________________
શબ્દ મૂર્તિ અને પૌગલિક છે, આત્મા અમૂર્ત છે, એવી સ્થિતિમાં એ આત્માનું પરિણામ કેવી રીતે થઈ શકે છે? શ્રુતજ્ઞાનને તો તીર્થકરોએ આત્મ-પરિણામ કહ્યું છે, તો એ પરસ્પર વિરોધ કેમ નથી ? જેમ કે કહ્યું છે -
जमभिनिबुज्झइ तमभिनिबोहो, जं सुणइ तं सुयं भणियं । सई सुणइ जइतओ नाणं तो नाऽऽयभावो तं ॥
- વિશેષા. ભાષ્ય, ગાથા-૯૮ ઉક્ત શંકાનું સમાધાન કરતાં ભાષ્યકાર લખે છે -
सुयकारणं जओ सो, सुयं च तक्कारणं तित्त, तो तम्मि । कीरइ सुओवयारो सुयं तु परमत्थओ जीवो ॥
- વિશેષા. ભાષ્ય, ગાથા-૯૯ વક્તા દ્વારા બોલાયેલા શબ્દ શ્રોતાના શ્રુતજ્ઞાનનું કારણ (નિમિત્ત) હોય છે તથા વક્તાની શ્રુતપયોગ વ્યાખ્યા કરતા સમયે એના દ્વારા બોલાયેલા શબ્દોનું કારણ હોય છે. આ રીતે શબ્દ શ્રુતજ્ઞાનનું કારણ પણ છે અને કાર્ય પણ છે, માટે એમાં શ્રુતનો ઉપચાર કરવામાં આવે છે. પરમાર્થમાં શબ્દ શ્રત નથી, પરંતુ ઉપચારથી એ શ્રુત છે. પરમાર્થથી તો જીવ જ શ્રત છે, કારણ કે એ જ સાંભળે છે. જ્ઞાન અને જ્ઞાનીમાં અભેદ સંબંધ છે. જે સાંભળે છે એ શ્રુત’ આ કતૃ સાધન પક્ષમાં ભાવકૃત આત્માનું કથન છે. “જે સાંભળવામાં આવે છે એ શ્રુત’ આ કર્મ સાધન પક્ષમાં દ્રવ્યશ્રુતનું કથન છે. એટલા માટે શબ્દના કારણે શ્રુતજ્ઞાનમાં અનાત્મભાવની કોઈ શંકા નથી કરી શકાતી.
અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ દોષનો પરિહાર શંકા : શ્રુતજ્ઞાન શબ્દોલ્લેખ સહિત છે અને શેષ મતિજ્ઞાન છે, એવું માનવાથી મતિજ્ઞાનનું અવગ્રહ-સ્વરૂપ જ મતિજ્ઞાન થશે, શેષ ઈહા અપાય વગેરે શબ્દોલ્લેખ સહિત હોવાથી શ્રુતજ્ઞાનના અંતર્ગત આવી જશે, જ્યારે એ મતિજ્ઞાનના ભેદ માનવામાં આવ્યા છે. એનાથી શ્રુતજ્ઞાનના લક્ષણમાં અતિવ્યાપ્તિનો દોષ આવે છે અને મતિજ્ઞાનના લક્ષણમાં અવ્યાપ્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. એવી સ્થિતિમાં ઉક્ત લક્ષણ કેવી રીતે ઉચિત માની શકાય?
સમાધાન : ઉક્ત શંકા અયુક્ત છે, જો કે ઈહા અપાય સાભિલાપ છે, છતાં એ શ્રુતરૂપ નથી, કારણ કે જે સાભિલાપ જ્ઞાન શ્રુતાનુસારી હોય છે, એ જ મૃતરૂપ હોય છે. સિદ્ધાંતમાં અવગ્રહાદિને શ્રુત નિશ્રિત કહ્યો છે, શ્રુતાનુસારી નહિ. પૂર્વમાં શ્રુત પરિકર્મિત મતિવાળાને ઈહા-અવાય વગેરે હોય છે, માટે એમને શ્રુતનિશ્ચિત કહે છે. વ્યવહારકાળમાં એ શ્રુતાનુસારી નથી હોતા, માટે એમને મતિજ્ઞાન કહેવાય છે. માટે શ્રુતજ્ઞાનના લક્ષણમાં અતિ વ્યાપ્તિ અને મતિજ્ઞાનના લક્ષણમાં અવ્યાપ્તિનો પ્રસંગ નથી આવતો. [ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર છે તે જ ૧૦૩)