________________
ધ્યાનમાં લેવું જોઈએ. નિશ્ચય દૃષ્ટિથી આત્માનું વિશુદ્ધ નિરુપાધિક સ્વરૂપ જ સાધકની સાધનાનું લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય-નિર્ધારણમાં શુદ્ધ-નિશ્ચયનયની દૃષ્ટિ અપનાવવી જોઈએ. જે વિશુદ્ધ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે, એ જ મારું વાસ્તવિક રૂપ છે અને એ સ્વ-સ્વરૂપને પ્રાપ્ત કરવું મારી સાધનાનું લક્ષ્ય છે, આ નિશ્ચય સાધકને હોવો જોઈએ.
લક્ષ્ય-નિર્ધારણ પછી એ વિશુદ્ધ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નોનો પ્રારંભ થાય છે. એવા પ્રયત્નોની પ્રાથમિક ભૂમિકામાં સમસ્ત અશુભભાવોથી નિવૃત્તિ કરવી આવશ્યક હોય છે. અશુભભાવોથી નિવૃત્તિ માટે શુભભાવોમાં પ્રવૃત્તિ આવશ્યક હોય છે. સાધક છલાંગ લગાવીને એકદમ શુદ્ધ-સ્વરૂપમાં નથી પહોંચી શકતો. એના માટે અશુભભાવોથી નિવૃત્તિ કરતા શુભભાવોનાં સોપાનો ઉપર ક્રમશઃ ચડવાનું હોય છે. આ શુભભાવોનાં સોપાનોનું ક્રમિક અવલંબન લીધા સિવાય આત્મા એકદમ શુદ્ધભાવમાં સ્થિત નથી થઈ શકતો. આ વાત બીજી છે કે કોઈ વિશિષ્ટ પરિપક્વ સ્થિતિવાળો આત્મા મરુદેવી માતાની જેમ ભરત ચક્રવર્તીની જેમ તરત એ શુદ્ધ સ્થિતિને પ્રાપ્ત કરી લે.*
સામાન્ય રૂપથી સાધકના માટે સોપાનો પર ક્રમશઃ ચડવું જરૂરી હોય છે. સોપાનો ઉપર ક્રમિક આરોહણ કરતા આત્મા જ્યારે વિશુદ્ધ સ્થિતિ પર પહોંચી જાય છે, તો પછી સોપાનોની કોઈ જરૂર રહેતી નથી. માટે એ સોપાન છૂટી જાય છે. એમની ઉપયોગિતા સમાપ્ત થઈ જાય છે. પરંતુ જ્યાં સુધી એ ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી સોપાનોનો હેય નથી માની શકાતો. એમની ઉપયોગિતા માનવી જ પડશે અને એમનું અવલંબન પણ આવશ્યક હશે.
જેમ નદીને પાર કરવા માટે એક કિનારેથી બીજા કિનારે પહોંચવા માટે નાવનું અવલંબન લેવું ખૂબ જ આવશ્યક અને ઉપયોગી છે. બીજા કિનારા પર પહોંચ્યા પછી નાવ સ્વયંમેવ છૂટી જાય છે. પાર પહોંચનારી વ્યક્તિ પછી એ નાવને પકડી નથી રાખતી. કારણ કે એની ઉપયોગિતા સમાપ્ત થઈ ચૂકી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ ‘આખરમાં (છેલ્લે) નાવ છોડવી છે' આ માન્યતાના કારણે નાવનું અવલંબન જ ન લે કે નાવને હેય સમજીને અધવચ્ચે જ છોડી દે, તો શું સ્થિતિ થશે ? એ વ્યક્તિ પાર પહોંચ્યા પહેલાં જ અધવચ્ચે જ ડૂબી જશે. આ જ સ્થિતિ શુભભાવોના સંબંધમાં સમજવી જોઈએ. શુભભાવ એ નાવના સમાન છે, જે શુદ્ધભાવના કિનારા પર પહોંચાડે છે અને કિનારે પહોંચ્યા પછી છોડી દેવામાં આવે છે કે છૂટી જાય છે.
* મરુદેવી માતા અને ભરત ચક્રવર્તી દ્વારા જે તરત ઊર્ધ્વસ્થિતિ પર પહોંચવું કહેવાયું છે, ત્યાં પણ ગુણસ્થાનની દૃષ્ટિથી ક્રમિક આરોહણ જ થયું છે. શીઘ્ર થઈ જવાથી આ ક્રમ ભલે પરિલક્ષિત ન હોય. મરુદેવી માતાએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને આયુષ્ય શેષ ન રહેવાના કારણે મુક્તિ પધારી ગઈ. ભરત ચક્રવર્તીએ કેવળજ્ઞાન થઈ ગયા પછી વેશ પરિવર્તન કરી કેવળી પરિષદમાં પ્રવેશ કર્યો હતો. આનો અર્થ એ નથી કે ભાવચારિત્ર જ બધું છે, દ્રવ્ય-ચારિત્રની આવશ્યકતા નથી. ભાવચારિત્રની અભિવ્યક્તિ વ્યવહાર-દ્રવ્ય-ચારિત્ર(વંશલિંગાદિ)થી થાય છે.
નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય
૯૫