________________
એક જીવ અથવા અનેક જીવોની અપેક્ષાથી મતિ-શ્રુતની સ્થિતિ તુલ્ય કહેવાઈ છે. અનેક જીવોની અપેક્ષાએ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન બંને સર્વકાળ રહે છે, અને એક જીવની અપેક્ષા ૬૬ સાગરોપમ ઝાઝેરા કાળપર્યન્ત બંને જ્ઞાન ઉત્કૃષ્ટ રૂપથી નિરંતર થાય છે. આ કાળની અપેક્ષાથી મતિ-શ્રુતમાં તુલ્યતા છે.
મતિ અને શ્રત બંને જ્ઞાનના કારણે એક સમાન છે. બંને જ્ઞાન ઇન્દ્રિય અને મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. આ કારણ વિષયક તુલ્યતા છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય પણ સમાન છે. આ બંને જ્ઞાન બધાં દ્રવ્યોને જાણી શકે છે. આ વિષય સંબંધી તુલ્યતા જાણવી જોઈએ.
મતિજ્ઞાન પણ પરોક્ષ છે અને શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે. આ બંને જ્ઞાન પર નિમિત્તથી થાય છે, તેથી પરોક્ષ છે. પરોક્ષત્વની સમાનતા બંને જ્ઞાનોમાં છે.
ઉક્ત સમાનતાઓને લઈને બંને જ્ઞાનનો ઉલ્લેખ સાથે-સાથે મેળવી શકાય છે. આ બંને મતિ-શ્રુત-જ્ઞાન બધા જીવોને સર્વપ્રથમ પ્રાપ્ત થાય છે. એની પ્રાપ્તિ પછી જ અવધિ આદિ જ્ઞાન હોય છે, તેથી એની પહેલાં નિર્દેશ કરેલો છે.
પુનઃ પ્રશ્ન કરી શકાય છે કે - “જ્યારે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનમાં આટલી અધિક સમાનતા છે, તો મતિજ્ઞાનને પહેલા અને શ્રુતજ્ઞાનને પછી કહેવાનું શું પ્રયોજન છે ?” શું શ્રુતજ્ઞાન પહેલાં અને મતિજ્ઞાનને પછી કહી શકાતું નથી ?
એનું સમાધાન એ છે કે ઉત્પત્તિની અપેક્ષાથી મતિજ્ઞાનનો પૂર્વ નિર્દેશ કરવામાં આવે છે અર્થાત્ પહેલાં મતિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને પછી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેના અતિરિક્ત શ્રુતજ્ઞાનને એક પ્રકારથી મતિજ્ઞાનનો જ ભેદ સ્વીકાર કર્યો છે. ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્ત દ્વારા ઉત્પન્ન થનાર બધા બોધ વ્યાપાર મતિજ્ઞાન જ છે. માત્ર પરોપદેશના કારણે અથવા આગમ-વચનના કારણે આમાં વિશેષતા છે, તેથી મૂળભૂત મતિજ્ઞાનને પૂર્વમાં રાખ્યું અને એના એક વિશિષ્ટ ભેદસ્વરૂપ શ્રુતજ્ઞાનને તેના અનંતર પ્રતિપાદિત કર્યું છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. તેનું કારણ એ છે કે અવધિજ્ઞાન કાળ, વિપર્યય સ્વામિત્વ અને લાભની દૃષ્ટિથી ઉક્ત બંને જ્ઞાનોથી મળતું આવે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જે સ્થિતિકાળ (છાંસઠ સાગરોપમ ઝાઝેરા) બતાવ્યો છે એટલો જ સ્થિતિકાળ અવધિજ્ઞાન થવાથી કાળની અપેક્ષાએ સમાનતા છે.
સમ્યકત્વ-પ્રાપ્તિના પહેલાં જેમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિપરીત મિથ્યાજ્ઞાન થાય છે. એ પ્રકારે મિથ્યાત્વની ઉદયદશામાં અવધિજ્ઞાન પણ વિપરીત હોય છે. આ પ્રકાર આ ત્રણ જ્ઞાનોમાં વિપર્યય રૂપની સમાનતા છે. [જ્ઞાન : માહાભ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા
છે. (૧૬)