________________
વ્યક્તિ જ્યારે કોઈ એક પક્ષનો એકાંતનો આગ્રહી બની જાય છે, તો એ પોતાના પક્ષમાં સિદ્ધાંતોની યુક્તિઓ અને ઉક્તિઓને જેમ-તેમ સંગત કરવાનો પ્રયત્ન કરે છે અને એવું કરતાં કરતાં એ સ્વયં વિરોધાભાસથી ગ્રસ્ત થઈ જાય છે. આ તો સૂર્યલોક સમ સ્પષ્ટ છે કે જૈન સિદ્ધાંત અનેકાંત દૃષ્ટિથી તત્ત્વ નિરૂપણ કરે છે, માટે સત્યની ગવેષક વ્યક્તિએ મધ્યસ્થ ભાવથી નિશ્ચય તથા વ્યવહારની બંને પાંખો લઈને મુક્તિપથના ગગનમંડળમાં વિચરણ કરવું જોઈએ.
* ( ઉપાદાન અને નિમિત્ત)
ર
નિશ્ચય અને વ્યવહારની જેમ જ ઉપાદાન અને નિમિત્ત કારણોને લઈને પણ એવી જ એકપક્ષીય વિચારધારા કેટલાક સમયથી ચાલી રહી છે. કાર્યની નિષ્પત્તિમાં સમર્થ કારણ સામગ્રી આવશ્યક છે. કેટલાક વિચારક માત્ર ઉપાદાનને જ કાર્ય નિષ્પાદક માની લે છે. એ નિમિત્તની સર્વથા ઉપેક્ષા અને અવહેલના કરે છે. એમનું કહેવું છે કે – “ઉપાદાન છે તો નિમિત્ત સ્વયં મળી જાય છે. માટે નિમિત્ત કારણોને કાર્ય નિષ્પાદક નથી માની શકાતા.”
જ્યારે સૈદ્ધાંતિક મંતવ્ય છે કે - “નિમિત્ત કારણોના અભાવમાં ઉપાદાન સ્વયમેવ કાર્યનો નિષ્પાદક નથી બની શકતો, કારણ કે કાર્યની નિષ્પત્તિમાં નિમિત્ત કારણોના હોવાથી જ થાય છે.” તટસ્થ ભાવથી વિચાર કરવાથી જ્ઞાત થાય છે કે કાર્યની નિષ્પત્તિમાં નિમિત્તે અને ઉપાદાન બંનેના સમન્વિત સધ્યોગ જ કાર્યકારી હોય છે. કોઈપણ એક કારણે ભલે નિમિત્ત હોય કે ઉપાદાન સ્વતંત્ર રૂપથી કાર્યનો નિષ્પાદક નથી. અધ્યાત્મ યોગી શ્રી આનંદઘનજીએ “શ્રી સંભવ જિન સ્તવન'માં કહ્યું છે -
"कारण जोग हो कारज नीपजे रे, एमां कोई न वाद ।
पण कारण बिण कारज साधियेरे, ए निज मत उन्माद ॥" આ તો નિર્વિવાદ સત્ય છે કે કારણથી કાર્યની નિષ્પત્તિ થાય છે. કારણ વગરે કાર્ય સ્વયમેવ થઈ જાય છે” આ કહેવું પોતાના મતનો ઉન્માદ છે. અધ્યાત્મ-સાધક શ્રી આનંદઘનજી આ સંકેત કરી રહ્યા છે કે – “જે લોકો નિમિત્ત કારણોની અવહેલના કરીને માત્ર ઉપાદાનને મહત્ત્વ આપે છે, એ માત્ર પોતાના પક્ષના ઉન્માદથી ગ્રસ્ત છે. માટી સ્વયં ઘટ નથી બની જતી, બીજ સ્વયં કોઠામાં અંકુરિત નથી થઈ જતો. કારણોના યોગથી જ કાર્ય થાય છે.”
કારણ બે પ્રકારના માનવામાં આવ્યા છે - (૧) ઉપાદાન અને (૨) નિમિત્ત. ઉપાદાનકારણ એ છે જે સ્વયં કાર્યરૂપમાં પરિણત થઈ જાય. જેમ કે માટી ઘટ માટે ઉપાદાન-કારણ છે, કારણ કે માટી જ ઘટ (ઘડો)ના રૂપમાં પરિણત થઈ જાય છે. નિમિત્ત-કારણ એ છે કે (૧૦૬) OOOOOOOOOOOOOOOX જિણધમો)