________________
છે?” આ પ્રશ્નનો ઉત્તર એ છે કે - “યદ્યપિ આત્માનો મૌલિક ગુણ એક જેવો છે, તદપિ વિભાવદશાપત્ર આત્મા જ્ઞાનાવરણીયાદિ કર્મોના આવરણથી આવૃત્ત થાય છે. તે આવરણ જેટલું ગહન અથવા છીછરું હોય છે, તે અનુપાતમાં આત્માની ચેતનાશક્તિ વ્યક્તિ હોય છે. જો આવરણ અત્યંત સઘન હોય છે, તો આત્માના જ્ઞાનની માત્રા ખૂબ જ ઓછી છે. જેટલા જેટલા અંશોમાં આવરણની સઘનતા ઓછી થતી જાય છે, એટલા એટલા અંશોમાં જ્ઞાનની માત્રા અભિવ્યક્ત થતી રહે છે. આવરણની સઘનતામાં તારતમ્મનું કારણ જ્ઞાનની માત્રામાં તારતમ્ય દેખાય છે.
જે રીતે સૂર્ય મેઘોના આવરણથી આવૃત્ત થાય છે તો તેનો પ્રકાશ ન્યૂનાધિક ઓછો - વધારે થતો રહે છે. જો મેઘપટલ ખૂબ જ ગહન હોય, તો સૂર્યપ્રકાશ અત્યંત મંદ થઈ જાય છે. પરંતુ એ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે ભલે કેટલાંય ગહન વાદળ સૂર્યને ઘેરી લે, પરંતુ તેનો કોઈ ને કોઈ અંશ અનાવૃત્ત જ રહે છે, જેના કારણે દિવસ અને રાત્રિનો ભેદ બન્યો રહે છે. આ રીતે આત્મા પર જ્ઞાનાવરણીય કર્મનાં કેટલાંય ગહન આવરણ છવાઈ જાય, આત્માની ચેતનાનો અનંતમો ભાગ અનાવૃત્ત રહે છે, જેના કારણે તેમાં જ્ઞાનની ન્યૂનતમ માત્રા બની જ રહે છે. જો તે જ્ઞાન-માત્રા પણ આવૃત્ત થઈ જાય તો જીવ અજીવ બની જાય, જો કે ત્રિકાળમાં પણ સંભવ નથી. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ અનાદિ પારિણામિક ભાવ છે, જે ક્યારેય નષ્ટ થતા નથી, અન્ય ભાવને પ્રાપ્ત થતા નથી, સદા બન્યા રહે છે.
મેઘના પટલ જેટલા-જેટલા છીછરા થતા જાય છે, તેટલા અંશોમાં સૂર્યના પ્રકાશની માત્રા પ્રગટ થતી રહે છે. તેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના દલિક જેટલા જેટલા છીછરા થતા જાય છે, તેટલા તેટલા અંશમાં જ્ઞાનની માત્રા અભિવ્યક્ત થતી રહે છે. સૂર્ય પોતાના મૂળ સ્વરૂપમાં પ્રકાશમાન છે, પરંતુ આવરણોના કારણે તેની જ્યોતિ ન્યૂનાધિક થાય છે. જ્યારે સંપૂર્ણ આવરણ નષ્ટ થઈ જાય છે, ત્યારે જ સૂર્ય પોતાના મૌલિક પ્રકાશમાન સ્વરૂપમાં પ્રગટ થઈ જાય છે. સૂર્યનો પ્રકાશ ક્યાંય બહારથી આવ્યો નથી, તેવી રીતે આત્મા મૌલિક રૂપથી જ્ઞાનપિંડ છે. જ્ઞાનાવરણીય કર્મના કારણે તેનું જ્ઞાન ઓછું વધારે થાય છે. જ્યારે સંપૂર્ણ જ્ઞાનાવરણનું વિલય થઈ જાય છે, વિશુદ્ધ જ્ઞાનમય આત્માનું સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. આત્મામાં તે વિશુદ્ધ જ્ઞાન ક્યાંય બહારથી આવ્યું નથી. પરંતુ તે તેનો મૂળ સ્વભાવ હતો, જે આવરણોના હટી જવાને કારણે પ્રગટ થઈ જાય છે.
આત્મા અનંત જ્ઞાનાદિ ચતુષ્ટયનો સ્વામી છે આત્મા પોતાના સહજ સ્વરૂપમાં અનંત જ્ઞાન-દર્શનનો સ્વામી છે, અનંત સુખનું નિધાન છે અને અનંત શક્તિથી સંપન્ન છે, પરંતુ અતીત અનાદિ કાળથી તે વિભાવદશાને પ્રાપ્ત થાય છે. રાગ-દ્વેષ-મોહાદિને વશીભૂત થઈને જ્યારે આત્માએ પરભાવમાં રમણ કર્યું ત્યારથી તેની દુર્દશા થઈ. આત્મા પરભાવમાં એટલો મુગ્ધ થઈ ગયો કે તે પોતાની જાતને ભૂલી ગયો. તે પરભાવને જ પોતાનો સ્વભાવ માનવા લાગ્યો. સદા સ્વતંત્ર રહેનાર આત્મા કર્મોનાં બંધનોમાં જકડાઈ ગયો છે, એટલું જ નહિ તે બંધનમાં જ આનંદ માનવા લાગ્યો. સાર્વભૌમ (૧૦)))) ) )) ))જિણધમો)