________________
ઔષધિઓથી સાફ કરવાથી એટલું શુદ્ધ થઈ જાય છે કે ખાનારને બિલકુલ નશો આવતો નથી, બીજો ભાગ અર્ધશુદ્ધ અને ત્રીજો ભાગ અશુદ્ધ રહી જાય છે. એ રીતે દ્વિતીય સ્થિતિગત મિથ્યાત્વ-મોહનીયના ત્રણ પુંજોમાંથી એક પુંજ એટલો શુદ્ધ થઈને જાય છે કે તેમાં સમ્યક્ત્વ ઘાતક રસ રહેતો નથી. બીજો પુંજ અડધો શુદ્ધ અને ત્રીજો અશુદ્ધ જ રહી જાય છે.
ઔપમિક સમ્યક્ત્વનો સમય પૂર્ણ થવાથી જીવના પરિણામાનુસાર ઉક્ત ત્રણ પુંજોમાંથી કોઈ એક અવશ્ય ઉદયમાં આવે છે. પરિણામોના શુદ્ધ રહેવાથી શુદ્ધ-પુંજ ઉદયમાં આવે છે, તેનાથી સમ્યક્ત્વનો ઘાત થતો નથી. તે સમય પ્રગટ થનાર સમ્યક્ત્વને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહે છે. જીવના પરિણામ અવિશુદ્ધ રહેવાથી બીજા પુંજનો ઉદય થાય છે અને જીવ મિશ્ર-દૃષ્ટિ કહેવાય છે. પરિણામોના અશુદ્ધ થવાથી અશુદ્ધ-પુંજનો ઉદય થાય છે, અને એ સમય જીવ પુનઃ મિથ્યા-દૃષ્ટિ થઈ જાય છે.
અંતર્મુહૂર્ત પ્રમાણ ઉપશાંતાદ્ધામાં જીવ શાંત-પ્રશાંત, સ્થિર અને આનંદમય થાય છે. જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકાઓ શેષ રહેવાથી કોઈ-કોઈ ઔપમિક સમ્યક્ત્વવાળા જીવના ચઢતાં પરિણામોમાં બાધા પડી જાય છે, તેની શાંતિ-ભંગ થઈ જાય છે. એ સમય અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી જીવ સમ્યક્ત્વ પરિણામને છોડીને મિથ્યાત્વની બાજુ ઝૂકી જાય છે, જ્યાં સુધી તે મિથ્યાત્વને પ્રાપ્ત કરતો નથી, અર્થાત્ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકા સુધી સાસ્વાદન સમ્યગ્દષ્ટિ કહેવાય છે. ઔપમિક સમ્યક્ત્વવાળો જીવ જ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ થઈ શકે છે, બીજો નહિ.
સમ્યગ્દર્શન-પ્રાપ્તિનાં બોધક દૃષ્ટાંત
ત્રણ કરણો દ્વારા સમ્યગ્દર્શન લાભની સ્થિતિને સુગમતાથી સમજાવવા માટે આચાર્યોએ આઠ ઉદાહરણ બતાવ્યા છે
नदी पहजर वत्थजल पिपलिया पुरिस कोहवा चेव । सम्मदंसणलंभे एते अट्ठ उ उदाहरणा ॥
પર્વતીય નદીના (૧) પથ્થર, (૨) પથ, (૩) જ્વર, (૪) વસ્ત્ર, (૫) જળ, (૬) પિપીલિકા (૭) પુરુષ અને (૮) કોદ્રવ - આ આઠ ઉદાહરણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિને સમજાવવામાં ઉપયોગી છે.
(૧) પર્વતીય નદીનો પથ્થર : યથાપ્રવૃત્તિકરણને સમજવા માટે પર્વતીય નદીના પથ્થરનું ઉદાહરણ છે. જેમ કે પર્વતીય નદીનો પથ્થર ચટ્ટાનથી ટકરાઈને તથા જળપ્રવાહના વેગથી આઘાત-પ્રત્યાઘાતને મેળવતા ગોળ બની જાય છે. આ રીતે યથાપ્રવૃત્તિ-કરણના પ્રભાવથી જીવ અનાભોગ દશામાં સુદીર્ઘ કર્મ સ્થિતિઓનો ક્ષય કરી નાખે છે અને ગ્રંથિ દેશ સુધી પહોંચી જાય છે.
(૨) પથનું દષ્ટાંત : જેમ કોઈ માર્ગ-ભૂલેલી વ્યક્તિ કોઈ માર્ગના જ્ઞાતાને પૂછીને ખરા માર્ગ પર આવે છે અને કોઈ સ્વયમેવ ઊહાપોહ કરીને ખરા માર્ગને જાણી લે છે.
૧૨૦
જિણધમ્મો