________________
ઉત્તર : નિઃસંદેહ જ્ઞાનના ઉક્ત ભેદ જ્ઞેયની અપેક્ષાથી કર્યા નથી. શેયની અપેક્ષાથી ભેદ માનવાથી ઉપર્યુક્ત દોષ આવે છે. ઉક્ત ભેદોની વિવક્ષા સ્થૂળ નિમિત્ત-ભેદને લઈને કરી છે. જેમ કે સકળ ઘાતી કર્મનો ક્ષય કેવળજ્ઞાનનું નિમિત્ત છે, આમોંધ્યાદિ લબ્ધિથી યુક્ત, વિશિષ્ટ અધ્યવસાય યુક્ત અપ્રમાદ મનઃપર્યાયનું જ્ઞાન નિમિત્ત છે. અવિધ જ્ઞાનાવરણ કર્મનું ક્ષયોપશમ અવધિજ્ઞાનનું નિમિત્ત છે, આ રીતે મતિશ્રુત જ્ઞાનાવરણનો ક્ષયોપશમ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનનું નિમિત્ત છે.
જ્ઞાનને આવૃત્ત કરનાર આવારકોના ભેદથી પણ ઉક્ત ભેદોની સંગતિ થાય છે. પરિસ્થૂળ નિમિત્ત-ભેદથી જ્ઞાનના ભેદ માનવાથી તેના આવારક કર્મના પણ તેવા ભેદ સ્વયમેવ થઈ જાય છે.
(૧) આભિનિબોધિક જ્ઞાન : અર્થાભિમુખ નિશ્ચિત બોધને અભિનિબોધ કહેવાય છે. જે જ્ઞાન નિશ્ચિત રૂપથી અર્થને ગ્રહણ કરવામાં પ્રવીણ હોય છે, તે આભિનિબોધિક જ્ઞાન કહેવાયું છે -
अत्थाभिमुो नियओ बोहो जो सो मओ अभिनिबोहो । सो चेवाऽऽभिणि बोहिअमहव जहाजोगमाउज्जं ॥ - વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૮૦
જે જ્ઞાન અર્થાભિમુખ હોય અને નિશ્ચયાત્મક હોય તે આભિનિબોધિક છે. આ બંને વિશેષણ સાર્થક છે. અર્થાભિમુખ થવાથી પણ જો નિશ્ચયાત્મક નથી, તો તે જ્ઞાન નથી. કેટલીકવાર ક્ષયોપશમની મંદતાના કારણ બોધ અનિશ્ચયાત્મક પણ હોય છે તેને જ્ઞાન માનતા નથી. એ રીતે નિશ્ચયાત્મક થવાથી પણ જો આ અભિમુખ - જેવો પદાર્થ છે તેવો જ નથી તો તે પણ જ્ઞાન નથી. જેમ તિમિર રોગીને બે ચંદ્રોનું જ્ઞાન નિશ્ચય રૂપ તો છે, પરંતુ તે અર્થાભિમુખ નથી. તેથી તે જ્ઞાન કહેવાતું નથી. જે અભિમુખ અને નિશ્ચયરૂપ બોધ-વ્યાપાર છે, તે આભિનિબોધિક જ્ઞાન કહેવાય છે.
.
અભિનિબોધના પર્યાયવાચી નામ મતિ-સ્મૃતિ-સંજ્ઞા-ચિંતા આદિ છે. જેમ કે ‘તત્ત્વાર્થ સૂત્ર'માં કહેવાયું છે -
"मतिस्मृतिसंज्ञा- चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ।"
· તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂ-૩
ઔત્પત્તિકી આદિ મતિ પ્રધાન થવાથી આભિનિબોધિક જ્ઞાનનું બહુ પ્રચલિત નામ મતિજ્ઞાન છે. મતિજ્ઞાનનો અર્થ છે - ઇન્દ્રિય અને મન સાપેક્ષ જ્ઞાન. જે જ્ઞાનમાં ઇન્દ્રિય અને મનની સહાયતાની અપેક્ષા રહે છે, તે મતિજ્ઞાન છે અથવા ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થનાર જ્ઞાન મતિજ્ઞાન છે. આ અપેક્ષાથી મતિજ્ઞાનના બે ભેદ છે - (૧) ઇન્દ્રિયજન્ય - જ્ઞાન : માહાત્મ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા
૧૬૩