________________
भासइ । एवं खलु से मुसावाई सव्व पाणेहिं जाव सव्व सत्तेंहि तिविहं तिविहेणं असंजयविरयपडिहयपच्चक्खायपावकम्मे सकिरीए, असंवुडे, एगंत दंडे, बाले यावि भवति । "
त
ભગવતી સૂત્ર શતક ૭ ઉ.૨
“હે ગૌતમ ! બધા પ્રાણોના યાવત્ બધાં સત્ત્વોનું પ્રત્યાખ્યાન કર્યું છે.’’ આવું બોલનારને જો આ જ્ઞાન ન હોય કે આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ છે, આ સ્થાવર છે, તો તેનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોતું નથી, દુષ્પ્રત્યાખાન હોય છે. આ રીતે તે દુષ્પ્રત્યાખ્યાની ‘બધા પ્રાણોનું યાવત્ બધાં સત્યોનું પ્રત્યાખ્યાન કર્યું છે.' આવું બોલનાર સત્ય ભાષા બોલતા નથી, મિથ્યા ભાષા બોલે છે. આ પ્રકારે તે મૃષાવાદી બધા પ્રાણોમાં યાવત્ બધાં સત્ત્વોમાં ત્રણ કરણ, ત્રણ યોગથી અસંયત, વિરતિ-રહિત, પાપકર્મનો ત્યાગ ન કરનાર ક્રિયા સહિતકર્મ બંધ યુક્ત, સંવર રહિત, એકાંત બાળ હોય છે.
‘શ્રી ભગવતી સૂત્ર’નાં ઉક્ત ઉદ્ધરણથી આ સિદ્ધ હોય છે કે જ્યાં સુધી જીવ-અજીવ આદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન હોતું નથી ત્યાં સુધી સંયમની સ્થિતિ બનતી નથી. જો અજ્ઞાની સંયમ પાળનારનો દાવો કરે, તો તે મિથ્યાભાષી છે, સંયમહીન છે, એકાંત હિંસક અને એકાંત બાળ છે.
જે રોગીને અથવા ચિકિત્સકને રોગનું સ્વરૂપ જ્ઞાન નથી. તેમના નિદાનની ખબર નથી. રોગીની પ્રકૃતિની ઓળખ નથી, રોગના નિવારણના ઉપાયો જાણતા નથી, તે રોગને દૂર કરી શકતા નથી. આ રીતે ભવરોગનું સ્વરૂપ, તેનું નિદાન, એ ભવરોગથી મુક્ત હોવાનો ઉપાય જે સમ્યક્ પ્રકારથી સમજતા નથી, તે સંસારની બીમારીથી છૂટીને આધ્યાત્મિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકતા નથી. કહેવાયું છે કે -
आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञान-हीनैश्छेत्तुं न शक्यते ॥
આત્માના યથાર્થને ન જાણવાથી જે દુ:ખ ઉત્પન્ન થયું છે, તે આત્મજ્ઞાનથી જ વિનષ્ટ કરી શકાય છે. આત્મજ્ઞાનથી રહિત પુરુષ તપસ્યા દ્વારા પણ દુઃખનો ક્ષય કરી શકતા નથી. કારણ આત્મજ્ઞાન હીન તપનું ફળ મોક્ષમાર્ગમાં અનુપયોગી હોય છે. કહેવાયું છે કે - जं अन्नाणी कम्मं खवेइ, बहुआहिं वासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो, खवेइ ऊसासमित्तेण ॥
- મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક, ગાથા-૧૦૧ અજ્ઞાની જીવ કરોડો વર્ષોથી જેટલાં કર્મ કમાય છે, એટલા કર્મ-મન-વચન-કાયાથી સંવૃત્ત જ્ઞાનીજન એક ઉચ્છ્વાસ જેટલા સમયમાં જ ક્ષય કરી નાખે છે. જ્ઞાનની મહિમા અને ગરિમાનો કેટલો ચમત્કાર છે.
૧૫૮
જિણધમ્મો