________________
(૭) પુરુષ દૃષ્ટાંત ઃ કલ્પના કરો કે ત્રણ મનુષ્ય કોઈ ભયજનક રસ્તેથી પસાર થાય છે. સંધ્યાનો સમય થવાથી તેઓ એ રસ્તાને જલદીથી પાર કરવા ઇચ્છે છે, પરંતુ આની વચમાં તલવાર હાથમાં લઈ બે ચોર બંને બાજુથી આવીને એમને ઘેરીને લલકારે છે - “ઊભા રહો, ક્યાં જાવ છો? તમારું મૃત્યુ હવે સામે જ છે.” આવી એ ત્રણ પુરુષોમાંથી એક તો ચોરોને જોઈને જ ભાગી જાય છે. બીજી વ્યક્તિ એ ચોરોનો પડકાર સાંભળી અને હાથમાં તલવાર જોઈને ભયભીત થઈને ત્યાં જ રોકાઈ ગયો. ત્રીજી વ્યક્તિ સાહસિક હતી. એણે પોતાના પરાક્રમથી ચોરોને હરાવી દીધા અને એ ભયંકર માર્ગને પાર કરી લીધો. કર્મગ્રંથિક મતાનુસાર આચાર્ય ઉક્ત દષ્ટાંતનું ઉપનય કરતા કહે છે કે – એ ત્રણ પુરુષોના સમાન સંસારી જીવ છે. કર્મક્ષપણ રૂપ માર્ગ છે, ભયસમાન ગ્રંથિ છે, રાગ-દ્વેષ રૂપી બે ચોર છે. જે વ્યક્તિ ચોરોને જોતાં જ ભાગી ગયો તેના સમાન યથાપ્રવૃત્તિકરણ છે. જે ત્યાં સ્થિત રહ્યો તેના સમાન અપૂર્વકરણ છે અને જેણે ચોરોને પરાસ્ત કર્યા, પરંતુ ત્યાં સ્થિત રહ્યા, તેના સમાન ગ્રંથિદેશમાં વર્તમાન ભવ્ય અથવા અભવ્ય જીવ છે. તે ત્યાં સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી રહે છે, ત્યાં રોકાયા પછી તે ત્યાંથી પાછા ફરે છે. જે સાહસિક વીર આત્મા ગ્રંથિને ભેદીને આગળ વધી જાય છે તે અનિવૃત્તિકરણ દ્વારા સમ્યગુદર્શનને પ્રાપ્ત કરે છે. સમ્યગુદર્શન પ્રાપ્ત કર્યા પછી કેટલાક આત્માઓ તો વર્ધમાન પરિમાણયુક્ત થઈને શ્રાવકત્વ આદિને પ્રાપ્ત કરી લે છે. પરંતુ કેટલાક આત્માઓ એવા પણ હોય છે જે પરિણામોમાં હીનતા આવી જવાને કારણે ત્યાંથી પડી જાય છે.
જે આત્માઓ સમ્યગુદર્શન પ્રાપ્ત કર્યા પછી વર્ધમાન પરિણામવાળા હોય છે તે દેશવિરતિ-શ્રાવકત્વ આદિને પ્રાપ્ત કરે છે. જઘન્ય અપેક્ષાથી સમ્યગુદર્શન અને ચરિત્ર સાથે-સાથે પણ હોય છે. જેમ કે કહેવાયું છે કે - સમ્મત્ત ચરિતારું ગુમાવું, પુä વ સમ્પન્ન ?”
-ઉત્તરાધ્યયન, અ-૨૮, ગા-૨૯ સમ્યકત્વ અને ચારિત્ર સાથે પણ હોય છે અથવા પહેલા સમ્યકત્વ હોય છે અને પછી ચારિત્ર.
ઉત્કૃષ્ટ અપેક્ષાથી સમ્યકત્વપ્રાપ્તિની બાદ પલ્યોપમ પૃથકત્વ (બેથી નવ પલ્યોપમ) પછી જીવ દેશ વિરત શ્રાવક હોય છે. દેશવિરતિની પ્રાપ્તિના પશ્ચાત્ ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમ વીતવાથી સર્વવિરતિ રૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તત્પશ્ચાત્ ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમ વિતવાથી ઉપશમ શ્રેણીનો લાભ થાય છે. એનાથી આગળ ઉત્કૃષ્ટ સંખ્યય સાગરોપમ વિતવાથી ક્ષપક શ્રેણી પ્રાપ્ત થાય છે અને એ જ ભવમાં મોક્ષ થઈ જાય છે. આ સમ્યકત્વને નિરંતર કાયમ રાખતા દેવ અને મનુષ્ય ભવોથી વર્તમાન જીવની અપેક્ષાથી સમજવું જોઈએ અથવા અન્યતર શ્રેણીને છોડીને એક ભવમાં પણ આ બધા પ્રાપ્ત કરી શકે છે. એક ભવમાં બંને શ્રેણીઓ હોતી નથી, એક ભવમાં જ શ્રેણી હોય છે. કહેવાયું છે કે