________________
( દુર્લભ બોધિનાં પાંચ કારણ)
કે
જે કારણોથી ભવિષ્ય માટે બોધિ(સમ્યકત્વ)ની પ્રાપ્તિ કઠિન થઈ જાય છે, એ કારણોને દુર્લભ બોધિનો હેતુ કહેવામાં આવે છે. “ઠાણાંગ સૂત્ર'માં પાંચ હેતુઓનું વિવેચન ઉપલબ્ધ છે -
पंचहिं ठाणेहिं जीवा दुल्लभबोहियत्ताए कम्मं पगरेंति तंजहा-अरहंताणमवन्नं वयमाणे, अरहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वनमाणे, आयरिय-उवज्झायाणमवण्णं वयमाणे, चाउवण्णसंघस्स अवण्णं वयमाणे, विविक्कतव-बंभचेराणं देवाणं अवण्णं वयमाणे ।
- ઠાણાંગ સ્થાન - ૫ પાંચ કારણોથી જીવ દુર્લભ બોધિ યોગ્ય કર્મ બાંધે છે. (૧) અરિહંતોનો અવર્ણવાદ કરવાથી, (૨) અરિહંત પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ કરવાથી, (૩) આચાર્ય-ઉપાધ્યાયનો અવર્ણવાદ બોલવાથી, (૪) ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ કરવાથી (૫) ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્ય-પાલનના ફળસ્વરૂપ દેવ બનેલાનો અવર્ણવાદ કરવાથી.
(૧) અરિહંતોનો અવર્ણવાદ : અરિહંત છે જ નહિ અથવા તેઓ સર્વજ્ઞ નથી અથવા તેઓ જાણતા હોવા છતાં પણ અષ્ટ પ્રાતિહાર્યરૂપ ભોગ કેમ ભોગવે છે? તેઓ દેવો દ્વારા નિર્મિત સમવસરણનો ઉપયોગ કેમ કરે છે ? ઇત્યાદિ રીતિથી અરિહંતોનો અવર્ણવાદ છે, જેમ કે ગાથામાં પ્રગટ કર્યું છે કે -
नत्थि अरिहंत त्ति, जाणं तो कीस भुंजए भोए ।
पाहुडियं उवजीवइ, स समवसरण रुवाए ॥ અરિહંતોના સંબંધમાં આ રીતે બોલવું સર્વથા અસત્ય છે, અહંતોનું અસ્તિત્વ છે, કારણ કે તેમની દ્વારા પ્રવર્તિત પ્રવચનની ઉપલબ્ધિ હોય છે. અવશ્યવેદ્ય વેદનીય કર્મના ઉદયના કારણે તેમને કર્મ ભોગવવાં પડે છે. તીર્થકર નામકર્મના કારણે તેમના અષ્ટ પ્રતિહાર રૂપ ઐશ્વર્ય હોય છે, પરંતુ તેઓ સદા વીતરાગભાવમાં રમણ કરે છે, તે એ દેવકૃત પ્રાતિહાર્યાદિના દ્રષ્ટા માત્ર હોય છે. તેઓ એમનો ઉપયોગ કરે છે, એવું કહી શકાતું નથી, તેથી ઉપભોગની શંકા નિર્મૂળ છે. જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય હોવાને કારણે બધુ દ્રવ્ય-પર્યાય તેમના જ્ઞાનમાં ઝળકે છે, તેથી તેઓ સર્વજ્ઞ છે.
(૨) અરિહંત પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ : અરિહંત પ્રરૂપિત શ્રુત-ચારિત્ર રૂપ ધર્મની નિંદા કરવી. જેમ કે વિદ્વદ્ યોગ્ય સંસ્કૃત ભાષાને છોડીને શાસ્ત્રોની રચના પ્રાકૃત ભાષામાં કેમ કરી છે? ચારિત્ર લેવાથી શો લાભ છે? ગૃહસ્થ દશામાં પણ દાનાદિથી શ્રેયસની સાધના થઈ શકે છે ઇત્યાદિ રૂપથી શ્રુત-ચારિત્ર રૂપ ધર્મની નિંદા કરવી અરિહંત પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ છે. શ્રુત-ચારિત્રરૂપ ધર્મની પ્રતિ કહેવું સર્વથા અસત્ય છે. પ્રાકૃત ભાષામાં (૧૫૨) છે
જિણધામો)