________________
સમ્યક્ત્વને સ્વયં સ્ફૂર્ત જ કહેવું શાસ્ત્ર વિરુદ્ધ વચન છે. શાસ્ત્રોમાં તો સમ્યક્ત્વને નિસર્ગ અને અધિગમના રૂપમાં પ્રતિપાદિત કરેલ છે. - માત્ર નિસર્ગ રૂપ જ નહિ. ‘તત્ત્વાર્થ સૂત્ર’ના સૂત્રકાર આચાર્ય શ્રી ઉમાસ્વાતિએ પણ ‘તન્નિસ વધિામાદા' સૂત્ર દ્વારા એ પણ પ્રતિપાદિત કર્યું છે અનેક પૂર્વાચારોએ તો એ પણ પ્રતિપાદિત કર્યું છે કે નિસર્ગજ સમ્યગ્દર્શનમાં ભલે જ કોઈ સાક્ષાત્ તાત્કાલિક કારણ દૃષ્ટિગોચર ન થાય, પરંતુ પૂર્વકાલિક સંસ્કાર તેમાં નિમિત્તભૂત થાય છે. જેમ કે દિગંબર આમ્નાયના મોક્ષશાસ્ત્રમાં આ સૂત્રનું વિવેચન કરતા લખાયું છે કે - “કોઈ જીવને આત્મજ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળવાથી તત્કાળ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે, તેને અધિગમજ કહે છે. અને જેને પૂર્વના સંસ્કારોથી થાય છે, તેને નિસર્ગજ કહે છે.” આ રીતે નિસર્ગજ પણ પૂર્વજન્મ સંસ્કારજનિત ક્ષયોપશમ નિમિત્તક જ હોય છે. આમાં અંતર તત્ક્ષણ અથવા દીર્ઘકાળનું હોય છે.
ઉક્ત સૂત્ર અને તેની વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે કે સમ્યક્ત્વ સ્વયં સ્ફૂર્ત જ થતું નથી, પરંતુ તે અધિગમજ પણ હોય છે. દૃષ્ટિ ન માત્ર સ્વતઃ ખૂલે છે, પરંતુ ખોલી પણ શકાય છે. બંધ ચક્ષુને ખોલવાને જ સમ્યક્ત્વ આપવાનું કહે છે. ગુરુજન પોતાના ઉપદેશ દ્વારા બંધ-દૃષ્ટિને ખોલવાનો જ પ્રયાસ કરે છે, તેમાં જ તેમના ઉપદેશની સાર્થકતા છે. તેથી કહેવાય છે કેअज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै सद्गुरवे नमः
અજ્ઞાનના અંધકારને અંધ વ્યક્તિઓની આંખોના જ્ઞાનરૂપી અંજનની શલાકાથી જેમણે ખોલ્યા છે એ સદ્ગુરુદેવને નમસ્કાર હો.
આ પ્રકારે ચક્ષુઓને ખોલવા જ તેમને સમ્યક્ દૃષ્ટિ આપવી છે. આ અભિપ્રાયથી આગમમાં અરિહંત ભગવાનને ‘અવુવાળ’ જ્ઞાનરૂપી ચક્ષુઓને આપનાર કહેવાયા છે. દૃષ્ટિ આપી નથી શકાતી, સ્વતઃ ખૂલે છે. આ કહેવાથી ‘વસ્તુયાળ’ પદનો કોઈ અર્થ રહેતો નથી. સમ્યક્ત્વના આદાન-પ્રદાનના નિષેધક ઉપાધ્યાય અમર મુનિજીએ ‘સામાયિક સૂત્ર’માં પૃષ્ઠ ૧૭૩ પર સમ્યક્ત્વ સૂત્ર અને ગુરુ વંદનનું વિવેચન કરતા સ્વયં લખ્યું છે . “સદ્ગુરુ જ અજ્ઞાન-અંધકારને દૂર કરી શકે છે, જીવનમંદિરમાં તે જ પ્રકાશમાન દીપક છે, જે લઈને જીવનની વિરાટ ઘાટીઓને પાર કરી શકાય છે. અસ્તુ, ગુરુ બનાવતા સમયે વિચાર કરો. જ્ઞાન અને ક્રિયાની ઊંચાઈને પારખો. ત્યાગ અને વૈરાગ્યનો જ્યોતિ-પ્રકાશ જુઓ. એવા ગુરુ જ સંસારસમુદ્રથી સ્વયં તરે છે અને બીજાને તારે છે.
‘શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તોત્ર’માં પણ કહેવાયું છે કે - “શિવપતરુવીનું વોધિવીન વાસ્તુ' અર્થાત્ મોક્ષપદરૂપી વૃક્ષના બીજરૂપ સમ્યક્ત્વ પ્રદાન કરે.
ઉક્ત અવતરણોથી સ્વયં સિદ્ધ થઈ જાય છે કે બોધિબીજ આપનાર ગુરુ હોય છે અને એની પસંદગી કરતા સમયે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. એનાથી એ પણ સિદ્ધ થાય છે કે બોધબીજ સમ્યક્ત્વ આપી - લઈ શકાય છે.
જિણધમ્મો
૧૩૨