________________
નિઃસંદેહ જિનોક્ત કથનને લોપવું, છુપાવવું કે અન્યથા નિરૂપણ કરવું ચોરી છે. પરંતુ એવી ચોરીનો સ્વયં અષ્ટ પ્રવચનના વ્યાખ્યાકાર કરી રહ્યા છે, જે જિનોક્ત વ્યવહારનયના અપલાપ કરીને જિનેશ્વર દેવના કથનનો લોપ અને અન્યથા નિરૂપણ કરી રહ્યા છે.
વીતરાગ દેવે તો વ્રત વગેરેનું માત્ર કથન જ નથી કર્યું પણ એનું આચરણ પણ કર્યું છે. એવા વ્રત વગેરે જે મોહકર્મના ક્ષય, ક્ષયોપશમ વગેરે ભાવોનું કારણ હોય છે, એમને રાગભાવમાં બતાવવો અનંત તીર્થંકરોની આજ્ઞાને લોપવી બરાબર છે અને વીતરાગ સ્વભાવની ચોરી કરવા સમાન છે.
ક્ષયોપશમાદિ ભાવોના કારણે થતા વ્રતોને રાગની સંજ્ઞા દેવી પ્રકાશને અંધકાર કહેવા સમાન છે. તીર્થંકર દેવોએ સ્વયં સાવધ યોગનો ત્યાગ કરીને મહાવ્રત વગેરે અંગીકાર કર્યા તથા વ્યવહાર ચારિત્રની શુદ્ધિ ઉત્તરોત્તર વધવાના ફળસ્વરૂપ યથાખ્યાત ચારિત્ર સંપન્ન થયા. સામાયિક વગેરે ચારિત્ર અંગીકાર કરતા જ યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે. આ ક્ષયોપશમાદિ ભાવના પરિણામ રૂપ વ્રતોને રાગધર્મ કહીને અશુદ્ધ તથા અભૂતાર્થ કહેવાય તો યથાખ્યાત ચારિત્રને પણ અશુદ્ધ તથા અભૂતાર્થ માનવું પડશે. આ રીતે જિનેશ્વર પ્રતિપાદિત વિષય પણ અભૂતાર્થ થઈ જશે, જે ભયંકર અનિષ્ટાપત્તિ થશે. (હશે.)
કદાચ એવું કહેવાય કે સુદેવ, સુગુરુ વગેરે પ્રત્યે રાગ છે, માટે અશુદ્ધ છે તો એવો રાગ દશમા ગુણસ્થાન સુધી આત્માની સાથે રહે છે. માટે છઠ્ઠા ગુણસ્થાનથી લઈને દશમા ગુણસ્થાન સુધીની બધી અવસ્થાઓ અભૂતાર્થ થઈ જશે. અભૂતાર્થ અશુદ્ધ છે અને એનાથી મોક્ષ સાધના થઈ શકવાની નથી. એવી સ્થિતિમાં આગળના ગુણસ્થાન કેવી રીતે પ્રાપ્ત થશે ? કેવી રીતે યથાખ્યાત ચારિત્રની સંપન્નતા સાથે કેવળજ્ઞાન પ્રાપ્ત થશે ?
આ કેવી વિચિત્ર વાત છે કે એક બાજુ તો વિશુદ્ધ નિશ્ચયનયની પ્રરૂપણા કરતા શુદ્ધ ક્ષાયિક સ્વભાવ આત્માને જ ધ્યાતવ્ય બતાવવામાં આવે છે અને બીજી બાજુ જડ પ્રતિમાના અંજનશલાકા વગેરે વ્યવહાર કરવામાં આવે છે. જો એકાંત નિશ્ચયનો એમને આગ્રહ છે તો ઉપદેશ આપવો, ગ્રંથ પ્રકાશિત કરાવવો, પ્રચારનાં માધ્યમોને અપનાવવાં અને વાહન વગેરેમાં યાત્રા કરવાનું શું પ્રયોજન હોઈ શકે છે ? કારણ કે નિશ્ચયનયની કોઈપણ વ્યક્તિ કોઈ બીજાનો કોઈપણ ઉપકાર કરી શકતી નથી ! શું સામંજસ્ય છે આમાં ?
નૂતનોત્પન્ન તથાકથિત અધ્યાત્મવાદી મહાશયનાં વચનો પરસ્પર કેટલા વિરોધી છે એનાં કેટલાંક ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે,
એક બાજુ તો એ દરેક જગ્યાએ કહે છે કે - “વ્યવહાર અભૂતાર્થ છે, મિથ્યા છે, ઉપચાર છે, અશુદ્ધ છે એના આશ્રયથી કિંચિત્ પણ લાભ નથી.’’ બીજી બાજુ તારણ સ્વામીના ‘જ્ઞાન સમુચ્ચય સાર’ની ગાથા ૩૨૧-૩૨૨ની વ્યાખ્યા કરતા અષ્ટપ્રવચનમાં તેઓ કહે છે -
૧૦૪
જિણધર્મો