________________
जिनोक्त शुद्ध सम्यक्त्वं साध्यं भव्य लोक यं । तस्यास्ति गुण निरूपं च शुद्ध साध्यं बुधैर्जनैः ॥
શ્રી જિનેન્દ્ર ભગવાન દ્વારા કથિત નિર્દોષ શુદ્ધ સમ્યગ્દર્શન ભવ્ય જીવોએ સાધવા યોગ્ય છે. અનંત ગુણોની ખાણરૂપ જે આત્મ સ્વભાવ છે એ સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં દેખાય છે. શુદ્ધ સમ્યક્ત્વ તથા આત્માનું શુદ્ધ સ્વભાવ બુધ-જનો દ્વારા સાધ્ય છે.
શ્રી તારણ સ્વામીના ઉક્ત કથનમાં ક્યાંય નિશ્ચય કે વ્યવહાર સમ્યક્ત્વનો નિર્દેશ નથી. સ્પષ્ટતઃ અહીં માત્ર સમ્યગ્દર્શનનો મહિમા બતાવ્યો છે.
કેટલાક તથા કથિત અધ્યાત્મવાદી ‘જ્ઞાન સમુચ્ચય સાર’ની ઉક્ત ગાથાની વ્યાખ્યા કરતા એમાં એકાંત નિશ્ચયનય સંબંધી પોતાની મિથ્યા ધારણાનો પુટ (ભાગ) લગાવી દે છે. જ્યારે મૂળ પાઠમાં એવું ક્યાંય નથી.
ઉપરની ગાથાઓમાં સમ્યગ્દર્શનને સાધ્ય કહેવાયું છે. સાધ્યની સિદ્ધિ માટે સાધનની આવશ્યકતા હોય છે, સમ્યગ્દર્શન રૂપ કાર્યની સિદ્ધિ માટે સમર્થ કારણ સામગ્રીની આવશ્યકતા હોય છે. એ સમર્થ કારણ સામગ્રી શુદ્ધ કાર્ય હેતુ હોવાથી અશુદ્ધ નથી કહી શકાતી. જે સમર્થ કારણોથી સમ્યગ્દર્શન પેદા થાય છે, એ કારણો સમ્યક્ત્વી પ્રાપ્તિમાં સહાયભૂત હોવાથી અશુદ્ધ નથી, શુદ્ધ જ છે.
અહીં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જિનેન્દ્ર ભગવાન દ્વારા જ વ્યવહાર સમ્યક્ત્વ મોક્ષમાર્ગના રૂપમાં પ્રરૂપિત થયું છે. વ્યવહાર સમ્યક્ત્વ પણ જિનોક્ત હોવાથી ઉપાદેય છે. આ કહેવાઈ ગયું છે કે - ‘જો વ્યવહારનું ઉત્થાન કરી દેવામાં તો તીર્થના ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તીર્થ જ વિચ્છિન્ન થઈ ગયો તો શેષ શું રહેશે ?'
વીતરાગ પરમાત્મા દ્વારા પ્રરૂપિત સમ્યક્ત્વ રાગ કે ઉદય ભાવ રૂપ નથી પરંતુ એ સમ્યક્ત્વ ક્ષાયિક, ક્ષયોપશમિક અને ઔપમિક રૂપ આત્માનો સ્વભાવ છે. આ ભાવોને જીવનું સ્વતત્ત્વ કહેવાય છે. યથા
औपशमिक - क्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्व
मौदयिकपारिणामिकौ च ।
-
તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય-૨, સૂ-૧ જીવમાં પાંચ ભાવ જોવા મળે છે - (૧) ઔપશમિક, (૨) ક્ષાયિક, (૩) ક્ષાયોપશમિક, (૪) ઔયિક અને (૫) પરિણાર્મિક. આ પાંચે ભાવ જીવનું સ્વતત્ત્વ છે, સ્વરૂપ છે. આ પાંચ ભાવ જીવમાં જ મળે છે. આ પાંચ ભાવોમાં નિગોદથી લઈને સિદ્ધ સુધીની બધી અવસ્થાઓનો સમાવેશ છે. એ ભાવજીવની અવસ્થાઓના સૂચક છે. માટે એ ભાવજીવના સ્વતત્ત્વ કહેવાય છે. માટે ઔપશમિક ક્ષયોપશમિક કે ક્ષાયિક ભાવના અંતર્ગત આવવાના કારણે વ્યવહાર-સમ્યક્ત્વ પણ આત્મસ્વભાવ રૂપ છે.
નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય
GC