________________
એટલું સાહસ અને દઢતા નથી, તેના માટે આ આગાર બતાવ્યો છે. આ આગારોના સેવનથી સમ્યક્ત્વીના સમ્યક્ત્વનો ભંગ થતો નથી, પરંતુ થોડી કમજોરી અવશ્ય હોય છે. તેથી સમ્યક્ત્વી જીવ આગારોનું સેવન કરતા પણ સમ્યક્ત્વના પ્રતિ દૃઢ બનેલો રહે છે.
છ ભાવના
પ્રત્યેક કાર્યની સિદ્ધિના માટે ભાવના-બળની પરમ આવશ્યકતા હોય છે. કહેવાયું છે કે - “યાદૃશી માવના યમ્ય, સિદ્ધિર્ભવતિ તાદૃશી' - જેની જેવી ભાવના હોય છે તેવા જ ફળની પ્રાપ્તિ થાય છે. ભાવનાને સુધારવા માટે નિમ્નલિખિત ૬ વાતો પર લક્ષ્ય રાખવામાં આવે તો સમ્યક્ત્વી પોતાના સમ્યક્ત્વમાં નિશ્ચલતા પ્રાપ્ત કરી શકે છે -
मूलं दारं पइट्ठाणं आहारो भायणं निही । दुछक्क साविधम्मस्स सम्मत्तं परिकित्तियं ॥
અર્થાત્ સમ્યક્ત્વના ધર્મનું (૧) મૂળ (૨) દ્વાર (૩) પ્રતિષ્ઠાન (૪) આધાર (૫) ભાજન (૬) નિધિ છે. આ છ પ્રકારની ભાવના કહી છે.
(૧) મૂળ : સમ્યક્ત્વ ધર્મ-રૂપી વૃક્ષનું મૂળ છે. જેમ કે વૃક્ષનું મૂળ મજબૂત છે, તો આ વાયુ આદિનો ઉપદ્રવ થવા છતાં ઉખડી શકતું નથી. તે શાખા-પ્રશાખા, પત્ર-પુષ્પ અને ફળાદિ સંપન્ન થઈને સુશોભિત હોય છે અને અન્યના તાપને દૂર કરી છાયા પ્રદાન કરે છે. આ રીતે જો સમ્યક્ત્વ દૃઢ થાય તો તે મિથ્યાતત્ત્વ વાયુથી ઉખડી શકતા નથી, તે અચળ બની રહે છે. તેમાં શાંતિરૂપી શાળાઓ લાગવાથી તે વિશાળ બને છે. દયારૂપ પત્રોની છાયા પ્રદાન કરે છે.
(૨) દ્વાર : સમ્યક્ત્વ ધર્મરૂપી નગરના દ્વાર છે. જેમ કોઈ નગરમાં પ્રવેશ કરવા માટે દ્વાર આવશ્યક હોય છે. દ્વાર દ્વારા નગરમાં પ્રવેશ કરી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરી શકાય છે. તેવી રીતે સમ્યક્ત્વરૂપી દ્વારમાં ધર્મરૂપી નગરમાં પ્રવેશ થાય છે અને ત્યાં આત્મિક વૈભવની પ્રાપ્તિ કરી શકાય છે.
(૩) પ્રતિષ્ઠાન : સમ્યક્ત્વ ધર્મરૂપી પ્રાસાદનો પાયો છે. જે મકાનનો પાયો મજબૂત હોય છે, તેના પર ઇચ્છાનુસાર માળ ચણી શકાય છે. તે રીતે સમ્યક્ત્વરૂપી પાયો જો સુર્દઢ હોય, તો તેના પર ધર્મરૂપી પ્રાસાદની આચરણરૂપી કેટલાય માળ ચણી શકાય છે.
(૪) આધાર : સમ્યક્ત્વ ધર્મરૂપી કરિયાણાનો આધારભૂત કોઠો છે. જેમ મજબૂત સાફ-સુથરા કોઠામાં રાખેલ બદામ આદિ કરિયાણું સુરક્ષિત રહે છે. તેમાં ઉંદરો કે ચોરોનો ઉપદ્રવ થતો નથી. આ રીતે સમ્યક્ત્વરૂપી સ્વચ્છ અને સુદૃઢ કોઠામાં સ્થાપિત કરેલ ધર્મરૂપી
જિણધમ્મો
૧૫૦