________________
ઉત્પત્તિક્રમ મતિજ્ઞાનના આ ભેદોની ઉત્પત્તિ આ જ ક્રમથી થાય છે. દર્શન, અવગ્રહ, સંશય, ઈહા, અવાય અને ધારણા - એ જ જ્ઞાનોત્પત્તિનો ક્રમ છે. દર્શન વગર અવગ્રહ નથી થઈ શકતો, અવગ્રહ વગર સંશય નથી થતો, એ જ રીતે પૂર્વ-પૂર્વના વગર ઉત્તરોત્તર જ્ઞાનોનો પ્રાદુર્ભાવ થવો સંભવ નથી. ક્યારેક-ક્યારેક આપણે અત્યંત પરિચિત વસ્તુને જોઈએ છીએ તો એવું લાગે છે કે જાણે સીધું અવાય જ્ઞાન થઈ ગયું હોય. કારણ કે દેખતાં જ વસ્તુનો વ્યવસાય થઈ જાય છે. પરંતુ વાસ્તવમાં એવું નથી થતું. અતિ પરિચિત પદાર્થનું જ્ઞાન પણ દર્શનઅવગ્રહ વગેરેના ક્રમથી જ થાય છે. આ વાત અલગ છે કે શીધ્રતાના કારણે એ ક્રમ આપણને દેખાતો નથી. કમલના સો પત્તાંઓને એક-બીજા ઉપર ગોઠવી કોઈ એમાં પૂરી શક્તિથી ભલે ભાલો ઘુસાડે, તો એ ભાલો એટલી જલદીથી પત્તાંઓમાં ઘૂસી જશે કે એવું જણાશે કે માનો બધાં પત્તાંઓ એક સાથે જ છેદાઈ ગયા હોય ! પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. એ ભાલો એક પછી એક બીજા પત્તામાં પ્રવિષ્ટ થયો, બીજા પછી ત્રીજામાં પ્રવિષ્ટ થયો. જ્યારે સ્થૂળ કમળનાં પત્તાંઓના છેદવાનો ક્રમ પણ દષ્ટિગોચર નથી થતો, તો સૂક્ષ્મ જ્ઞાનધારાનો ક્રમ ન દેખાય એમાં શું આશ્ચર્ય છે ? માટે ક્રમ ચાહે પ્રતીત થાય કે ન થાય, પણ સર્વત્ર આ જ ક્રમ હોય છે, એ સુનિશ્ચિત છે.
ઉકત ક્રમમાં અવગ્રહના પૂર્વ થતા દર્શન તથા ઈહાના પૂર્વ થતા સંશયને વ્યવસાયાત્મક નિશ્ચયાત્મક ન હોવાના કારણે પ્રમાણ-રૂપ નથી માનવામાં આવતા, માટે મતિજ્ઞાનના ભેદોમાં આમનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. જ્ઞાનધારા તો ઉક્ત કથિત ક્રમથી જ પ્રવાહિત થાય છે, પરંતુ એ જ્ઞાનધારામાં અવગ્રહ-ઈહા-અવાય-ધારણા જ પ્રમાણરૂપ છે, દર્શન અને સંશય નહિ.
અવગ્રહ વગેરેના સંબંધમાં વિપ્રતિપત્તિ અવગ્રહ, ઈહાના સંબંધમાં કેટલીક વિપ્રતિપત્તિઓ છે. કેટલાક વિદ્વાનોનાં કથન છે કે - “અવગ્રહ માત્ર સામાન્યને જ ગ્રહણ નથી કરતો, પણ વિશેષને પણ ગ્રહણ કરી લે છે.” સામાન્ય વિશેષાત્મક અવગ્રહ પછી જે વિમર્શરૂપ-પર્યાયલોચન રૂ૫ મતિ હોય છે, એ અવગ્રહ જ છે. દૂરથી “શંખ' વગેરે શબ્દને સામાન્ય વિશેષાત્મક રૂપથી અવગૃહીત કરવાથી આ વિમર્શ ઉત્પન્ન થાય છે કે આ શંખનો શબ્દ છે કે શ્રૃંગનો ? શૃંગનો છે તો ભેંસના શૃંગનો શબ્દ છે કે પાડાના શૃંગ(શિંગડા)નો ? જો ભેંસના શૃંગનો શબ્દ છે તો શું પ્રસૂતા ભેંસનું શૃંગ છે કે અપ્રસૂતાનો? વગેરે. જેના પછી આ પ્રકારની ઈહ પ્રવૃત્ત નથી થતી એ અવાય છે. માટે ઈહાને અલગથી માનવાની આવશ્યકતા નથી. વિમર્શરૂપ ઈહા અવગ્રહમાં જ સમ્મિલિત થઈ જાય છે.
ઉક્ત કથન ભ્રામક છે, કારણ કે એવું માનવાથી ઘણા દોષ ઉપસ્થિત થઈ જાય છે. એવું માનવાથી તો જીવન પર્યત પણ અવાયની પ્રવૃત્તિ નથી થઈ શકવાની, કારણ કે ઉક્ત
(૧૦૮) (
00000000000000000 જિણધામો)