________________
૨૨
ઔપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ
સમ્યક્ત્વના ત્રણ, ચાર અને પાંચ ભેદ બતાવતા જે ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, સાસ્વાદન અને વેદક સમ્યક્ત્વની ચર્ચા કરી છે, તેનું સ્વરૂપ અહીં પ્રસ્તુત છે.
નિસર્ગ અને અધિગમ રૂપ બાહ્ય સામગ્રીની સાથે જ્યારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિઓ - આ સાત પ્રકૃતિઓના ક્ષયોપશમ, ક્ષય અથવા ઉપશમ-રૂપ અંતરંગ સામગ્રી મળે છે, ત્યારે સમ્યગ્દર્શન પેદા થાય છે. અર્થાત્ ઉક્ત પ્રકૃતિઓના ક્ષયોપશમાદિ સમ્યગ્દર્શનના અંતરંગ કારણ છે. ઉક્ત સાત પ્રકૃતિઓના ક્ષયોપશમ થવાથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, ઉપશમ થવાથી ઔપમિક સમ્યક્ત્વ અને ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
૧. ઔપશમિક સમ્યક્ત્વ : જેવી રીતે નદીમાં પડેલો પથ્થર પ્રવાહમાં વહેતા વિવિધ પ્રત્યાઘાતોથી અથડાઈ-ટકરાઈને ગોળમટોળ બની જાય છે, એવી રીતે જ સંસારી નદીમાં વહેતા વહેતા જીવ વિવિધ શારીરિક-માનસિક દુઃખોના આઘાતને સહન કરતા, ક્ષુધા-તૃષ્ણા શીત-તાપ આદિના દ્વારા અકામ-નિર્જરા કરતા કર્મ સ્થિતિને અલ્પ કરે છે, અને તેનાથી પ્રાપ્ત સામર્થ્ય દ્વારા તે યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કારણ કરીને અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શન-મોહની ત્રણ પ્રકૃતિઓને રાખથી ઢંકાયેલી અગ્નિના જેવી ઉપશાંત કરી દે છે. અર્થાત્ આ સાત પ્રકૃતિઓનો ઉદય રોકાઈ જાય છે, તે સત્તામાં બની રહે છે, પરંતુ પોતાનું ફળ આપતી નથી. આવી સ્થિતિમાં જે તત્ત્વ-રુચિ રૂપ પરિણામ પ્રગટ થાય છે તે ઔપમિક સમ્યક્ત્વ કહેવાય છે. જેમ વાદળાં પાતળાં પડવાથી સૂર્યનાં કિરણો પ્રગટ થાય છે, તેવી રીતે ઔપમિક સમ્યક્ત્વીના સત્યજ્ઞાન ઝળકવા લાગે છે. આ ઔપમિક સમ્યક્ત્વ અંતર્મુહૂર્ત કાળ સુધી જ રહે છે.
આ સમ્યક્ત્વ અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવને થાય છે અથવા ઉપશમ શ્રેણી પ્રતિપન્ન જીવને થાય છે. આ સમ્યક્ત્વ જીવને જઘન્ય એકવાર અને ઉત્કૃષ્ટ પાંચ વાર થાય છે એવી ધારણા છે.
૨. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ : ઉદયમાં આવેલ કર્મદલિકોનો ક્ષય કરી દેવો અને ઉદયમાં ન આવેલ કર્મદલિકોને ઉપશાંત કરી દેવાને ક્ષયોપશમ કહેવાય છે. અનંતાનુબંધી ચતુષ્ક અને મિથ્યાત્વ-મોહનીય આ પાંચ પ્રકૃતિઓને પાણીથી બુઝાયેલ આગની જેમ ક્ષય કરી દેવી અને મિશ્ર-મોહનીય તથા સમકિત-મોહનીયને રાખમાં ઢંકાયેલ અગ્નિની જેમ ક્ષય કરી દેવી અથવા છ પ્રકૃતિઓનો ક્ષય કરવો અને એક સમકિત-મોહનીયનો ઉપશમ કરવો અથવા ચાર પ્રકૃતિઓનો ક્ષય અને ત્રણનો ઉપશમ કરવા, આ રીતિથી જે તત્ત્વ-રુચિ રૂપ સમ્યગ્દર્શન પેદા થાય છે, તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ છે.
ઉપશમ સમ્યક્ત્વમાં ઉદય સર્વથા રોકાઈ જાય છે. ન રસોદય થાય છે અને ન પ્રદેશોદય. ક્ષયોપશમ સમ્યક્ત્વમાં મિથ્યાત્વ અને મિશ્ર-મોહનીયનો રસોદય તો હોતો નથી, પરંતુ
૧૧૪
જિણધમ્મો