________________
જે સ્વયં તો કાર્યરૂપમાં પરિણત નથી થતા, પણ કાર્ય નિષ્પત્તિમાં અનિવાર્ય રૂપથી સહાયક હોય, જેમ કે ઘટ(ઘડો)ના નિર્માણમાં કુંભાર, ચાકડો, દંડ (લાકડી) વગેરે.
એકાંત ઉપાદાનના પક્ષધર કહે છે કે - “ઉપાદાનના સિવાય અન્ય કોઈ કારણ નથી માની શકાતા.’' કારણ એ જ માની શકાય છે, જેના વગર કાર્ય થાય જ નહિ, માટી વગર ઘડો બની જ શકતો નથી, માટે માટી જ ઘડાનું કારણ કહી શકાય છે. જો નિમિત્તોને પણ કારણ માનવામાં આવે તો કારણોની પરંપરાનો ક્યાંય અંત જ નહિ થાય. માટે ઉપાદાનને જ કારણ માનવું જોઈએ, નિમિત્તને નહિ.
ઉક્ત ધારણા એકાંતવાદથી ગ્રસિત હોવાથી મિથ્યા છે. એકાંત ઉપાદાનને જ માનવું દુર્નય છે. જો માત્ર ઉપાદાન જ કારણ છે તો માટી સ્વયં ઘટ કેમ નથી બની જતી ? ઉપાદાન તો હંમેશાં વિદ્યમાન રહે છે, એનાથી સતત કાર્યની ઉત્પત્તિ થતી રહેવી જોઈએ. માટી સતત ઘટને પેદા કરતી રહેવી જોઈએ, કારણ કે સમર્થ કારણની વિદ્યમાનતામાં કાર્ય થાય જ છે. જો સમર્થ કારણની વિદ્યમાનતામાં કાર્ય ન હોય તો એ એનું કારણ નથી માની શકાતું. કોઠામાં ભરેલું બીજ હંમેશાં અંકુરને પેદા કરતું રહેવું જોઈએ, કારણ કે એ ઉપાદાન-કારણ છે, એનાથી સતત કાર્ય થવું જ જોઈએ. પરંતુ એવું થતું નથી. માટીથી ઘટ (ઘડો) ત્યારે જ બને છે જ્યારે એને નિમિત્ત કારણોની સામગ્રી મળે. કુંભાર રૂપ કર્તા અને દંડ-ચક્ર વગેરે સાધનોના હોવાથી જ ઘટનું નિર્માણ થાય છે. માટીમાંથી ઘડો સ્વયં પેદા થતો નથી. બીજ ત્યારે જ અંકુરને પેદા કરે છે, જ્યારે એને પૃથ્વી, પાણી, પવન, પ્રકાશ વગેરે સાધનોના સાથે ખેડૂત વાવે છે.
આત્મારૂપી ઉપાદાન હંમેશાં વિદ્યમાન છે, તો એનાથી સ્વયમેવ સિદ્ધત્વની નિષ્પત્તિ થઈ જવી જોઈએ. એ રત્નત્રય વગેરેના પુરુષાર્થની અપેક્ષા કેમ રાખે છે ? માટે માત્ર ઉપાદાનને જ કારણ માનવું દુર્નય હોવાથી દુરાગ્રહ માત્ર છે.
જો એકાંત નિમિત્તવાદી, નિમિત્તને જ કાર્યના નિષ્પાદક માને અને ઉપાદાનની ઉપેક્ષા કરે તો એ પણ દુર્નય હોવાથી મિથ્યા છે. સેંકડો-હજારો નિમિત્ત કારણોના સમ્મિલિત થવાથી પણ ઉપાદાન વગર કાર્ય નિષ્પત્તિ નથી થઈ શકતી. માટી વગર ઘડો બની જ નથી શકતો, ચાહે સેંકડો (અનેક) કુંભાર, અનેક ચક્ર-દંડ વગેરે એકત્રિત થઈ જાય. હજારો ખેડૂત અને વિપુલ પાણી, પૃથ્વી, પવન, પ્રકાશ વગેરેના હોવા છતાંય બીજના અભાવમાં અંકુર પેદા નથી થઈ શકતું. ઉપાદાનના અભાવમાં નિમિત્ત નિરર્થક હોય છે. માટે નિષ્કર્ષ એ છે કે ઉપાદાન અને નિમિત્ત બંને મળીને કાર્યના નિષ્પાદક છે. સ્વતંત્ર રૂપથી ન ઉપાદાન કાર્ય નિષ્પાદક છે અને ન નિમિત્ત. ઉપાદાનના અભાવમાં નિમિત્ત નિરર્થક છે અને નિમિત્તના અભાવમાં ઉપાદાન અનુપયોગી છે. ઉપાદાન અને નિમિત્તનો સમન્વિત સહયોગ જ કાર્યકારી હોય છે.
જિનેશ્વર દેવના શાસનમાં અનેકાંતની મુદ્રા અનુલ્લંઘનીય છે. માટે નિશ્ચય અને વ્યવહાર, ઉપાદાન અને નિમિત્ત, દ્રવ્ય અને પર્યાય, સામાન્ય અને વિશેષ, ઉત્સર્ગ અને અપવાદ વગેરેમાં દ્રવ્યનો પરસ્પર પ્રભાવ
૧૦