________________
(જ્ઞાનોમાં પ્રત્યક્ષ-પરોક્ષત્વ)
આગમમાં જ્ઞાનના પાંચ ભેદ કરવામાં આવ્યા છે, એને જ દર્શનશાસ્ત્રમાં બે ભાગોમાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે - પ્રત્યક્ષ-પ્રમાણ અને પરોક્ષ-પ્રમાણ. પ્રમાણના આ બે ભેદોમાં જ્ઞાનના સમસ્ત ભેદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પરોક્ષ-પ્રમાણ માનવામાં આવ્યા છે તથા અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનને પ્રત્યક્ષ-પ્રમાણ માનવામાં આવ્યા છે. એના સિવાય જ્ઞાન-વિભાજનની એક અન્ય પદ્ધતિ પણ
સ્વીકારી છે. આ પદ્ધતિને તર્ક પદ્ધતિ કહી છે. આ તર્ક પદ્ધતિ અનુસાર સમ્યગુજ્ઞાનને પ્રમાણ કહ્યું છે. એના મૂળ બે ભેદ છે - પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ બે પ્રકારના છે - મુખ્ય અને સાંવ્યવહારિક. મુખ્ય-પ્રત્યક્ષને અતીન્દ્રિય-પ્રત્યક્ષ અને સાંવ્યવહારિક-પ્રત્યક્ષને ઇન્દ્રિય-અનિન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય છે. આ વિભાજન પદ્ધતિ ઉપર તર્કશાસ્ત્રનો પ્રભાવ છે.
પ્રત્યક્ષનાં લક્ષણો આગમ અનુસાર પ્રત્યક્ષનું લક્ષણ છે - સાક્ષાત્ આત્મા દ્વારા થનારું ઇન્દ્રિય મન નિરપેક્ષ જ્ઞાન પ્રત્યક્ષ-જ્ઞાન છે.
“अक्षं जीवं प्रति गतं साक्षाद् गतं - इन्द्रियनिरपेक्षं यज्ज्ञानं तत् प्रत्यक्षम् "
ઉપરની વ્યુત્પત્તિ અનુસાર જે જ્ઞાન સાક્ષાત્ આત્માથી થાય છે, જેમાં ઇન્દ્રિય અને મનની અપેક્ષા નથી રહેતી, એ પ્રત્યક્ષ-જ્ઞાન છે. આ વ્યાખ્યા અનુસાર અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન - એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ-જ્ઞાન કહેવાય છે. “ભાષ્ય'માં
કહ્યું છે -
जीवो अक्खो अस्थवावण-भोयण गुणण्णिओ जेण । तं पइ वट्टइ नाणं जं पच्चक्खं तयं तिविहं ॥
- વિશેષા. ભાષ્ય, ગાથા-૮૯ જીવને અક્ષ કહેવાયો છે, કારણ કે એ જ્ઞાન રૂપથી બધા પદાર્થોમાં વ્યાપ્ત હોય છે અથવા એ સકળ પદાર્થોને ભોગવે છે. જીવને સાક્ષાત્ સ્વયંથી જ ઇન્દ્રિય મન નિરપેક્ષ જે જ્ઞાન હોય છે એ પ્રત્યક્ષ છે એવાં પ્રત્યક્ષ-જ્ઞાન ત્રણ પ્રકારનાં છે - (૧) અવધિ, (૨) મન:પર્યય અને (૩) કેવળ જ્ઞાન
પરોક્ષનું લક્ષણ જે જ્ઞાન આત્માને સ્વયંથી ન થઈ પર-નિમિત્તથી અર્થાતુ પૌલિક દ્રવ્યમન અને દ્રવ્યન્દ્રિયોની અપેક્ષાથી હોય છે, એ પરોક્ષરજ્ઞાન છે. પરોક્ષનો અર્થ છે પર-નિમિત્તથી થનારું, દ્રવ્યેન્દ્રિયો અને દ્રવ્યમન જીવથી પર છે, ભિન્ન છે, કારણ કે જીવ અમૂર્તિ છે અને દ્રવ્યમન
[જ્ઞાનોમાં પ્રત્યક્ષ-પરોક્ષG DO 000000000000(૧૬)