________________
મતિજ્ઞાન અને (૨) મનોજન્ય - મતિજ્ઞાન. જે જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રધાનતાથી ઇન્દ્રિય નિમિત્ત હોય તે ઇન્દ્રિયજન્ય-મતિજ્ઞાન છે અને જે જ્ઞાનની ઉત્પત્તિમાં પ્રધાનતાથી મન નિમિત્ત હોય તે મનોજન્ય-મતિજ્ઞાન છે.
(૨) શ્રુતજ્ઞાન : ઇન્દ્રિય અને મનની સહાયથી જે શબ્દોલ્લેખી જ્ઞાન હોય છે તે શ્રુતજ્ઞાન છે. શ્રુતનો અર્થ છે - શબ્દ. ‘યતે આત્મનાતવિતિ શ્રુત-શબ્દ:। શ્રુતં ચ તાનું શ્રુતજ્ઞાનમિતિ' અર્થાત્ જે સાંભળી શકાય છે તે શ્રુત અર્થાત્ શબ્દ છે. શબ્દરૂપ જ્ઞાન શ્રુતજ્ઞાન છે.
આગમની ભાષામાં શ્રુતજ્ઞાનનો અર્થ છે - તે જ્ઞાન જે શ્રુત-શાસ્ર સાથે સંબંધ છે. આપ્ત પુરુષ દ્વારા પ્રણીત આગમ અથવા અન્ય શાસ્ત્રોથી જે જ્ઞાન હોય છે તેને શ્રુતજ્ઞાન કહે છે. દાર્શનિક વિશ્લેષણ અનુસાર મતિજ્ઞાનના પછી ચિંતન-મનન દ્વારા જે જ્ઞાન પરિપક્વ હોય છે તે શ્રુતજ્ઞાન છે. આને એ રૂપમાં કહી શકાય છે કે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે અધિક સ્પષ્ટ બોધ હોય છે તે શ્રુતજ્ઞાન છે. તેથી કહેવાય છે કે - શ્રુતમતિપૂર્વક્ શ્રુતજ્ઞાન, મતિજ્ઞાનપૂર્વક હોય છે. મતિજ્ઞાન દૂધ સમાન છે, તો શ્રુતજ્ઞાન એ દૂધથી નિર્મિત ખીર સમાન છે.
શ્રુતજ્ઞાનની અન્ય જ્ઞાનોની અપેક્ષા એક મહત્ત્વપૂર્ણ વિશેષતા છે - એનું મુખર-સ્વરૂપ થવું. ચાર જ્ઞાન મૂક છે - ઠપ્પ છે - ઠવણિજ્જ છે. ચાર શાનોથી વસ્તુ-સ્વરૂપનો બોધ તો થઈ શકે છે, પરંતુ વસ્તુ-સ્વરૂપનું કથન થઈ શકતું નથી. વસ્તુ-સ્વરૂપના કથનની શક્તિ શ્રુતજ્ઞાનમાં જ હોય છે, કારણ શ્રુતજ્ઞાન શબ્દ પ્રધાન હોય છે.
શ્રુતજ્ઞાનના બે ભેદ છે - દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત. શ્રુતનું શબ્દાત્મક સ્વરૂપ દ્રવ્ય-શ્રુત છે અને જ્ઞાનાત્મક રૂપ ભાવશ્રુત છે.
અહીં આ પ્રશ્ન થઈ શકે છે કે મતિજ્ઞાન પણ ઇન્દ્રિય મન સાપેક્ષ છે અને શ્રુતજ્ઞાન પણ ઇન્દ્રિય મન સાપેક્ષ છે, તો બંનેમાં શું અંતર છે ? શબ્દ-શ્રવણ તો શ્રોતેન્દ્રિયથી થાય છે, તેથી તે મતિજ્ઞાન છે, તો શ્રુતજ્ઞાન શું છે ?
કારણ
ઉક્ત પ્રશ્નના સમાધાનમાં કહેવાયું છે કે શ્રુતજ્ઞાન માટે શબ્દ-શ્રવણ આવશ્યક છે. કે શાસ્ત્ર વચનાત્મક હોય છે. શબ્દનું શ્રવણ મતિજ્ઞાન છે. કારણ કે તે શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. જ્યારે શબ્દ સાંભળવામાં આવે છે ત્યારે તેના અર્થનું ચિંતન કરવામાં આવે છે. આ વિકસિત જ્ઞાન શ્રુતજ્ઞાન છે. આ આધાર પર કહી શકાય છે કે મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન એમનું કાર્ય-મતિજ્ઞાન હશે, ત્યારે શ્રુતજ્ઞાન થશે. શ્રુતજ્ઞાનથી પૂર્વ મતિજ્ઞાન હોય છે. અર્થાત્ મતિજ્ઞાનના થવાથી જ શ્રુતજ્ઞાન થઈ શકે છે.
(૩) અવધિજ્ઞાન : ઇન્દ્રિય અને મનની સહાયતા વગર રૂપી દ્રવ્યોનું જે આત્મસાપેક્ષ જ્ઞાન હોય છે, તે અધિજ્ઞાન છે. ‘અવિધ' શબ્દનો અર્થ છે મર્યાદા (સીમા). આ જ્ઞાનની
૧૬૪
જિણધમ્મો