________________
આગમમાં કહ્યું છે .
“વા નવભવો નીવે” - ભગવતી શતક-૨, ઉ.-૧૦
“ીવો વોન+g” - ઉત્તરાધ્યયન, એ.-૨૮, ગા.-૧૦ ચેતના આત્માનો મુખ્ય ગુણ છે. આ મુખ્ય ગુણ એનાથી ક્યારેય પૃથક (અલગ) નથી થઈ શકતો. જેમાં અગ્નિનો ગુણ ઉષ્ણતા કે પ્રકાશકતા એનાથી કોઈપણ સ્થિતિમાં અલગ નથી થઈ શકતો એમ જ આત્માનો ચેતના-ગુણ ક્યારેય એનાથી અલગ નથી થઈ શકતો. સૂર્યનો પ્રકાશ સૂર્યથી અલગ નથી થઈ શકતો. એના પર ભલે ગમે તેટલા ઘેરા મેઘોનું આવરણ આવી જાય, એની પ્રકાશકતા ન્યૂનાધિક રૂપમાં બની રહે છે - જેનાથી દિવસરાતનું અંતર દષ્ટિગોચર થાય છે. આ રીતે જીવનું ચૈતન્ય સ્વરૂપ ચાહે જેટલું જ્ઞાનાવરણીયાદિ કમથી આવૃત્ત થઈ જાય, એનો કોઈ ને કોઈ અંશ ખુલ્લો જ રહે છે, જેના કારણે જીવઅજીવનો ભેદ થાય છે. આ જીવ તત્ત્વ જ આધ્યાત્મિક જગતના રંગમંચનું મુખ્ય પાત્ર છે. એ જ વિભાવમાં પરિણત થઈને જડ કર્મોથી બંધાય છે અને એ જ પોતાના પુરુષાર્થ દ્વારા મુકત થાય છે. અજીવ :
જીવ તત્ત્વનો પ્રતિપક્ષી અજીવ તત્ત્વ છે. એમાં ચેતના શક્તિનો સર્વથા અભાવ છે. જેટલા પણ ચેતના રહિત પદાર્થ છે તે બધા અજીવ તત્ત્વમાં છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ - એ ચાર અરૂપી અજીવ છે અને પુગલરૂપી અજીવ છે. કર્મ પૌગલિક છે. આ પૌગલિક કર્મોની સાથે સંસર્ગ અને સંબંધના કારણે જીવ બંધન દશાને પ્રાપ્ત કરે છે અને એમના સાથે સંપૂર્ણ સંબંધ-
વિચ્છેદ કરવાથી એ મુક્ત થાય છે. પુય :
આત્મા કર્મોથી સંબદ્ધ હોય છે જેના ફળસ્વરૂપ એને સારું કે ખરાબ, શુભ કે અશુભ ફળ પ્રાપ્ત થાય છે. જે કર્મોનું શુભ ફળ હોય છે અને જેના કારણે આત્મા શુભ ફળને ભોગવે. એ પુણ્ય તત્ત્વ છે. પાપ :
જે કર્મોનું અશુભ ફળ હોય છે અને જેના કારણે આત્મા અશુભ ફળ ભોગવે છે, એ પાપ તત્ત્વ છે. આસ્રવ :
વિભાવ પરિણત આત્મા જે સ્ત્રોતોથી કર્મને એકત્રિત કરે છે, તે સ્ત્રોત આસ્રવ છે. જેમ તળાવમાં અલગ-અલગ નાળાથી આવીને પાણી એકત્રિત થઈ જાય છે, તે નાળા લોકદૃષ્ટિથી આસ્રવ કહેવાય છે. એમ જ આત્મારૂપી તળાવમાં જે વૃત્તિઓરૂપી નાળાના માધ્યમથી કર્મરૂપી પાણી એકત્રિત થઈ જાય છે, તે બધી વૃત્તિઓ આસ્રવ છે. (૮૨ ક
રો તમ જિણધમો)