________________
તત્ત્વદર્શી જિનવરોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. પ્રસ્તુત ગાથામાં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ - આ ચારને મોક્ષમાર્ગ કહ્યા છે. એ ચારેય શ્રુત અને ચારિત્ર ધર્મમાં આવી જાય છે. જ્ઞાન તથા દર્શન શ્રુતના અંદર છે તથા ચારિત્ર અને તપ, ચારિત્રના અંતર્ગત આવી જાય છે.
આ જ ગાથાની ટીકામાં તપના વિષયમાં લખ્યું છે
તપો બ્રાહ્મામ્યન્તર મેવમિત્ર યવચનાનુસાર તરેવોપાનીયતે ' બાહ્ય અને આપ્યંતરના ભેદથી યુક્ત અર્હન્તના વચનાનુસાર જે તપ છે, એને જ અહીં ગ્રહણ કરવામાં આવ્યા છે. અજ્ઞાનયુક્ત તપને મુક્તિનો માર્ગ નથી કહ્યો. વીતરાગની આજ્ઞાનુસાર કરવામાં આવતું તપ, ચારિત્રનો જ ભેદ છે, છતાં કર્મક્ષય કરવામાં આ સૌથી પ્રધાન છે, આ બતાવવા માટે પ્રસ્તુત ગાથામાં તપને ચારિત્રથી અલગ કહ્યો છે.
આ આગમિક ઉદ્ધરણોથી સ્પષ્ટ થઈ જાય છે કે શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મમાં જ સમસ્ત મોક્ષમાર્ગનો અને વીતરાગની આજ્ઞાનો સમાવેશ થઈ જાય છે. જે વિષય વીતરાગ પ્રરૂપિત શ્રુત અને ચારિત્રધર્મમાં સમાવિષ્ટ નથી થઈ શક્યા કે જેને શ્રુત કે ચારિત્રધર્મ ન કહી શકાય એ વીતરાગની આજ્ઞા આરાધનરૂપ ધર્મ નથી. મિથ્યાર્દષ્ટિ દ્વારા કરવામાં આવતી ક્રિયા ન શ્રુતધર્મમાં છે કે ન ચારિત્રધર્મમાં, માટે એ વીતરાગ દેવની આજ્ઞાથી બહાર છે.
‘સ્થાનાંગ સૂત્ર’માં વિદ્યા અને ચારિત્ર દ્વારા સંસારસાગરથી પાર થવું કહ્યું છે. એ વિદ્યા અને ચારિત્ર પણ શ્રુત અને ચારિત્ર ધર્મ જ છે, એમાં પૃથક્ નથી, એ પાઠ આ પ્રકાર છે - 'दोहिं ठाणेहिं सम्पन्ने अणगारे अणादियं अणवयग्गं दीहमद्धं चाउरंतं संसारकंतारं वीइवएज्जा तंजहा - विज्जाए चेव चरणेणं चेव ।'
સ્થાનાંગ સૂત્ર. ૨-૧-૬૩
બે સ્થાનોથી સંપન્ન અણગાર ચાર ગતિ રૂપ અનાદિ અનંત દીર્ઘ સંસાર-અટવીને પાર કરી લે છે. તે બે સ્થાન છે - (૧) વિદ્યાજ્ઞાન અને (૨) ચારિત્ર. અહીં વિદ્યાથી જ્ઞાન અને દર્શનનો અર્થ ગ્રહણ કરવામાં આવ્યો છે અને સમ્યગ્દર્શન તથા જ્ઞાન શ્રુત કહેવાય છે તથા ‘ચરણ’ શબ્દથી સમ્યક્ચારિત્ર અને તપનો અર્થ ગ્રહણ કરવામાં આવ્યો છે. આ રીતે શ્રુત અને ચારિત્ર જ ધર્મના બે પ્રકાર સિદ્ધ થાય છે. એ શ્રુત અને ચારિત્ર ધર્મ મિથ્યાર્દષ્ટિઓ તથા અજ્ઞાનીઓમાં નથી હોતા, માટે તેઓ મોક્ષમાર્ગના આરાધક નથી થતા. સમ્યગ્દષ્ટિ જ વીતરાગના આજ્ઞારૂપ મોક્ષમાર્ગના આરાધક છે.
ધર્મના બે પ્રકાર- શ્રુત અને ચારિત્ર
८७