________________
કતિષય આવી મર્યાદાઓ છે કે આટલા ક્ષેત્રને જોતાં આટલાં દ્રવ્યોને, આટલા કાળને જુએ છે. આ પ્રકારે આ જ્ઞાનના ક્ષેત્ર, કાળ અને દ્રવ્યોની પરસ્પર મર્યાદા બાંધેલી હોવાથી તેને અવધિજ્ઞાન કહે છે અથવા ‘અવધાનમવધિ’ આ વ્યુત્પત્તિના અનુસાર આ જ્ઞાનમાં સાક્ષાત્ અર્થપરિચ્છેદ (જ્ઞાન) આત્મા દ્વારા થાય છે, ઇન્દ્રિય મનના માધ્યમથી નથી, તેથી આ અવધિજ્ઞાન કહી શકાય છે. જેમ કે ‘ભાષ્ય'માં કહેવાયું છે :
तेणावहीयए तम्मि वाऽवहाणं तओऽवही सो य मज्जाया । जं तीए दव्वाइं परोप्परं मुणइ ओsaहित्ति । વિશેષા. ભાષ્ય, ગાથા-૮૨
ઉક્ત સીમાઓ અને મર્યાદાઓમાં બંધાયેલ હોવાના કારણે આ પ્રકારના જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. કેવળરૂપી પદાર્થોને આત્મ-સાપેક્ષ થઈને જાણવું અવધિજ્ઞાનની સીમા છે. અવધિજ્ઞાનના મુખ્ય રૂપથી બે ભેદ છે - ભવપ્રત્યય અને ગુણપ્રત્યય. ભવપ્રત્યયઅવધિજ્ઞાન દેવ અને નારકને થાય છે. ગુણપ્રત્યય-અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને થાય છે. જે અવધિજ્ઞાન વગર કોઈ વિશિષ્ટ સાધનાના ભવસ્વભાવથી જન્મની સાથે જ પ્રગટ હોય છે તે ભવપ્રત્યય છે. જે સાધના વિશેષથી થાય છે તે ગુણપ્રત્યય છે.
(૪) મન:પર્યયજ્ઞાન : મનુષ્ય ક્ષેત્રવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણનાર જ્ઞાન મનઃપર્યયજ્ઞાન છે. મન એક પૌદ્ગલિક દ્રવ્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિષય-વિશેષનું ચિંતન કરે છે ત્યારે તેના મનના તદનુસાર પર્યાયોમાં પરિણમન થતું રહે છે. મન:પર્યયજ્ઞાની મનના આ પર્યાયોનો સાક્ષાત્કાર કરે છે. તેના પરથી એ જાણી શકાય છે કે અમુક વ્યક્તિ કોઈ વાત વિચારી રહ્યું છે. મનના પર્યાયોને જાણનાર જ્ઞાન અને મન:પર્યયજ્ઞાન છે. મન:પર્યાયજ્ઞાન મનના પર્યાયોને જ જાણી શકે છે. ભાવ મનના અરૂપી પર્યાયોને નહિ. આ જ્ઞાન મનુષ્ય ગતિ સિવાય અન્યત્ર હોતું નથી. મનુષ્યોમાં પણ માત્ર સંયતી મનુષ્યને જ થાય છે. સંયતીમાં પણ બધાને થતું નથી, માત્ર અપ્રમત્ત સંયતીને જ થાય છે. એમાં પણ ઋદ્ધિ સંપન્નને જ થાય છે. આના મુખ્ય રૂપથી બે ભેદ છે - ઋજુમતિ અને વિપુલમતિ. ઋજુમતિની અપેક્ષા વિપુલમતિનું જ્ઞાન વિશુદ્ધતર હોય છે. મનની એ અતિ સૂક્ષ્મ રૂપી પર્યાયોને વિપુલમતિ જાણી શકાય છે, જેને ઋજુમતિ જાણી શકતા નથી. ઋજુમતિ મન:પર્યયજ્ઞાન પ્રતિપાતિ હોય છે અર્થાત્ ઉત્પન્ન થયા બાદ ચાલ્યું પણ જાય છે. જ્યારે વિપુલમતિ મનઃપર્યયજ્ઞાન અપ્રતિપાતિ છે - આવ્યા પછી જતું નથી અર્થાત્ કેવળજ્ઞાન થયા સુધી રહે છે.
(૫) કેવળજ્ઞાન : જે જ્ઞાન બધાં દ્રવ્યોના બધા પર્યાયોને જાણે છે, તે કેવળજ્ઞાન છે. આ જ્ઞાનમાં અતીત, અનાગત અને વર્તમાનના અનંત પદાર્થ અને પ્રત્યેક પદાર્થના અનંત ગુણ અને પર્યાય પ્રતિક્ષણ તેવા જ પ્રતિબિંબિત થતા રહે છે. જેમ દર્પણમાં વસ્તુ. આ જ્ઞાન જ્ઞાન : માહાત્મ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા
૧૬૫