________________
નિશ્ચયને સાપેક્ષ માને છે, નિરપેક્ષ નહિ. વ્યવહારનય જો નિશ્ચયનો અપલાપ કરે છે, તો એ દુર્નય છે અને જો નિશ્ચયનય વ્યવહારનો તિરસ્કાર કરે છે તો એ દુર્નય છે. આ જ દુર્નયથી ગ્રસિત હોવાના કારણે ઉક્ત ઉદ્ધરણમાં અનેક અસંગત વાતો કહેવાઈ છે. જો વ્યવહારનયનો સર્વથા અવલંબન ન લેવામાં આવે તો કાર્ય-કારણનો વ્યવહાર જ ઘટિત નથી થઈ શકતો, કારણ કે કાર્ય-કારણ સંબંધ પણ એક વ્યવહાર છે અને વ્યવહાર આદરણીય કે આચરણીય નથી, તો કાર્ય-કારણની ચર્ચા જ નિરર્થક થઈ જાય છે.
મૂળ પાઠમાં તો શ્રી તારણ સ્વામીએ જ કહ્યું છે કે - “મોક્ષરૂપી કાર્ય શુદ્ધ કાર્ય છે, માટે એના કારણે પણ શુદ્ધ હોય છે.” શ્રી ઉમાસ્વાતિએ “સ [વર્ણન જ્ઞાન વારિત્રાઉન મોક્ષમઃ ' કહીને એ શુદ્ધ કારણોને બતાવી દીધાં છે. મોક્ષ શુદ્ધ કાર્ય છે, માટે સમ્યકદર્શનજ્ઞાન-ચારિત્ર એનાં શુદ્ધ કારણો છે. આટલું જ મૂળ ગાથાનું તાત્પર્ય છે, પરંતુ આગ્રહાત્મક દૃષ્ટિ પોતાના મનમાં ઘોળેલા એકાંતના વિષને પ્રત્યેક જગ્યાએ છાંટવાની કોશિશ કરે જ છે.
પહેલાં આ વાત સારી રીતે સિદ્ધ કરવામાં આવી છે કે વ્રત વગેરે શુભભાવ રાગમૂલક નથી, પણ ક્ષયોપશમાદિ ભાવરૂપ તથા સંવરમૂલક છે. તથા આત્માનું શુદ્ધ પરિણામ છે. છતાંય કેટલાક નિશ્ચયવાદી શુભભાવોને સર્વત્ર રાગમૂલક બતાવીને એમની હેયતા સિદ્ધ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં દૃષ્ટિગોચર થાય છે.
કારણનું લક્ષણ બતાવતાં ઉપર કહેવાયું છે કે - “જેના દ્વારા કાર્યની સિદ્ધિ થાય, એ ઉદ્યમ કારણ છે.” કાર્ય-સિદ્ધિનું ઉદ્યમ સશરીરી આત્મા જ કરી શકે છે. અશરીરી તો કૃતકૃત્ય છે, એને કંઈ ઉદ્યમ કરવો બાકી નથી. સશરીરી આત્મા જ મન-વચન-કાયાના યોગથી એવો ઉદ્યમ કરી શકે છે. મોક્ષની પ્રાપ્તિ ઉત્તમ સંહનનયુક્ત ઔદારિક શરીર વગર નથી થતી. રત્નત્રયની આરાધનારૂપ પુરુષાર્થ વ્યવહાર છે. વ્યવહાર વગર શુદ્ધત્વ રૂપ નિશ્ચયની અવસ્થા બની શકતી નથી. એક દૃષ્ટિએ કહી શકાય કે નિશ્ચયનય સ્થાપ્ય અને સ્થાપનીય છે, (અનુભવગમ્ય છે) વ્યવહારનય વિશેષતઃ સ્વ-પરોપયોગી છે. જેમ કે સૂત્રમાં ચાર જ્ઞાનોને
ખાડું વળજ્ઞાડું' કહ્યા છે અને શ્રુતજ્ઞાનને વિશેષતઃ પરોપકારી બતાવ્યું છે. નિશ્ચયનય ધ્યાતવ્ય અને અનુભવગમ્ય છે. એ સ્વ-પરક છે અને સૂક્ષ્મ છે. એ ઉત્તરોત્તર સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ થતાં થતાં એવી સ્થિતિમાં પહોંચી જાય છે, જે સકળ વ્યવહારતીત થઈને અગમ્ય અને અવ્યવહાર્ય થઈ જાય છે. એની દૃષ્ટિમાં સિદ્ધ-જીવ અને નિગોદ-જીવ તુલ્ય છે. આત્માનો સર્વોત્કૃષ્ટ-પર્યાય સિદ્ધત્વ અને જઘન્ય-પર્યાય નિગોદત્વ તુલ્ય છે. કારણ કે એ એક જ આત્મા દ્રવ્યનો પર્યાયવિશેષ છે. આ દૃષ્ટિએ વિચાર કરવાથી તરતમતા પર આશ્રિત બધી જાગતિક અને આધ્યાત્મિક વ્યવસ્થાઓ લુપ્ત થઈ જાય છે. બધા પર્યાયો અવાસ્તવિક લાગે છે અને એક માત્ર દ્રવ્ય જ રહી જાય છે. વિકાસના તરતમ ભાવને બતાવતી ગુણસ્થાન-પદ્ધતિ જીવના એકેન્દ્રિય વગેરે ભેદ-પ્રભેદ, ઔદારિકાદિ શરીર, નરક, દેવ, તિર્યંચ ગતિ વગેરે બધી વ્યવસ્થા છિન્ન-ભિન્ન થઈ જાય છે. આત્માની સાથે કર્મનો સંબંધ ન હોઈ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય છે . . . ૧૦૧)