________________
ઉપસંહારમાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે નિશ્ચય અને વ્યવહાર એક જ સિક્કાનાં બે પાસાં છે. જેમ કે બંને પાસાંઓના શુદ્ધ થવાથી (હોવાથી) જ સિક્કો શુદ્ધ કહેવાય છે, સારો મનાય છે. એમ જ નિશ્ચય અને વ્યવહાર બંને પક્ષોની શુદ્ધતા હોવાથી જ શુદ્ધ મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. સિક્કાના કોઈ એક પાસાને સમગ્ર સિક્કો માની લેવો મિથ્યા છે, એમ જ એકાંત નિશ્ચય કે વ્યવહારને સંપૂર્ણ મોક્ષમાર્ગ સમજી લેવો પણ મિથ્યા છે. યથાર્થમાં સત્ય એ છે કે નિશ્ચયનયનું અવલંબન લેતા-લેતા વ્યવહારને ન ભૂલી જવાય અને વ્યવહારને કરતા-કરતા નિશ્ચયને પોતાની દૃષ્ટિથી ઓજલ ન થવા દઈએ, એમાં જ રત્નત્રયની આરાધનાનો સાર છે.
જે રીતે સમુદ્રમાં બધી નદીઓ સમાવિષ્ટ થઈ જાય છે એમ જ સ્યાદ્વાદના સમુદ્રમાં બધી વિચારધારાઓનો સમાવેશ થઈ જાય છે. જેમ અલગ-અલગ નદીઓમાં જળધારાઓમાં સમુદ્ર નથી દેખાતો, એમ અલગ-અલગ એકપક્ષીય દૃષ્ટિમાં સત્ય નથી રહેતું. માટે સત્યના ગવેષકને પોતાની દૃષ્ટિ સ્યાદ્વાદમયી બનાવવી જોઈએ, ત્યારે જ સત્યના દર્શન થઈ શકશે, કહ્યું છે
-
उदधाविव सर्व सिन्धवः, समुदीर्णास्त्वयि नाय! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥
માટે વીતરાગી દેવની આજ્ઞા અનુસાર નિશ્ચય અને વ્યવહાર, ઉપાદાન અને નિમિત્તની યથાસ્થાન શ્રદ્ધા પ્રરૂપણા અને સ્પર્શના કરનારા ભવ્ય જન જ શાશ્વત તથા અનિર્વચનીય સુખ સ્વરૂપ સિદ્ધત્વને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે.
૨૦
સમ્યક્ત્વના ત્રણ ભેદ
આ રીતે નિશ્ચય અને વ્યવહારના રૂપમાં સમ્યક્ત્વના બે ભેદ બતાવ્યા છે. વિભિન્ન વિવક્ષાઓથી સમ્યક્ત્વના ત્રણ-ત્રણ ભેદ પણ થાય છે. એક વિવક્ષા અનુસાર સમ્યક્ત્વના ત્રણ ભેદ છે - (૧) કારક, (૨) રોચક અને (૩) દીપક.
(૧) કારક સમ્યક્ત્વ ઃ જે સમ્યક્ત્વના હોવાથી આત્મા સદનુષ્ઠાનમાં શ્રદ્ધા કરે છે અને સમ્યક્ પ્રકારથી સદનુષ્ઠાનનું આચરણ કરે છે તથા સમ્યક્ત્વ સદનુષ્ઠાનને કરાવે છે, એ કારક સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યક્ત્વ મુખ્યત્વે સાધુઓના હોય છે.
(૨) રોચક સમ્યક્ત્વ : ચોથા ગુણસ્થાનવર્તી જીવ, જે શ્રેણિક મહારાજ અને કૃષ્ણવાસુદેવની જેમ જિન પ્રરૂપિત ધર્મની પ્રત્યે દ્રઢ શ્રદ્ધાશીલ હોય છે, તન-મન-ધનથી જિન શાસનની ઉત્પત્તિ કરે છે, જે ધર્મના ઉદ્યોતમાં આનંદ માને છે, જે વ્રત-પ્રત્યાખ્યાન કરવા પ્રત્યે ઉત્સુક તો હોય છે, પરંતુ અપ્રત્યાખ્યાનાવરણીય કર્મોદયથી એક નવકા૨સી તપ પણ નથી કરી શકતા, એમનું સમ્યક્ત્વ રોચક સમ્યક્ત્વ કહેવાય છે.
૧૧૦
જિણઘો