________________
(૩) દીપક સમ્યક્ત્વ ઃ જેમ દીપક બીજાને પ્રકાશ આપે છે, પરંતુ એની નીચે (તળે) અંધારું રહે છે. આ રીતે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લે છે, પરંતુ સ્વયં સમ્યક્ત્વની શ્રદ્ધાથી વંચિત રહે છે એવા જીવને ઉપચારથી દીપક સમ્યક્ત્વવાળો કહ્યો છે. આ જીવ અંતરંગથી તો મિથ્યાર્દષ્ટિ કે અભવ્ય હોય છે, પરંતુ બહારથી એ જિનોક્ત ધર્મનું યથાર્થ પ્રરૂપણ કરે છે. એ ઉપદેશથી પ્રભાવિત થઈને બીજા જીવોને સમ્યક્ત્વનો લાભ થાય છે. એની યથાર્થ પ્રરૂપણા, બીજા જીવોના સમ્યક્ત્વનું કારણ હોય છે, માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને એ યથાર્થ પ્રરૂપણને દીપક સમ્યક્ત્વ કહેવાય છે.
બીજી વિવક્ષાથી સમ્યક્ત્વ ત્રણ પ્રકારનું કહેવાયું છે - (૧) ઔપશમિક, (૨) ક્ષાયિક અને (૩) ક્ષાયોપશમિક. આ ત્રણમાં સાસ્વાદન સમ્યક્ત્વની ગણના કરવાથી સમ્યક્ત્વના ચાર પ્રકાર થઈ જાય છે. ઉક્ત ચારમાં વેદક-સમ્યક્ત્વની ગણના કરવાથી પાંચ પ્રકારનું સમ્યક્ત્વ કહેવાય છે. ઉક્ત પાંચ ભેદોને નિસર્ગ અને અધિગમના ભેદથી પ્રત્યેકના બે-બે પ્રભેદ કરવાથી સમ્યક્ત્વના દસ ભેદ પણ કહેવાય છે, અથવા પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં નિસર્ગ- રુચિ, ઉપદેશ-રુચિ વગેરેના ભેદથી દસ પ્રકારની રુચિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એમની અપેક્ષાએ સમ્યક્ત્વના દસ ભેદ પણ કહેવાય છે.
દસ રુચિઓ
સિધ્રુવસરૂં, આાળા સફે સુત્ત-વીય-મેવ । अहिगम वित्थार रुई, किरिया संखेव धम्म रुई ॥
- ઉત્તરાધ્યયન, અ-૨૮, ગા-૧૬
૧. નિસર્ગ-રુચિ ૨. ઉપદેશ-ચિ ૩. આજ્ઞા-રુચિ ૪. સૂત્ર-રુચિ પ. બીજ-રુચિ ૬. અભિગમ-રુચિ ૭. વિસ્તાર-રુચિ ૮. ક્રિયા-રુચિ ૯. સંક્ષેપ-રુચિ ૧૦. ધર્મ-રુચિ - આ દસ પ્રકારની રુચિઓ છે.
૧. નિસર્ગ-રુચિ : ગુરુ આદિના ઉપદેશ વગર જ સમ્યક્ત્વના આવરણ કરનારી પ્રકૃતિઓનો ક્ષય, ક્ષયોપશમ અથવા ઉપશમ થઈ જવાથી જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, તે નિસર્ગ-રુચિ સમ્યક્ત્વ કહેવાય છે.
૨. ઉપદેશ-રુચિ : તીર્થંકરોના, કેવળજ્ઞાનીઓના અથવા મુનિઓ અથવા શ્રાવક આદિના ઉપદેશ-શ્રવણ કરવાથી જીવાદિ નવ પદાર્થોના યથાતથ્ય સ્વરૂપ સમજી લેવાથી ધર્મના પ્રતિ જે રુચિ જાગૃત થાય છે, તેને ઉપદેશ-રુચિ કહેવાય છે.
૩. આજ્ઞા-રુચિ : રાગ-દ્વેષાદિ દુર્ગુણોનો નાશ કરનારી આત્માને જ્ઞાનાદિ ગુણોમાં સ્થાપિત કરવાવાળી, અનંત ભવ-ભ્રમણનાં દુઃખોને મટાડનાર, મુક્તિમાર્ગમાં પ્રવૃત્ત કરનારી, જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું આરાધન કરવાની ઇચ્છા થવી, તે આશા-રુચિ છે.
દસ રુચિઓ
૧૧૧