________________
સંસર્ગથી દોષો અને ગુણોની પ્રાપ્તિ થાય છે. સારા ગુણીજનોના સંસર્ગથી ગુણોની પ્રાપ્તિ થાય છે, અને દુર્જનોની સંગતિથી દોષોની પ્રાપ્તિ થાય છે. ઊંચાઈ પર ચઢવા માટે શક્તિની આવશ્યકતા છે, પરંતુ નીચે ઊતરવામાં કોઈ કઠિનાઈ પડતી નથી. અનાદિકાલીન મલિન સંસ્કારોના કારણે વ્યક્તિ પતનની તરફ શીધ્ર ઢળી જાય છે, જ્યારે સારપની ઊંચાઈ પર ચઢવામાં પૂર્ણ આત્મબળ લગાવવું પડે છે. સરળતાથી ઢળી જવાની સંભાવનાને લક્ષ્યમાં રાખીને પૂર્વાચાર્યોએ આ શ્રદ્ધાન દ્વારા એક વાડ બનાવી દીધી છે, જેથી સમ્યક્ત્વી પોતાના સમ્યકત્વને સુરક્ષિત રાખી શકે. જ્યારે સમ્યકત્વી સ્વયં એટલો પુષ્ટ થઈ જાય છે કે અન્ય તીર્થીઓથી પ્રભાવિત થવાના બદલે એમને પોતાના તરફ પ્રભાવિત કરી શકે, તો પછી વિશિષ્ટ સ્થિતિમાં વાડની કોઈ અનિવાર્ય આવશ્યકતા સમજવી ન જોઈએ. જ્યાં સુધી પંખીની પાંખ મજબૂત હોતી નથી ત્યાં સુધી તેની સુરક્ષા માટે માળામાં રહેવું જરૂરી છે. જ્યારે પાંખ સુદઢ બની જાય છે, તો તે ઉન્મુક્ત વિચરણ કરી શકે છે. સર્વસાધારણ સભ્યત્વી જીવોને લક્ષ્યમાં રાખીને કુદર્શનવર્જનનું વિધાન કર્યું છે. આવા કુદર્શનવર્જનથી સમ્યત્વની પ્રતીતિ અને પુષ્ટિ થાય છે.
ત્રણ લિંગ આ ચાર સમ્યકત્વના શ્રદ્ધાન બતાવ્યા છે, જે સમ્યકત્વના સૂચક અને પોષક છે.
જેમ ધુમાડો જોઈને અગ્નિનું જ્ઞાન થાય છે અથવા ધજા જોઈને મંદિરનો બોધ થાય છે, તેવી રીતે જ ચિહ્નો દ્વારા સમ્યકત્વની ઓળખ થાય છે, તેને લિંગ (ચિહ્ન) કહેવાય છે. સમ્યકત્વની ઓળખવાળા ત્રણ લિંગ આ પ્રકારે છે -
सुस्सूस धम्मराओ, गुरुदेवाण जहा समाहीए ।
वेयावच्चे नियमो सम्मदिट्ठिस्स लिंगाइं ॥ (૧) શુશ્રુષા (૨) ધર્મરાગ અને (૩) ગુરુ તથા દેવની શક્તિ અનુસાર વૈયાવૃત્ય કરવાના નિયમ - આ ત્રણ સભ્યત્વીના ચિહ્ન છે.
(૧) શુશ્રુષા : ધર્મશ્રવણ કરવાની અભિલાષાને શુશ્રુષા કહેવાય છે. જે રીતે સંગીતશાસ્ત્ર-વેત્તા તરુણ સુમધુર સ્વરલહરીમાં ગાયેલાં ગીતોને ઉત્કંઠાપૂર્વક સાંભળે છે, તે રીતે સમ્યગુદૃષ્ટિ જીવ વીતરાગ પ્રવચનોને શ્રવણ કરવા માટે તત્પર રહે છે અને તલ્લીનતાની સાથે શ્રવણ કરે છે. સમ્યકત્વ હોવાથી જ શ્રતોને - શાસ્ત્રોને સાંભળવાની ઉત્કૃષ્ટ ઉત્કંઠા થાય છે, તેથી શુશ્રુષાને સમ્યકત્વ અથવા સમ્યકત્વનું લિંગ (ચિહ્ન) મનાય છે.
(૨) ધર્મરાગ : શ્રુત-ચારિત્રરૂપ ધર્મના પ્રતિ ગાઢ અનુરાગ રાખવો - સમ્યકત્વીના ચિહ્ન છે. જેમ કે ત્રણ દિવસની ક્ષુધાતુર વ્યક્તિ ખીર આદિ મનોજ્ઞ અને સ્વાદિષ્ટ ભોજનને પ્રાપ્ત કરીને તેને રુચિપૂર્વક આનંદિત થતા સેવન કરે છે, તેવી રીતે સમ્યગુષ્ટિ જીવ જિનવાણીનું શ્રવણ કરવા માટે લાલાયિત રહે છે અને જ્યારે તેને એવા સંયોગ મળે છે, તો પોતાના જીવનને ધન્ય માને છે. દૂ સમ્યક્ત્વના ૬૦ બોલD
૧૩૫