________________
આ પ્રકાર કોઈ જીવ તો આચાર્યાદિના ઉપદેશથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે અને કોઈ સ્વયમેવ જાતિસ્મર- ણાદિ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી લે છે. આચાર્યાદિના ઉપદેશથી થનાર સમ્યગ્દર્શન અધિગમ સમ્યગ્દર્શન છે. સ્વયમેવ થનાર સમ્યગ્દર્શન નિસર્ગ સમ્યગ્દર્શન છે.
(૩) જ્વરનું ઉદાહરણ : કોઈ જ્વર ઔષધિના નિમિત્તથી દૂર થાય છે, તો કોઈ જ્વર ઔષિધ લીધા વગર જ સ્થિતિ પાકવાથી દૂર થઈ જાય છે. એ રીતે કોઈ મિથ્યાત્વ આચાર્યાદિના ઉપદેશથી દૂર થાય છે અને કોઈ મિથ્યાત્વ સ્વયમેવ માર્ગાનુસારી તત્ત્વ પર્યાલોચનથી દૂર થાય છે. અહીં જ્વરતુલ્ય મિથ્યાદર્શન છે અને આચાર્યદિના ઉપદેશ ઔષધિ તુલ્ય છે. આ અધિગમ સમ્યગ્દર્શન છે, જે પહેલા ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ બને છે, તે અપૂર્વકરણના દ્વારા મિથ્યાત્વના દલિકોના ત્રણ પુંજ કરી લે છે. મિથ્યાત્વ અશુદ્ધપુંજ છે. મિશ્ર અશુદ્ધ-પુંજ છે અને સમ્યક્ત્વ શુદ્ધ-પુંજ છે. આ નિસર્ગ સમ્યગ્દર્શન છે.
(૪) વસ્ત્ર દૃષ્ટાંત ઃ જેમ કોઈ વસ્ત્ર મલિન થાય છે, કોઈ અલ્પશુદ્ધ હોય છે અને કોઈ શુદ્ધ હોય છે. આ રીતે દર્શન-મોહનીયના ત્રણ પ્રકૃતિઓના વિષયમાં જાણવું જોઈએ. જે દલિક-શુદ્ધ છે તે સમ્યક્ત્વ-મોહ છે, જે અલ્પ-શુદ્ધ છે તે મિશ્ર-મોહ છે અને જે મલિન છે તે મિથ્યાત્વ-મોહ છે.
(૫) જળનું ઉદાહરણ ઃ જેમ કોઈ જળ મલિન હોય છે, કોઈ અલ્પ-શુદ્ધ હોય છે અને કોઈ શુદ્ધ હોય છે, એ રીતે દર્શન-મોહની ત્રણ પ્રકૃતિના વિષયમાં જાણવું જોઈએ. શુદ્ધ જળની જેમ સમ્યક્ત્વ-મોહ અલ્પ-શુદ્ધ જળની જેમ મિશ્ર-મોહ અને અશુદ્ધ મલિન જળની જેમ મિથ્યાત્વ-મોહનીય જાણવું જોઈએ.
(૬) પિપીલિકા દૃષ્ટાંત ઃ અભવ્ય જીવ કેવી રીતે માર્ગમાં જ રોકાઈ જાય છે અને કેવી રીતે માર્ગમાંથી પડી જાય છે અને ભવ્ય જીવ કેવી રીતે ગ્રંથિ-ભેદ કરી આગળ વધે છે, તેને સમજાવવા પિપીલિકા અર્થાત્ કીડીઓનું ઉદાહરણ આપ્યું છે. જેમ કેટલીક કીડીઓ જેમ તેમ દરમાંથી નીકળીને અનાભોગથી અહીં-તહીં જવા લાગી. કોઈ કીડીઓ અપૂર્વ યત્ન કરી સ્થાણુ પર ચઢી ગઈ, એમાંથી ત્યાં સ્થાણુ પર રોકાઈ જાય છે, અને કેટલીક પાંખો હોવાથી આકાશમાં ઊડી જાય છે. અહીં કીડીઓના અનાભોગથી અહીં-તહીં જવાના સમાન યથાપ્રવૃત્તિકરણ છે. સ્થાણુ પર આરોહણના સમાન અપૂર્વકરણ છે અને ઉડ્ડયનના સમાન અનિવૃત્તિકરણ છે. ગ્રંથિ-દેશ સુધી પહોંચવું યથાપ્રવૃત્તિકરણ છે. ગ્રંથિનું ભેદન કરી દેવું અપૂર્વકરણ છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લેવું અનિવૃત્તિકરણની પૂર્ણતા છે. (આ કાર્મગ્રંથિક માન્યતા છે. સૈદ્ધાંતિક દૃષ્ટિથી અપૂર્વકરણની પછી જ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકે છે.) જેમ કે કેટલીક કીડીઓ પક્ષવિહીન થવાથી સ્થાણુ પર થોડા સમય રહીને નીચે ઊતરી જાય છે, તેવી રીતે કોઈ આત્મા મંદ અધ્યવસાયોના કારણો તીવ્ર વિશોધિ રહિત થવાથી અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ કરવા માટે ઉદ્યત થવા છતાં પણ રાગ-દ્વેષ પરિણામોના ઉછળી પડવાથી ત્યાં રોકાઈ જાય છે અને મિથ્યાત્વમાં પાછા ફરે છે.
ઔપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ
૧૨૧