________________
પરિભ્રમણ નથી કરતો. એની મુક્તિ સુનિશ્ચિત થઈ જાય છે. કેટલો અપૂર્વ મહિમા છે સમ્યકત્વરત્નનો. “સમ્યકત્વ કૌમુદી' ગ્રંથમાં કહેવામાં આવ્યું છે - सम्यक्त्व रत्नान्न परं हि रत्नं, सम्यक्त्व मित्रान्न परं हि मित्रं । सम्यक्त्व बंधोन परोहि बन्धुः सम्यक्त्व लाभान्न परो हि लाभः ॥ સમ્યકત્વ રત્નથી વધીને કોઈ મૂલ્યવાન રત્ન નથી, સમ્યકત્વથી વધીને કોઈ બીજો મિત્ર નથી. સમ્યકત્વથી વધીને કોઈ બંધુ નથી અને સમ્યકત્વ લાભથી વધારે બીજો કોઈ લાભ નથી. આ જ ગ્રંથમાં આગળ કહેવામાં આવ્યું છે -
श्लाघ्यं हि चरणज्ञानवियुक्तमपि दर्शनम् ।
न पुनर्ज्ञानचारित्रे मिथ्यात्वविषदूषिते ॥ જ્ઞાન અને ચારિત્ર વિના પણ સમ્યગુદર્શન ગ્લાધ્ય છે, પ્રશંસા યોગ્ય છે, પરંતુ મિથ્યાત્વ વિષથી દૂષિત હોવાથી જ્ઞાન અને ચારિત્ર શ્લાઘનીય-પ્રશંસનીય નથી હોતા. અર્થાત્ મોક્ષમાર્ગમાં એ ઉપયોગી નથી બનતા.
એક આચાર્યએ નિમ્ન શબ્દોમાં સમ્યકત્વનો મહિમા ગાયો છે - असमसुखनिधानं, धाम संविग्नतायाः, भवसुखविमुखत्वोद्दीपने सद्विवेकः । नरनरकपशुत्वोच्छेकहेतुर्नराणाम्, शिवसुखतरुबीजं शुद्धसम्यक्त्वलाभः ॥
શુદ્ધ સમ્યકત્વનો લાભ અનુપમ સુખનું નિધાન છે, વૈરાગ્યનું ધામ છે, સંસારનાં ક્ષણભંગુર સુખોથી વિરક્ત કરવાવાળા સવિવેક છે, ભવ્ય જીવોના નરક, તિર્યંચ અને મનુષ્ય સંબંધી દુઃખોનું ઉચ્છેદ કરનારા છે ને મોક્ષ સુખરૂપી મહાવૃક્ષ માટે બીજરૂપ છે. દિગંબર આચાર્ય શ્રી શુભચંદ્રએ “જ્ઞાનાર્ણવ'માં કહ્યું છે -
सद्दर्शन महारत्नं विश्वलोकैकभूषणम् । मुक्तिपर्यन्तकल्याण-दानदक्षं प्रकीर्तितम् ॥
- જ્ઞાનાર્ણવ, પૃષ્ઠ-૧૦૧, શ્લોક-૧૩ સમ્યગદર્શન બધાં રત્નોમાં મહાન રત્ન છે, સમસ્ત લોકનું ભૂષણ છે, આત્માની મુક્તિ સુધી કલ્યાણ - મંગલ પ્રદાન કરનાર છે.
चरणज्ञानयोर्बीजं यम-प्रशम-जीवितम् । तपः श्रुताद्यधिष्ठानं सद्भिः सद्दर्शनं मतम् ।।
- જ્ઞાનાર્ણવ, પૃ-૧૦ર સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રનું બીજ છે. યમ (મહાવ્રત વગેરે) અને પ્રશમ (વિશુદ્ધ ભાવ) માટે જીવન સ્વરૂપ છે. તપ અને શ્રુતનો આ આશ્રયદાતા છે. આ રીતે જેટલા પણ શમ, દમ, બોધ, વ્રત, તપ વગેરે હોય છે, એ બધાને સફળ કરનારા સમ્યગુદર્શન જ છે.