________________
હોય તે શંકાનું સમાધાન પોતાનાથી વિશિષ્ટ જ્ઞાનીઓના વિચાર-વિમર્શથી કરી લેવું જોઈએ. જિજ્ઞાસા બુદ્ધિથી શંકા કરવી અનુચિત નથી, પરંતુ તેનું સમાધાન કરી લેવું જોઈએ. વિશિષ્ટ જ્ઞાનીઓના વિચાર-વિમર્શ પછી પણ જે વિષય સમજમાં ન આવે તો તેના વિષયમાં એ જ નિશ્ચય કરી લેવો જોઈએ કે અનંત જ્ઞાનીઓનું વચન સત્ય જ છે, ભલે આપણે પોતાની અલ્પ બુદ્ધિથી તેને સમજી ન શકીએ. યથાર્થ તત્ત્વ-શ્રદ્ધાનમાં સૌથી મોટી બાધા - શંકા અથવા સંશય દ્વારા ઉપસ્થિત હોય છે. સાધકને જ્યાં સુધી પોતાનું સાધ્ય અને સાધનોના પ્રતિ સંશય બની રહે છે, ત્યાં સુધી તે સાધનાના પથ પર ઉત્સાહપૂર્વક ચાલી શકતા નથી. એ વાતને “ગીતા'માં આ પ્રકાર કહી છે :
સંશયાત્મ વિનતિ” સંશયથી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. અધ્યાત્મ સાધકને પોતાના લક્ષ્ય અને તેનાં સાધનોના પ્રતિ અડગ અને નિઃશંક શ્રદ્ધા હોવી જોઈએ. તેથી કહેવાયું છે -
“શ્રદ્ધાવાન્ નમત્તે જ્ઞાનમ્” શ્રદ્ધાશીલ જ પરમ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે.
શાસ્ત્રમાં કહેવાયું છે કે - “ઘણા વિષય કેવલીગમ્ય અથવા શ્રદ્ધાગમ્ય હોય છે. તેમના વિષયમાં તર્ક કરવો ન જોઈએ. તર્કવાદથી પારના વિષયોને તર્કની કસોટી પર કસવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. આવું કરવાથી સાધક શ્રદ્ધાગમ્ય વિષયને બુદ્ધિગમ્ય તો કરી નહિ શકે, પરંતુ બુદ્ધિગમ્ય વિષય પણ છોડી દેશે, તેથી હેતુવાદમાં જ તર્કનો પ્રયોગ કરવો જોઈએ. અહેતુવાદને શ્રદ્ધાના બળ પર જ જાણી શકાય છે. જિનેશ્વર દેવે જે કથન કર્યું છે, તે સત્ય જ છે, એવી અડગ શ્રદ્ધા રાખવી એ સમ્યગ્દર્શનનો નિઃશંકિત આચાર છે.
(૨) નિઃકાંક્ષિત ઐહિક અથવા પારલૌકિક વિષય-સુખોની ઇચ્છા કરવી કાંક્ષા છે. અન્ય તીર્થકોની મહિમા-પૂજા, આડંબર તથા ભોગ-વિલાસોને જોઈને તેમની તરફ આકર્ષિત થઈ જવું અને તેનો સ્વીકાર કરવાની અભિલાષા કરવી કાંક્ષા-મોહનીય છે. સમ્યગ્દર્શન સંપન્ન વ્યક્તિ આ પ્રકારની આકાંક્ષા કરતી નથી. તે તો દ્રષ્ટાની સાથે એમ માને છે તે બધા વૈષયિક સુખ વિષના સમાન છે. તેનાથી જરા પણ આત્માનું કલ્યાણ થતું નથી. તે કોઈપણ પ્રકારના સાંસારિક મહિમા-પૂજા, ઢોંગ, આડંબરથી પ્રભાવિત થતી નથી. કારણ કે તે સમજે છે કે આ મહિમા-પૂજા વાસ્તવિક દૃષ્ટિથી આત્માના માટે રાગાત્મક હોવાથી બંધનરૂપ છે તેથી આત્મકલ્યાણના અભિલાષીએ સ્વયંની મહિમા-પૂજાની આકાંક્ષા હોવી ન જોઈએ અને ન તો બીજાની લૌકિક મહિમા-પૂજા થતી જોઈને પ્રભાવિત પણ થવું જોઈએ. વીતરાગ દેવે જે ધર્મ-તત્ત્વ પ્રરૂપિત કર્યો છે તે જ હિતકારી અને યથાર્થ છે. બાહ્ય ચમત્કારો કે આડંબરોથી આત્માનું કલ્યાણ થતું નથી. તે રીતે અરિહંતના માર્ગના પ્રતિ દેઢ નિષ્ઠા રાખતા અન્ય તીર્થકોના આડંબરોથી પ્રભાવિત થઈને એમને અંગીકાર કરવાની અભિલાષા ન કરવી નિઃકાંક્ષિત નામનો સમ્યકત્વનો આચાર છે. (ઓપશમિકાદિ સમ્યકત્વોનાં સ્વરૂપ છે. આ કારની ૧૨૫)