________________
(૩) તીર્થ-સેવા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચાર તીર્થ છે. તેમને ધર્મારાધનના કાર્યમાં સહાયતા આપવી, એમની સેવા-ભક્તિ કરવી સમ્યકત્વનું ભૂષણ છે. જેમ રાજાની સેવાથી રાજ્ય-સુખ અને શેઠની સેવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે ચતુર્વિધ સંઘની સેવા કરવાથી મુક્તિનું સુખ મળે છે. તેથી યથાશક્તિ ચતુર્વિધ સંઘની વિવેકપણે સેવા કરીને તેમને અન્ન-જળ-વસ્ત્રોની સુવિધા આપવી અથવા અપાવવી સમ્યક્ત્વનું કર્તવ્ય છે.
આ રીતે સ્વધર્મી શ્રાવક-શ્રાવિકાની સેવા-ભક્તિમાં પણ લાભ સમજવો જોઈએ. શ્રાવકની કરણી સઝાયમાં કહી છે -
स्वामी वत्सल करजे घणा,
सगपण मोटा स्वामी तणा । માતા-પિતા, ભ્રાતા, પુત્ર-પુત્રી, પત્ની આદિ સાંસારિક સગપણ (સંબંધ) તો સ્વાર્થના છે; પરંતુ સહધર્મી ભાઈઓનો સંબંધ પરમાર્થિક અને આત્માના દ્વારના કાર્યમાં સહાયક છે. ઉકત સઝાયમાં સ્વામીનો અર્થ તીર્થકર ભગવાનના સંબંધથી તેમના બધા ઉપાસક આપણા સંબંધી છે. ધર્મનો આ સંબંધ મહાન છે. આ સંબંધીઓ પર યથોચિત વત્સલતાનો ભાવ રાખવો જોઈએ. આવું સમજીને સમ્યકત્વી-જન સાધર્મિકોની સેવા-ભક્તિ કરવામાં તત્પર રહે છે. જ્ઞાનના ઇચ્છુકોને પુસ્તક આદિ જ્ઞાનના ઉપકરણ આપે છે. તપસ્વી શ્રાવકના માટે આવશ્યકતા થવાથી ઉષ્ણ જળ લાવી આપે છે. રોગાદિમાં તૈલાદિની માલિશ કરી દે છે. વસ્ત્રોની પ્રતિલેખના કરી દે છે. ધારણા-પારણા સંબંધી શાતા ઉપજાવે છે. વિશેષજ્ઞધર્મોપદેશકને સુખ-શાતા પહોંચાડવામાં ધ્યાન રાખે છે. અનાથો-અપંગોની સહાયતા કરવામાં સમ્યકત્વની પુષ્ટિ સમજે છે. નિર્ધનોની આજીવિકાનો પ્રબંધ કરવો કર્તવ્ય સમજે છે. યથાયોગ્ય સહાયતા તથા સત્કાર-સન્માન કરીને ધર્મારાધનમાં તેમને ઉત્સાહી બનાવવાનો વિવેક રાખે છે આદિ ધર્મવૃદ્ધિ અને ઉપકારનાં કાર્યોમાં યથાશક્તિ તત્પર રહેતા આત્મકલ્યાણમાં અગ્રેસર હોય છે. આ સમ્યકત્વની તીર્થ-સેવા રૂપ ભૂષણ માનવામાં આવ્યું છે.
(૪) સ્થિરતા ઃ સમ્યકત્વમાં સ્વયં સ્થિર રહેવું, ધર્મમાં ધૃતિ રાખવી અને બીજાને સ્થિર કરવા સમ્યકત્વનું ભૂષણ માનવામાં આવ્યું છે. કોઈ ભવ્ય અને ભદ્રિક આત્મા પરિસ્થિતિઓને કારણ તર્થિકોના સંસર્ગના કારણ સત્ય-ધર્મથી વિચલિત થઈ જાય તો તેને પુનઃ ધર્મમાં સ્થિર કરવું સમ્યકત્વનું કર્તવ્ય છે. જો તેને સમ્યકત્વ સંબંધી શંકાઓ હોય તો એનું સ્વયં અને બીજાના દ્વારા સમાધાન કરવાનો પ્રયત્ન કરે. જો તે કોઈ સંકટમાં ફસાઈને ચલાયમાન થતો હોય, તો યથાસંભવ તે સંકટને દૂર કરવામાં સહાયતા કરવી. જો તે તેના વશની વાત ન હોય તો તે વિચલિત થનાર વ્યક્તિને સાંત્વના આપતા કહે કે - “કર્મોની ગતિ ગહન છે.” મોટા-મોટા તીર્થકર, ચક્રવર્તી સરખા પણ કર્મોના કારણે પીડિત થયા છે તો આપણે કઈ ગણતરીના છીએ ? સંકટના સમયમાં ધર્મને છોડવો ન જોઈએ. પરંતુ (૧૪૪)
છે
છે જિણધમો)