ધ સાધ્ય છે, કારણ કે જૈનદર્શન પણ એને સાંવ્યવહારિક-પ્રત્યક્ષના રૂપમાં માન્યતા આપે છે. જેમ કે ભાષ્યકારે કહ્યું છે -
एगंतेण परोक्खं लिंगिय मोहाइयं च पच्चक्खं । इन्द्रिय मणोभवं जं तं संववहार पच्चक्खं ॥
- વિશેષા. ભાષ્ય, ગા-૯૫ અર્થાત્ ઇન્દ્રિય અને મન દ્વારા ગૃહીત બાહ્ય ધુમાડારૂપ લિંગ દ્વારા જે અગ્નિનું જ્ઞાન હોય (થાય) છે, એ એકાંત પરોક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન - એ ત્રણેય જ્ઞાન એકાંત-પ્રત્યક્ષ છે, કારણ કે બાહ્ય લિંગ તથા ઇન્દ્રિય મન નિરપેક્ષ થઈને એ સાક્ષાત્ આત્મા દ્વારા જ પદાર્થને જાણે છે. જે ઇન્દ્રિય અને મનોભાવ જ્ઞાન છે, એ સંવ્યવહારપ્રત્યક્ષ છે. લિંગ વગર ઇન્દ્રિય અને મનના દ્વારા જે વસ્તુનો સાક્ષાત્કાર થાય છે, એ લોકવ્યવહારની અપેક્ષાથી પ્રત્યક્ષ કહેવાય છે, પરમાર્થથી નહિ. કારણ કે વાસ્તવમાં તો ઇન્દ્રિય તથા મન અચેતન હોવાથી જ્ઞાનમાં પ્રવૃત્તિ નથી કરી શકતા. આ સાંવ્યવહારિક પ્રત્યક્ષની અપેક્ષાથી આગમમાં પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ' કહેવાય છે.
( મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર)
પૂર્વમાં સ્વામી-કાળ વગેરેની અપેક્ષાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં સમાનતા બતાવવામાં આવી છે. પરંતુ એનો એ અર્થ નથી કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સર્વથા એક જ છે, જો એમને સર્વથા એક માનવામાં આવે તો જ્ઞાનોની પંચરૂપતા સિદ્ધ નથી થઈ શકતી, માટે કેટલાક વિષયોમાં સમાવેશ હોવા ઉપરાંત પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અનેક ભિન્નતાઓ પણ છે, એ ભિન્નતાઓને બતાવતા ભાષ્યકારે કહ્યું છે -
लक्खण भेआ हेऊ-फलभावओ भेय इंदिय विभागा । वागक्खर मूएयर भेओ, भेओ मइ-सुयाणं ॥
- વિશેષા. ભાષ્ય, ગાથા-૯૭ લક્ષણના ભેદ, હેતુ-ફળભાવ, ભેદોના ભેદ, ઇન્દ્રિય વિભાગ, વક શુધ્ધતા, અક્ષરઅનક્ષરતા, મૂક-મુખરતાના ભેદથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભેદ છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભેદ લક્ષણ ભેદ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના લક્ષણ ભિન્ન-ભિન્ન છે, માટે એમાં લક્ષણકૃત ભેદ છે. જો કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બંને જ ઇન્દ્રિયો તથા મનથી ઉત્પન્ન થાય છે, છતાં [ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર છે
. ૧૭૧)