________________
તીર્થંકર દેવોએ નિરાવરણ કેવળજ્ઞાન અને કેવળદર્શન દ્વારા પરમાર્થ ઉપલબ્ધ કરીને સંસારના જીવોને જે ઉપદેશ આપ્યો છે એનો સાર સ્વયં તીર્થકર દેવોએ ઉપરના સૂત્રમાં વ્યક્ત કર્યો છે. સમસ્ત તીર્થકરોના ઉપદેશનો સાર અને સમસ્ત શાસ્ત્રોનો નિચોડ આ સૂત્રમાં સમાવિષ્ટ કરી દીધો છે. અહિંસા અગાધ શ્રુતસાગરના મંથનનું માખણ છે. આ જ સાર છે, આ જ તત્ત્વ છે. આ જ શુદ્ધ શાશ્વત અને નિત્ય ધર્મ છે. આ જ પરમ તત્ત્વ છે. કારણ કે શેષ બધાં તત્ત્વોનું નિરૂપણ આ જ પરમ તત્ત્વને પરિસ્ફટ કરવા માટે છે. માટે આ અહિંસામય શુદ્ધ ધર્મ ઉપર શ્રદ્ધા હોવી વાસ્તવિક તત્ત્વ શ્રદ્ધાન છે અને એ જ સમ્યગુદાન છે. નવ તત્ત્વોનું વિસ્તૃત વિવેચન, પદ્રવ્યોનું સૂમ વિશ્લેષણાત્મક વર્ણન તથા સમસ્ત અનુયોગોનું પ્રયોજન અહિંસા પ્રધાન ધર્મના આચરણ દ્વારા પરમ પદને પ્રાપ્ત કરવું છે. આ વાતની પુષ્ટિ નિમ્ન આગમ પ્રમાણથી થાય છે. सव्व जग जीव रक्खणदयट्ठयाए भगवया पावयणं सुकहियं ।
- પ્રશ્ન વ્યાકરણ પ્રથમ સંવર દ્વારા તીર્થકર દેવે સકળ જગતના જીવોની રક્ષારૂપ દયા માટે પ્રવચન-આગમોનું કથન કર્યું છે. આ રીતે અહિંસા તત્ત્વ પર પ્રગાઢ આસ્થા સમ્યગુદર્શનનું અંગ છે તથાપિ સામાન્યતઃ 'तत्त्वार्थश्रद्धानम् सम्यग्दर्शनम्'
તત્ત્વો પર શ્રદ્ધા કરવી સમ્યગદર્શન છે, આ વ્યાખ્યા મુખ્ય રૂપથી પ્રચલિત છે.
આ વ્યાખ્યામાં એ પ્રશ્ન કરી શકાય કે - “તત્ત્વોમાં શ્રદ્ધા કરવી જો સમ્યગુદર્શન છે તો એવું સમ્યગ્દર્શન અપર્યાપ્તક વગેરે અવસ્થાઓમાં કેવી રીતે ઘટિત થઈ શકે છે, કારણકે શ્રદ્ધા કરવી, માનસિક અભિલાષા છે, એ અપર્યાપ્ત વગેરેમાં સંભવ નથી. પરંતુ એમાં સમ્યગ્દર્શન તો માનવામાં આવ્યું છે. સમ્યગ્દર્શનની ૬૦ સાગરોપમ તથા સાદિ-અપર્યવસિત રૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રતિપાદિત કરવામાં આવી છે. તો એવી વ્યાખ્યા કરવાથી આગમ વિરોધ કેમ નહિ થાય ?”
આ પ્રશ્નનું સમાધાન આ રીતે કરવામાં આવ્યું છે -
તત્ત્વાર્થ શ્રદ્ધા કરવી સમ્યક્ત્વનું કાર્ય છે અને મિથ્યાત્વનો ક્ષયોપશમ વગેરે થવાથી ઉત્પન્ન શુભ આત્મ પરિણામ વિશેષ સમ્યકત્વ છે.” જેમ કે કહેવાયું છે -
'से अ सम्मत्ते प्रसत्थसम्मत्त मोहणीअकम्माणवेअणोवसमक्खय
समुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते ।' અર્થાત્ પ્રશસ્ત સમ્યકત્વ મોહનીય કર્મના વેદન, ઉપશમ અને ક્ષયથી ઉત્પન્ન, પ્રથમ સંવેગ વગેરે ચિહ્નવાળું શુભ આત્મ પરિણામ સમ્યકત્વ છે. સમ્યકત્વનું આ લક્ષણ ક્ષયોપશમની દૃષ્ટિએ અસંજ્ઞીઓ અને ક્ષાયિકની દૃષ્ટિથી સિદ્ધોમાં પણ જોઈ શકાય છે. આ રીતે સમ્યકત્વના હોવાથી જ યથાર્થ શ્રદ્ધાન અને યથાર્થ શ્રદ્ધાનના હોવાથી જ સમ્યકત્વ થાય [ સમ્યગદર્શનનું સ્વરૂપ
જો આ છ૯]