________________
સમય-સમયના અનંતગુણા ઘટાડતા-ઘટાડતા ક્રમથી ઉપર આવે છે, ત્યારે ક્ષયોપશમ-લબ્ધિ પ્રાપ્ત થાય છે.
(૨) આ ક્ષયોપશમ-લબ્ધિના પ્રતાપથી અશુભ કર્મના વિપાકોદય ઘટે છે. એમાં સંક્લેશ પરિણામની હાનિ થાય છે. શુદ્ધ પરિણામોની વૃદ્ધિ થાય છે. શુદ્ધ પરિણામોની વૃદ્ધિ થવાથી જીવના શાતાવેદનીય આદિ શુભ પ્રકૃતિઓના બંધ કરનાર ધર્માનુરાગરૂપ શુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે, તે વિશુદ્ધિ-લબ્ધિ છે.
(૩) આ વિશુદ્ધિ-લબ્ધિના પ્રભાવથી આચાર્યાદિની વાણી સાંભળવાની અભિલાષા જાગૃત થવી, તે દેશના-લબ્ધિ છે.
(૪) પૂર્વોક્ત ત્રણ લબ્ધિઓથી યુક્ત જીવ પ્રતિ સમય-વિશુદ્ધિ કરતા આયુકર્મના સિવાય સાત કર્મોની સ્થિતિને એક ક્રોડાકોડી સાગરોપમથી થોડા ઓછા કરે, ઘાતીકર્મના અનુભાગને, જે પર્વતના જેમ કઠિન છે, તેને કાષ્ઠ તથા લતારૂપ કરવાની તથા અઘાતિક કર્મોના અનુભાગને જે હળાહળ વિષના સમાન હતા, તેને નીમ તથા કાંજીની સમાન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે, તે પ્રયોગ-લબ્ધિ છે.
(૫) પ્રયોગ-લબ્ધિના પ્રથમ સમયથી લગાવીને પૂર્વોક્ત આયુવર્જિત સાત કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમથી થોડી ઓછી રાખી હતી, તેને પલ્યોપમના અસંખ્યાતામો ભાગ જેટલી ઓછી કરે, ત્યારે કરણ-લબ્ધિ પ્રાપ્ત થાય છે.
કરણોના સ્વરૂપ :
પ્રયત્ન-વિશેષ અથવા અધ્યવસાયને કરણ કહે છે. કરણ ત્રણ પ્રકારના છે - (૧) યથાપ્રવૃત્તિ-કરણ, (૨) અપૂર્વ-કરણ અને (૩) અનિવૃત્તિ-કરણ.
(૧) યથાપ્રવૃત્તિ-કરણ : જીવ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા વિવિધ દુઃખ ઉઠાવે છે. પર્વતીય નદીનો પથ્થર ગબડતો ગબડતો અહીં-તહીં ટક્કર ખાતો ગોળ અને ચીકણો બની જાય છે, તે રીતે જીવ પણ અનંત કાળથી દુ:ખ સહતા-સહતા કોમળ અને સ્નેહિલ બની જાય છે. તે પરિણામ-શુદ્ધિના કારણ જીવ આયુકર્મના સિવાય શેષ સાત કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ કમ એક ક્રોડાક્રોડી સાગરોપમ જેટલી ઓછી કરી દે છે. આ પરિણામ-વિશેષને યથાપ્રવૃત્તિ-કરણ કહે છે. આ કરણવાળો જીવ રાગદ્વેષની મજબૂત ગાંઠ સુધી પહોંચી જાય છે. તેને ભેદી શકતા નથી. આ પ્રક્રિયાને ગ્રંથિ દેશપ્રાપ્તિ પણ કહે છે. રાગદ્વેષની આ ગાંઠ દૃઢ અને ગૂઢ રેશમી ગાંઠના સમાન દુર્ભેદ્ય છે.
યથાપ્રવૃત્તિ-કરણ ભવ્ય અને અભવ્ય બંનેને થઈ શકે છે. અભવ્ય જીવ પણ કર્મોની સ્થિતિને અંતે ક્રોડાક્રોડી સાગરોપમ કરીને ગ્રંથિ દેશને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તેને ભેદી શકતા નથી.
(૨) અપૂર્વ-કરણ : ભવ્ય જીવ જે પરિણામથી રાગદ્વેષની દુર્ભેદ્ય ગ્રંથિને તોડીને ઓળંગી જાય છે એ અધ્યવસાયને અપૂર્વ-કરણ કહે છે. આ પ્રકારનો અધ્યવસાય જીવને પૂર્વમાં ક્યારેય પ્રાપ્ત થયા નથી, તેથી તેને અપૂર્વકરણ કહે છે. કદાચ જ આવા પરિણામ
૧૧૮
જિણધમ્મો