________________
ભાવથી શૂન્ય ક્રિયાઓનું યથેષ્ટ ફળ નથી હોતું. નમન ક્રિયા પણ દ્રવ્ય અને ભાવના રૂપમાં બે પ્રકારની કહી શકાય છે. દ્રવ્ય ક્રિયા એ છે કે જે બાહ્ય રૂપમાં શરીર વગેરે દ્વારા અન્યમનસ્કર્તાની સ્થિતિમાં કરતી દૃષ્ટિગોચર થાય છે અનમને રૂપથી પણ અનેક ક્રિયાઓ કરવામાં આવે છે. મજબૂરીમાં વિવશતાને વશ પણ અનેક ક્રિયાઓ કરવી પડી છે. અસાવધાનીથી વગર ઉપયોગથી, વિધિ વગર જે ક્રિયાઓ કરવામાં આવે છે એ બધી દ્રવ્ય ક્રિયાઓ છે. શરીર વગેરે દ્વારા હાથ જોડવા, મસ્તક નમાવવું, સાષ્ટાંગ પ્રણામ કરવા અને અન્ય રીતે શિષ્ટાચારના ભાગ રૂપે ઉપરી વિનય બતાવવો દ્રવ્ય નમન છે. અંતઃકરણની વિશુદ્ધિ ભાવ ઊર્મિઓના સાથે પ્રગાઢ શ્રદ્ધાપૂર્વક, વિધિ અને ઉપયોગ સાથે જે નમન કરવામાં આવે છે એ ભાવ નમન છે. અહીંયાં એવા જ ભાવ નમનથી તાત્પર્ય છે. અંતઃકરણથી ઊઠતી ભક્તિના તરંગોના સાથે, ભાવનાઓથી સંપત્તિ લઈને પોતાના આરાધ્ય પ્રત્યે જે વિનયભાવ પ્રગટ કરવામાં આવે છે એ ભાવ નમસ્કાર છે. આરાધક જ્યારે પોતાના આરાધ્યની સાથે પોતાના હૃદય-તંત્રીના તારોને જોડે છે અને એમાં લીન બની જાય છે ત્યારે એનું કરેલું દ્રવ્ય નમન યથાવત્ ભાવ યુક્ત હોવાથી ભાવ નમન કહેવાય છે. શાસ્ત્રકારે મંગલાચરણના રૂપમાં એવા જ ભાવ નમસ્કારને અપનાવ્યો છે. એના સાથે જ આ સંકેત આપ્યો છે કે ભાવપૂર્વક કરવામાં આવેલી ક્રિયાઓ જ સાર્થક અને ફળવતી બને છે. માટે સાધકને જોઈએ કે એ ક્રિયાઓના આંતરિક મર્મને સમજતો ભાવપૂર્વક અર્થાત્ તત્સંબંધી ઉપયોગપૂર્વક સાધનાના પથ પર અગ્રેસર થાય. ઉપર્યુક્ત ગાથાના પૂર્વાર્ધમાં મહામંગલમય પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને મંગલાચરણ કરવામાં આવ્યું છે અને ઉત્તરાર્ધમાં પ્રતિપાદ્ય વિષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અહીં પ્રશ્ન કરી શકાય છે કે જ્યારે સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત સિદ્ધોને નમન કરી મહામંગલ કરી લીધું છે, તો પછી સંયતોને અલગથી નમન કરવાની શું જરૂર છે? મહામંગલમાં અન્ય સર્વ મંગલોનો સમાવેશ થઈ જ જાય છે. જેમકે “સ્તિપત્રે સર્વપતા: નિમન્ના:' (હાથીના પગમાં અન્ય બધા જીવોનો સમાવેશ થઈ જાય છે.) આનું સમાધાન એ છે કે સાધન-પથના પથિકને સર્વપ્રથમ પોતાની મંજિલ નિશ્ચિત કરવી પડે છે અને એ અનુસાર એ દિશામાં પ્રસ્થાન કરવાનું હોય છે. મંજિલ ઉપર પહોંચ્યા પહેલાં માર્ગ પર ચાલતા સમયે સાધકને સંબલની જરૂર હોય છે. સાધક ક્યાંક સાધના-પથ પર ચાલતા ચલિત ન થાય એટલા માટે એની સામે એવી વિશિષ્ટ વ્યક્તિઓનું ઉદાહરણ રાખવામાં આવે છે, જે સફળતાની સાથે એ માર્ગ પર ચાલે છે. અરિહંત અને સિદ્ધ લક્ષ્ય ઉપર પહોંચેલો આદર્શ છે, તો આચાર્યઉપાધ્યાય-સાધુ લક્ષ્યની તરફ આગળ વધતા સાધના-રત આદર્શ છે. સાધકને સંબલ પ્રદાન કરવા માટે લક્ષ્ય પ્રાપ્ત અને લક્ષ્યની તરફ અગ્રેસર થનાર બંને પ્રકારના આદર્શ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ અભિપ્રાયથી સિદ્ધો અને સંયતોને નમન કરીને મંગલાચરણ કરવામાં આવ્યું છે.
[ મંગલ અને પ્રયોજન ) 000 0.00 0006)