________________
૨૬. દ્વીપ : જેમ સમુદ્રમાં ડૂબકી લગાવનારાં પ્રાણીઓ માટે દ્વીપ આધારભૂત છે, એમ
સંસારસાગરમાં રહેવાવાળા ત્રણ-સ્થાવર જીવો માટે શ્રમણ આશ્રયરૂપ છે - અનાથોના
નાથ છે. ૨૭. શસ્ત્રધાર ઃ જેમ કરવત વગેરે શસ્ત્રોની ધાર એક જ બાજુ કાટ ચીરતી-ચીરતી આગળ
વધે છે, એમ સાધુ કર્મશત્રુઓનું નિકંદન કરતા એકમાત્ર આત્મકલ્યાણના માર્ગમાં
ચાલતો રહે છે. ૨૮. સર્પ જેમ કાંટા વગેરેથી બચીને ચાલે છે, એમ સાધુ કર્મબંધનના હેતુઓથી બચીને
ચાલે છે. ૨૯. શકુનિ શકુનિ પક્ષી કોઈ પ્રકારનો આહાર બીજા દિવસ માટે સંગ્રહ કરીને નથી ખાતું,
એમ સાધુ પણ રાતનો વાસી આહાર (ખોરાક) ખાતા નથી. ૩૦. મૃગ : જેમ હરણ રોજ નવાં સ્થાનોમાં વિચરે છે અને શંકાવાળી જગ્યાએ નથી રહેતા,
એમ સાધુ ઉગ્રવિહારી હોય છે અને શંકા કે દોષની જગ્યાએ જરા પણ નથી રોકાતા. ૩૧. કાષ્ઠ (લાકડું) જેમ કાષ્ટ કાપનાર અને પૂજનારાઓ પર વિષમભાવ નથી રાખતા,
એમ સાધુ શત્રુ અને મિત્રને સમાન સમજે છે. ૩૨. સ્ફટિક રત્ન : જેમ સ્ફટિકમણિ અંદર અને બહારથી સમાન નિર્મળ હોય છે, એમ
સાધુ બહાર અને અંદર એક સમાન વૃત્તિવાળા હોય છે અને લેશમાત્ર પણ કપટક્રિયા નથી કરતા.
મુનિને આ પૂર્વોક્ત અનેક ઉપમાઓ સિવાય બીજી પણ અનેક ઉપમાઓ આપવામાં આવી છે. જેમ કે - પારસમણિ, ચિંતામણિ, કામકુંભ, કલ્પવૃક્ષ, ચિત્રવેલી વગેરે. આ બધી ઉપમાઓનું સાદેશ્ય એ છે કે જેમ પારસમણિ - ચિંતામણિથી મનુષ્યના બધા મનોરથ પૂર્ણ થઈ જાય છે, એમ મુનિ ભવ્ય જીવોને જ્ઞાન વગેરે ઉત્તમ ગુણ પ્રદાન કરીને એમના બધા મનોરથોને સિદ્ધ કરી લે છે. જેમ કાણા વગરનું જહાજ સ્વયં પણ તરે છે અને બીજાઓને પણ તારે છે, એમ સાધુ અખંડિત ચારિત્ર્યવાળા થઈને સ્વયં ભવસાગરથી તરે છે અને ભવ્ય જીવોને પણ તારે છે. જેમ ફળવાળા વૃક્ષ મારનારને ફળ આપે છે, એમ સાધુ અપકાર કરનાર પર ઉપકારની વર્ષા કરે છે. એવી-એવી અનેક ઉપમાઓ સાધુને આપી શકાય છે. એવી અનેક શુભ ઉપમાઓવાળા આત્માર્થી, રૂક્ષવૃત્તિ (ઉદાસીનતા)વાળા કે નિષ્કામ વૃત્તિવાળા, મહાપંડિત, ધર્મપંડિત, મહામહિમામંડિત, શૂર, વીર, ધીર, શમ, દમ, યમ, નિયમ, ઉપશમવાળા, અનેક પ્રકારનાં તપ કરનાર, અનેક આસનોને સિદ્ધ કરનાર, સંસારથી વિમુખ થઈને મુક્તિમાર્ગ તરફ જ દૃષ્ટિ રાખનાર, પ્રાણીમાત્રના હિતેચ્છુ, અનેક ઉત્તમ ગુણોના ધારક મુનિ હોય છે.
આ પદમાં આવેલા ‘નો સવ્વ સાહૂ' શબ્દ વિશેષ ધ્યાન આપવાયોગ્ય છે. જેમ ધર્મનો સમભાવ અહીં પૂર્ણરૂપથી પરિસ્ફટ થયો છે. દ્રવ્ય-સાધુતા માટે સાંપ્રદાયિક દૃષ્ટિથી કોઈ નિયત વેશ વગેરેનું બંધન ભલે હોય, પરંતુ અંતરંગની વિશુદ્ધિ માટે કોઈ નિયત વેશના
(૫૬) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 { જિણધમો