________________
'जावइया वयणपहा तावइया हुंति नयवाया ।' જેટલા વચન-પ્રકાર સંભવ થઈ શકે છે એટલા જ નય હોય છે. અનંત ધર્માત્મક વસ્તુના કોઈ એક સભૂત ધર્મને લઈને જ વિચારણા પ્રસ્તુત કરવામાં આવે છે એ નય છે. પ્રમાણપ્રતિપન્ન વસ્તુના અનંત ધર્મોથી એક ધર્મને - એક અંશને ગ્રહણ કરનારું જ્ઞાન નય કહેવાય છે. અલગ-અલગ અંશ મળીને જ વસ્તુનું સમગ્ર સ્વરૂપ બને છે. આ સમગ્રતાને વિષય કરનાર જ્ઞાન પ્રમાણ કહેવાય છે. સમુદ્ર અસંખ્ય બિંદુઓનો સમુદાય છે. એને અભેદ વિવેક્ષાથી ગ્રહણ કરનાર જ્ઞાન પ્રમાણ છે, જ્યારે એના એક-એક સભૂત અંશને વિષય કરનાર જ્ઞાન નય છે. જેનદર્શનમાં પ્રમાણ અને નયો દ્વારા વસ્તુ તત્ત્વની વિચારણા કરવામાં આવે છે, જે પોતાનામાં એક વિલક્ષણ અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
વસ્તુના વિભિન્ન અંશ છે, માટે એના નિરૂપક નય પણ વિભિન્ન અંશને ગ્રહણ કરે છે અલગ-અલગ નય વસ્તુના અલગ-અલગ અંશને ગ્રહણ કરે છે. એવી દશામાં વસ્તુની વાસ્તવિક સ્થિતિના વિષયમાં કોઈ નિર્ણય નથી થઈ શકતો. કયો એક અંશ વસ્તુનું સાચું
સ્વરૂપ છે, એ કહેવું મુશ્કેલ થઈ જાય છે. બધા નયોની અલગ-અલગ દૃષ્ટિ છે. આ સંબંધમાં જૈનોની નય પદ્ધતિ કહે છે કે પ્રત્યેક નય પોત-પોતાના સ્થાન પર સાચું છે, પરંતુ એના માટે અનિવાર્ય શરત એ છે કે એ કોઈ બીજા નયનો નિષેધ ના કરે નયની સીમા પોતાના અંશ સુધી જ સીમિત છે. જ્યારે એ આ સીમાને ઓળંગીને બીજા નયના નિષેધ કે અપલાપ કરવા લાગે છે ત્યારે એ દુર્નય બની જાય છે, મિથ્યાનય કે નયાભાસ થઈ જાય છે.
જે પ્રકારે શરીરના પૃથક પૃથક અવયવ પોત-પોતાનું મહત્ત્વ રાખે છે અને પોતાની સીમામાં કામ કરતાં એ શરીર માટે ઉપયોગી તથા હિતકારી હોય છે. જો એ અવયવ બીજા અવયવનો વિરોધ કરવા લાગે છે તો શરીરની સ્થિતિ બગડી જાય છે. આ જ રીતે નય પણ
જ્યાં સુધી પોતાની સીમામાં છે ત્યાં સુધી સુનય છે અને જ્યારે તે સીમાથી બહાર જઈને બીજાનો વિરોધ કરે છે તો દુર્નયની કોટિમાં પહોંચી જાય છે.
નય વિચારણામાં આ વાત સર્વાધિક મહત્ત્વપૂર્ણ છે કે કોઈ નય બીજા નયનો અપલાપ કે વિરોધ ના કરે. બધા નય સ્વ-સ્થાનમાં શુદ્ધ છે. અસંખ્ય પ્રકાર હોય છે, છતાં એમનું થોડું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમ કે - જ્ઞાનનય અને ક્રિયાનય, દ્રવ્યનય અને પર્યાયનય, નિશ્ચયનય અને વ્યવહારનય, સામાન્યનય અને વિશેષનય વગેરે. અન્ય અપેક્ષાથી બધા નયોનો સમાવેશ સાત નયોમાં કરવામાં આવ્યો છે. એ છે - (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ તથા (૭) ભૂત. એમનો વિસ્તાર સમ્યગુજ્ઞાનના પ્રકરણમાં કરવામાં આવશે.
અહીં મુખ્ય રૂપથી નિશ્ચય અને વ્યવહાર નય ઉપર પ્રકાશ નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે -
(૯૨) 00 00 0 0 0 0 0 0 0 0 0 જિણધમો )