________________
પ્રદેશોદય થાય છે. તથા સમકિત-મોહનીયનો રસોદય થાય છે. ક્ષયોપશમ સમ્યક્ત્વની સ્થિતિ ઉત્કૃષ્ટની અપેક્ષા ૬૬ સાગરોપમથી થોડીક અધિક છે. જીવને આવા સમ્યકત્વ અનેક વાર આવતા-જતા રહે છે.
3. ક્ષાયિક-સમ્યકત્વ : અનંતાનુબંધી (ચતુષ્ક) તથા દર્શન-મોહનીયના કુલ સાત પ્રકૃતિઓના સમૂળ ઉચ્છેદ કરવાથી ક્ષાયિક-સમ્યકત્વ પ્રગટ થાય છે. આ પૂર્ણ શુદ્ધ, નિર્મળ અને દોષરહિત હોય છે. આ આવ્યા પછી જતું નથી, તેથી આને સાદિ અનંત કહેવાય છે. ક્ષાયિક સમકિતવાળો જીવ ઉત્કૃષ્ટ ચોથા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.
૪. સાસ્વાદન સમ્યકત્વ ઉપશમ સમ્યકત્વથી પડતા પ્રાણી જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધીની મધ્યવર્તી સ્થિતિમાં જે સમકિતનો આસ્વાદન માત્ર રહી જાય છે, તે આસ્વાદન સમ્યકત્વ છે. જે રીતે ખીરનું ભોજન કર્યા પછી કોઈને ઊલટી થઈ જાય તો પણ થોડા સમય માટે ખીરનો સ્વાદ જીભ પર બનેલો રહે છે, તે રીતે ઉપશમાં સમ્યકત્વને વમન કરવાથી પણ જે કિંચિત્ માત્ર સમ્યકત્વનો અંશ રહે છે, તે સાસ્વાદન સમકિત કહેવાય છે. અથવા મહેલ કે વૃક્ષ પરથી પડતી વસ્તુ જ્યાં સુધી પૃથ્વીને સ્પર્શે નહિ ત્યાં સુધી જે સમ્યકત્વ હોય છે, તે સાસ્વાદન સમ્યકત્વ છે. આ સ્થિતિ જઘન્ય એક સમય અને અધિકથી અધિક છ આવલિકા પર્યત રહે છે. આ સ્થિતિ બીજા ગુણસ્થાનવર્તી જીવોની છે. ઉપશાંત કરેલ અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી જીવ સાસ્વાદન સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. સાસ્વાદન સમ્યકત્વનો કાળ પૂર્ણ થઈ જવાથી મિથ્યાત્વ-મોહનીયનો ઉદય થવાથી જીવ નિશ્ચિત રૂપથી પ્રથમ ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિ જઘન્ય એક વાર અને ઉત્કૃષ્ટ પાંચ વાર હોય છે એવી ધારણા છે.
૫. વેદક સમ્યકત્વ : ક્ષાયોપથમિક સમ્યકત્વથી આગળ વધવાથી અને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવાના પહેલાં અનંતાનુબંધી ચતુષ્ક તથા મિથ્યાત્વ અને મિશ્ર મોહનીયનો ક્ષય થવાથી સમકિત-મોહનીયનાં અંતિમ પગલોનો અનુભવ કરતા સમયે જે સમ્યકત્વ થાય છે, તે વેદક સમ્યકત્વ છે. આ સ્થિતિ કેવળ એક સમય સુધી રહે છે. તેના તત્કાળ બાદ ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ થઈ જાય છે. આ સમ્યકત્વ જીવને એક જ વાર પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન થઈ શકે છે કે – “ક્ષયોપશમ અને વેદકમાં શું અંતર છે?” કારણ કે બંને જ સમ્યકત્વ પુદ્ગલ પુંજ(સમકિત મોહ)નો અનુભવ કરે છે.
આનું સમાધાન એ છે કે – “વેદક સમ્યકત્વમાં સમકિત મોહનીય પુંજના અવશિષ્ટ બધાં પુગલોનો ચરમ અનુભવ થાય છે, જ્યારે ક્ષયોપશમ સમ્યત્વમાં ઉદિત કતિપય પુદ્ગલોનો અનુભવ થતો રહે છે. એટલો જ તફાવત એમાં સમજવો જોઈએ.
સમકિત-મોહનીયના સંબંધમાં આ પ્રકારની શંકા કરી શકાય કે જે સમકિત છે, તો મોહનીય કેવી અને મોહનીય છે, તો સમકિત કેવા? મિથ્યાત્વ તો મોહ છે, કારણ કે તે સમ્યગુદર્શનના આવારક છે, પરંતુ સમકિત કયા કારણસર મોહનીય કહી શકાય છે ? [ આપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ
૧૧૫)