________________
તે આચાર્ય અને ઉપાધ્યાયોને ભાવપૂર્વક પુનઃ પુનઃ નમસ્કાર હો. જે નિષ્કામ ભાવથી પર-હિતમાં તત્પર છે અને જે ભવ્ય આત્માઓને નિર્મળ જ્ઞાન આપે છે.
(૪) ચતુર્વિધ સંઘની
સ્તુતિઃ
एयम्मि पूइयम्मि नत्थि तयं जं न पूइयं होइ । भुवणे वि पूअणिज्जो न गुणी संघाओ जं अन्नो ॥
ચતુર્વિધ સંઘને પૂજ્યા પછી એવું કોઈ પૂજ્ય રહેતું નથી, જેની પૂજા કરવાની બાકી હોય. વિશ્વમાં શ્રી સંઘથી વધારે અન્ય કોઈ પૂજનીય ગુણી નથી. તીર્થંકર દેવો દ્વારા પ્રરૂપિત ચતુર્વિધ સંઘ મોક્ષમાર્ગનો આધાર હોય છે.
(૫) સમ્યગ્દષ્ટિ દેવોની મહિમા :
धण्णा खलुते देवा विसय विमोहा विहंत जिण समीवे । धम्मं सुणंति सम्मं तित्थपभावं च જીવંતિ ।
તે દેવ ધન્ય છે, જે વિષયોથી વિમુખ રહીને જિનેન્દ્રદેવની સમીપ સમ્યક્ પ્રકારથી ધર્મ-ઉપદેશ સાંભળે છે અને તીર્થની પ્રભાવના કરે છે.
આ પ્રકારે અહંતોની યાવત્ ઉપર્યુક્ત સમ્યગ્દષ્ટ દેવોની મહિમા કરવાથી સુલભ બોધિતાની પ્રાપ્તિ થાય છે.
બોધિ સમ્યજ્ઞાનની પ્રાપ્તિ ખૂબ જ દુર્લભ છે. કહેવાય છે કે
लब्भंति सुरसुहाई लब्धंति नरिंदपवररिद्धिओ । न पुणो सुबोहिरयणं, लब्भइ मिच्छत्ततमहरणं ॥
અર્થાત્ દેવલોકના સુખ ઘણીવાર પ્રાપ્ત થઈ ચૂક્યા છે અને પ્રાપ્ત થશે, ચક્રવર્તીઓની ઋદ્ધિઓ પણ ઘણીવાર મળી છે અને મળી શકે છે. પરંતુ મિથ્યાત્વ રૂપી અંધકારને દૂર કરનાર સુબોધિ રત્નની પ્રાપ્તિ ખૂબ જ દુર્લભ છે. તે ક્વચિત્ જ અનંત પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે અને કહ્યું છે -
येsसिध्यन् ये च सिद्ध्यन्ति ये सेत्स्यन्ति च केचन । ते सर्वे बोधिमाहात्म्यात्तस्मात् बोधिरुपास्यताम् ॥
જે સિદ્ધ થયેલા છે, જે સિદ્ધ થાય છે અને જે સિદ્ધ થશે તે બધા બોધિ-રત્નના મહત્ત્વથી જ થયા છે, થાય છે અને થશે. તેથી નિર્મળ ભાવથી બોધિ-રત્નની ઉપાસના કરવી જોઈએ.
સુલભ બોધિનાં પાંચ કારણ
૧૫૫