________________
આવે છે, વારંવાર નહિ. યથાપ્રવૃત્તિ-કરણ તો અભવ્ય જીવોને પણ અનંતવાર આવે છે, અપૂર્વકરણ તો ભવ્યોને જ હોય છે અને વધારે વાર આવતો નથી. આ દૃષ્ટિથી પણ આને અપૂર્વકરણ કહેવાય છે.
(3) અનિવૃત્તિ-કરણઃ અપૂર્વકરણ દ્વારા રાગ-દ્વેષની ગાંઠ તૂટવાથી જીવના પરિણામ અધિક શુદ્ધ હોય છે. તે સમય અનિવૃત્તિકરણ હોય છે. આ પરિણામને પ્રાપ્ત કર્યા વગર પાછા ફરતા નથી, તેથી તેનું નામ અનિવૃત્તિકરણ છે.
અનિવૃત્તિકરણની સ્થિતિ અંતર્મુહૂર્ત-પ્રમાણ છે. આ સ્થિતિમાં વીર્ય-સમુલ્લાસ-સામર્થ્ય પણ પૂર્વની અપેક્ષાએ વધી જાય છે.
અંતરકરણ : અનિવૃત્તિકરણની જે અંતર્મુહૂર્ત પ્રમાણ-સ્થિતિ બતાવી છે, તે સ્થિતિનો એક ભાગ શેષ રહેવાથી અંતરકરણની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. અર્થાત્ અનિવૃત્તિકરણના અંત સમયમાં મિથ્યાત્વ-મોહનીયના કર્મદલિકોને આગળ-પાછળ કરી દેવામાં આવે છે. કોઈ દલિકોને અનિવૃત્તિકરણના અંત સુધી ઉદયમાં આવનાર કર્મલિકોની સાથે કરી દેવામાં આવે છે અને કેટલાકને અંતર્મુહૂર્ત વિત્યા પછી ઉદયમાં આવનાર દલિકોની સાથે કરી દેવામાં આવે છે એથી અનિવૃત્તિકરણના પછી એક અંતર્મુહૂર્ત કાળ એવો થઈ જાય છે, જેમાં મિથ્યાત્વ-મોહનીયનો કોઈ દલિક રહેતો નથી, તેથી જેનો અબાધાકાળ પૂરો થઈ ચૂક્યો છે-એવા મિથ્યાત્વ કર્મના બે ભાગ થઈ જાય છે - એક ભાગ તે છે જે અનિવૃત્તિકરણના ચરમ સમય પર્યત ઉદયમાં રહે છે અને બીજું તે જે અનિવૃત્તિકરણના બાદ એક અંતર્મુહૂર્ત વીત્યા પછી ઉદયમાં આવે છે. એનાથી પહેલા વિભાગ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ અને બીજા વિભાગને મિથ્યાત્વની બીજી સ્થિતિ કહેવાય છે. અંતકરણ-ક્રિયાના શરૂ થવાથી અનિવૃત્તિકરણના અંત સુધી તો મિથ્યાત્વનો ઉદય રહે છે, પાછળ રહેતો નથી. કારણ એ સમય જે દલિકોના ઉદયની સંભાવના છે, તે બધા દલિક અંતરકરણની ક્રિયાથી આગળ અને પાછળ નાંખી દેવામાં આવે છે, જે પછી ઉદય આવવા યોગ્ય થાય છે.
અનિવૃત્તિકરણ કાળ વીતી ગયા પછી ઔપથમિક સમ્યકત્વના પ્રાપ્ત થતા જ જીવને આત્મિક સ્વરૂપની સ્પષ્ટ અને અસંદિગ્ધ પ્રતીતિ થવા લાગે છે. કારણ એ સમય મિથ્યાત્વમોહનીય કર્મના વિપાક અને પ્રદેશ બંને પ્રકારથી ઉદય થતો નથી. તેથી જીવનો સ્વાભાવિક સમ્યકત્વ-ગુણ વ્યક્ત થાય છે. મિથ્યાત્વ રૂપ મહાન રોગ હટી જવાથી જીવને એવો આનંદ આવે છે, જેમ કે કોઈ જૂના અને ભયંકર રોગીને સ્વસ્થ થવાથી. તે સમય તત્ત્વો પર દૃઢ શ્રદ્ધા થઈ જાય છે. ઔપશમિક સમ્યકત્વની સ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે, કારણ તેના પછી મિથ્યાત્વ-મોહનીયના પુદ્ગલ, જેને અંતરકરણના સમય અંતર્મુહૂર્તના પછી ઉદય થનાર બતાવેલ છે, અથવા ક્ષયોપશમ રૂપમાં પરિણત કરી દેવામાં આવે છે.
ઔપથમિક સમ્યકત્વના કાળને ઉપશાંતાદ્ધા કહે છે. ઉપશાંતાદ્ધાના પૂર્વ અર્થાત્ અંતરકરણના સમયમાં જીવ વિશુદ્ધ પરિણામથી દ્વિતીય સ્થિતિગત (પશમિક સમ્યકત્વના પછી ઉદયમાં આવનાર) મિથ્યાત્વ ત્રણ પુંજ કરે છે. જે પ્રકારે કોદ્રવધાન્યનો એક ભાગ K ઓપશમિકાદિ સમ્યકત્વોનાં સ્વરૂપ
૧૧૯)