________________
દેશ અને કાળની સીમાબંધનથી મુક્ત થઈને રૂપી-અરૂપી સમગ્ર અનંત પદાર્થોને હસ્તામલકવતુ પ્રત્યક્ષ કરાવે છે. આ વિશુદ્ધત્તમ જ્ઞાન છે, તેને અદ્વિતીય અને પરિપૂર્ણ જ્ઞાન પણ કહેવાય છે. આગમની ભાષામાં તેને ક્ષાયિક-જ્ઞાન પણ કહે છે. “ભાષ્ય'માં કહેવાયું છે કે - केवलमेगं सुद्धं सगलमसाहारणं अणन्तं च ।
- વિશેષા. ભાષ્ય, ગાથા-૮૪ કેવળ' શબ્દનો અર્થ છે - એક શુદ્ધ, સકળ, અસાધારણ અને અનંત. કેવળજ્ઞાન એક છે, કારણ કે તે ઇન્દ્રિયાદિની સહાયતાની અપેક્ષા રાખતું નથી અથવા તેના હોવા છતાં છમસ્થિક અન્ય ચાર જ્ઞાન હોતાં નથી. કેવળજ્ઞાન શુદ્ધ નિર્મળ છે, કારણ કે તે સમસ્ત આવરણોના મલકલંકના સર્વથા ક્ષીણ થયા પછી જ એ પ્રગટ થાય છે. કેવળજ્ઞાન સકળ છે - પરિપૂર્ણ છે, કારણ કે તે સંપૂર્ણ જ્ઞય-પ્રમેયોને જાણે છે. કેવળજ્ઞાન અસાધારણ છે, કારણ કે તેના જેવું જ્ઞાન બીજું કોઈ જ્ઞાન નથી. કેવળજ્ઞાન અનંત છે, કારણ કે તે અપ્રતિપાતિ હોવાથી સદા બની રહે છે. તેનો ક્યારેય અંત હોતો નથી. જૈનદર્શન અનુસાર કેવળજ્ઞાન આત્માની જ્ઞાન શક્તિનો ચરમ અને પરમ વિકાસ છે.
ક્રમનો હેતુ જ્ઞાનના ઉક્ત પાંચ ભેદોના નિર્ધારણમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ જ્ઞાન રૂપ ક્રમ રાખવાનું શું પ્રયોજન છે? તેનો ઉત્તર આપતાં કહેવાયું છે કે - “મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન થયા પછી જ અવધિ આદિ જ્ઞાન થાય છે, નહિતર નહિ. એવું કોઈ પ્રાણી ન તો ભૂતકાળમાં થયું, વર્તમાનમાં છે અને ન ભવિષ્યમાં થશે. જેણે મતિ-શ્રુતને પ્રાપ્ત કર્યા વગર જ અવધિ આદિ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું હોય. મતિ-શ્રુત જ્ઞાન થયા પછી શેષ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી આદિમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનનો નિર્દેશ કરેલો છે. વિશેષાવશ્યક “ભાષ્ય'માં કહેવાયું છે કે -
નં સાપ-સાત-વાર-વિલય-પરોવવત્ત હિં તુલ્તારૂં तब्भावे सेसाणि य, तेणाईए मइ-सुयाइं ॥
- વિશેષા. ભાષ્ય, ગાથા-૮૫ સ્વામી, કાળ, કારણ, વિષય અને પરોક્ષત્વની અપેક્ષાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તુલ્ય છે. મતિ-શ્રુતના હોવાથી જ શેષજ્ઞાન થઈ શકે છે, તેથી મતિ-શ્રુતને આદિમાં રાખ્યું છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો સ્વામી એક જ છે. જેને મતિજ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન અવશ્ય થાય છે. જેને શ્રુતજ્ઞાન થાય છે તેને મતિજ્ઞાન અવશ્ય થાય છે. આ સ્વામિત્વની અપેક્ષાથી મતિ-શ્રુતમાં તુલ્યતા છે. (૧૬)
છે જે
માં જિણધમો)