________________
(૨) સુદેષ્ટ પરમાર્થ સેવન : જેમણે પરમાર્થને સારી રીતે જાણી લીધો છે એવા રત્નત્રયના ધારકની સેવા-ભક્તિ કરવી, એમની સત્સંગતિ કરવી, તેને સુદઢ પરમાર્થ સેવન નામનું દ્વિતીય શ્રદ્ધાન છે. જે પરમાર્થના જ્ઞાતા આચાર્ય-ઉપાધ્યાય - મુનિરાજ આદિ છે. એમની સેવા કરવાથી સમ્યકત્વની પ્રતીતિ અને પુષ્ટિ થાય છે. સંગતિથી વ્યક્તિને ઓળખી શકાય છે. વ્યક્તિ જે લોકોની સંગતિમાં રહે છે, તેનાથી તેની ઓળખાણ થઈ જાય છે. વિશિષ્ટ લોકોની સંગતિનો વિશેષ લાભ થાય છે. રાજા આદિની સંગતિ કરનારની ઋદ્ધિની પ્રાપ્તિ થાય છે. એવી રીતે જે પરમાર્થના જ્ઞાતાની સંગતિ કરે છે, તે પણ પરમાર્થના જ્ઞાતા બની જાય છે. સુદેષ્ટ પરમાર્થ સેવનથી સમ્યકત્વની પ્રતીતિ અને પુષ્ટિ થાય છે, તેથી આ દ્વિતીય સમ્યકત્વ શ્રદ્ધાન કહેવાય છે.
(૩) વ્યાપકૂવર્જન જેણે સમ્યકત્વનું વમન કર્યું છે અર્થાત્ મિથ્યાત્વ અંગીકાર કરી લીધો છે એવી દર્શનભ્રષ્ટ વ્યક્તિઓની સંગતિનો ત્યાગ કરવો, તે વ્યાપન્નવર્જન નામનું તૃતીય સમ્યકત્વ શ્રદ્ધાન છે. જે વ્યક્તિ પોતાના સમ્યકત્વની સુરક્ષા ઈચ્છે છે, તેઓએ સમ્યકત્વથી ભ્રષ્ટ વ્યક્તિઓના સંસર્ગથી બચવું જોઈએ. કારણ કે સામાન્ય મિથ્યાત્વીની અપેક્ષા સમ્યકત્વ ભ્રષ્ટ વ્યક્તિ વધુ ખતરનાક હોય છે. કારણ કે સમ્યકત્વથી ભ્રષ્ટ હોય છે, તે સમ્યકત્વી પુરુષો પર મિથ્યા દોષારોપણ કરે છે. તેની સંગતિ કરવાથી સમ્યકત્વની હાનિ થાય છે. તેથી સમ્યકત્વને સુરક્ષિત રાખવા માટે વ્યાપન્નવર્જન અર્થાત્ સમ્યકત્વ ભ્રષ્ટના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ, જે એની સંગતિનું વર્જન કરે છે, તેના સમ્યકત્વની પ્રતીતિ અને પુષ્ટિ થાય છે.
(૪) કુદર્શનવર્જન: અન્ય તીર્થિકોની સંગતિ ન કરવી કુદર્શન વર્જન છે. જેમ ખેતરની સુરક્ષા માટે વાડ આવશ્યક છે, તેવી રીતે સમ્યકત્વની સુરક્ષા માટે અન્ય તર્થિકોની સંગતિનો ત્યાગ આવશ્યક છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં પ્રભુ મહાવીરે સ્પષ્ટ ઉદ્ઘોષ કર્યો છે -
तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणा बालजणस्स दूरा । सज्झाय एगंत निसेवणा य सुत्तत्थ सं चिंतणया धिई य ॥
- ઉત્તરાધ્યાયન, અ-૩૨, ગા-૩ જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ બતાવતા કહેવાયું છે કે - “ગુરુ અને વૃદ્ધજનોની સેવા કરવી, બાળ-અજ્ઞાનજનોની સંગતિને છોડવી, સ્વાધ્યાય કરવા, એકાંતવાસ કરવો, સૂત્રાર્થનું ચિંતન કરવું અને પૈર્યપૂર્વક - દઢતા સાથે સંયમપાલન કરવું - આ જ્ઞાનપ્રાપ્તિનો ઉપાય છે. ઉક્ત ગાથામાં અજ્ઞાનીજનોની સંગતિ છોડવાનો નિર્દેશ આપ્યો છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છે કે - संसर्गजा दोषगुणा भवन्ति
- સુભાષિત રત્ન ખંડ મંજૂષા
(૧૩૪) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 ( જિણધમો