________________
આગમોની રચનાને કારણે સર્વ સાધારણ જનતાને સરળ રીતિથી તત્ત્વોનો બોધ કરાવવાનો છે. આબાલ-વૃદ્ધ સર્વ જનતા માટે ઉપકારી થઈ શકે. આ દૃષ્ટિથી જ આગમોની ભાષાના રૂપમાં પ્રાકૃતને અપનાવ્યું છે. ચારિત્ર-મોક્ષનો સાક્ષાત્ (અનંતર) કારણ હોવાથી તેમની પ્રધાનતયા ઉપયોગિતા છે, માત્ર દાનાદિ ધર્મથી શ્રેયસની પ્રાપ્તિ થઈ શકતી નથી.
(3) આચાર્ય-ઉપાધ્યાયનો અવર્ણવાદ : આચાર્ય-ઉપાધ્યાય આદિ પદધારીઓની નિંદા કરવી. જેમ કોઈ અલ્પવયવાળા સાધુને એમના જ્ઞાનાદિ સંબંધી યોગ્યતાને દૃષ્ટિમાં રાખીને આચાર્ય-ઉપાધ્યાયનું પદ પ્રદાન કર્યું હોય તો તેમના માટે કહેવું કે આ અલ્પવયવાળા આચાર્ય-ઉપાધ્યાય શું સમજશે ? તેમને હમણાં શું અનુભવ છે ? અથવા તેઓ વિશુદ્ધ જાતિ, * કુલોપ્તજ્ઞ નથી. આ પ્રકાર આચાર્ય - ઉપાધ્યાયનો અવર્ણવાદ બોલવું મિથ્યા છે. કારણ કે જૈનશાસનમાં ગુણોનું મહત્ત્વ છે, વય અથવા જાતિનું નહિ. જે જ્ઞાનાદિ રત્નોમાં અધિક હોય છે, તે આ પદો પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. અધ્યાત્મ ક્ષેત્રમાં વય અથવા કુળનું એ મહત્ત્વ નથી, જે જ્ઞાનાદિ રત્નત્રયનું છે.
(૪) ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ : સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની નિંદા કરવી. જેમ સંઘનું શું મહત્ત્વ છે ? સંઘ જે પશુઓના પણ હોઈ શકે છે. સમુદાયના બળથી અમાર્ગમાં પણ પ્રવૃત્તિ થઈ શકે છે. આ રીતે સંઘનો અવર્ણવાદ કરવો મિથ્યા છે, કારણ કે ચતુર્વિધ સંઘ શ્રેષ્ઠ જ્ઞાનાદિ ગુણોના સમુદાય રૂપ છે, તેથી તે અમાર્ગમાં પ્રવૃત્ત થઈ શકતો જ નથી.
(૫) દેવોનો અવર્ણવાદ : જે સાધુ સુપરિનિષ્ઠિત - સુઆચરિત, તપ અને બ્રહ્મચર્યની સાથે થનારા પુણ્ય-બંધના પ્રભાવથી ઉચ્ચ કોટિના દેવ બને છે, તેમનો અવર્ણવાદ કરવો. જેમ કે દેવ છે જ નહિ, કારણ કે તેઓ ક્યારેય દેખાતા નથી અથવા આ દેવ તો કામાસક્ત છે, ભોગી છે, અવિરત છે. ભોગોની ઉત્કટ લાલસાના કારણે જ તપ અને બ્રહ્મચર્યનું પાલન કર્યા પછી હવે દેવાંગનાઓનો ઉપભોગ કરે છે ઇત્યાદિ રૂપથી દેવોનો અવર્ણવાદ કરવો મિથ્યા છે. કારણ કે દેવતાઓનું અસ્તિત્વ પ્રમાણોથી સિદ્ધ છે. તેમના દ્વારા કરેલા અનુગ્રહ અને ઉપઘાત દૃષ્ટિગોચર થાય છે. દેવ જે સુખોપભોગ કરે છે, તેનું કારણ મોહનીય અને શાતાવેદનીય કર્મનો ઉદય છે. શતાવેદનીય કર્મને વેદરાથી જ તેઓ તેની નિર્જરા કરી શકે છે, તેથી તેઓ અવર્ણવાદને યોગ્ય નથી.
આ પ્રકારે જે વ્યક્તિ ધર્મદાતા, ધર્મપાલ અને ધર્મની નિંદા કરે છે - અવર્ણવાદ બોલે છે, તે મોહનીય કર્મનું એવું દૃઢ બંધન કરી લે છે, જેનાથી ભવિષ્યમાં તેમને ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ થઈ જાય છે. સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું તેમના માટે અવક્ય જેવું બની જાય છે. આવું જાણીને દુર્લભ બોધિનાં આ પાંચ કારણોથી સદા બચવું જોઈએ.
* યાદ રાખો અહીં જાતિ અને કુળથી વર્તમાનમાં પ્રચલિત કૃત્રિમ જાતિ જ લીધી છે. અન્યથા આગમોમાં આચાર્યાદિ માટે નાફ સમ્પન્ને, ત્ત સમ્પન્નનું વિશેષણ આપ્યું છે. આનો અર્થ છે જે જાતિ - માતૃ પક્ષ અને કુળ-પિતૃ પક્ષથી વિશુદ્ધ સંસ્કાર સંપન્ન હોય, એમને જ આચાર્યાદિ વિશિષ્ટ પદ પ્રદાન કરી શકાય છે.
દુર્લભ બોધિનાં પાંચ કારણ
૧૫૩