________________
અલ્પતમ્ જ્ઞાન પણ મહાન બની શકે છે. પરંતુ જ્યાં સુધી અંદરના વિકલ્પ અને વિકાર દૂર નહિ થાય ત્યાં સુધી આત્મ-સાધનાનું ફળ પ્રાપ્ત થતું નથી. જો જ્ઞાન આત્માના મિથ્યાત્વ જનિત રાગ-દ્વેષાત્મક વિકલ્પોને દૂર નથી કરતો, તો એ વાસ્તવમાં સભ્યજ્ઞાન નથી. એ સૂર્ય જ શું જેના ઉદય થવાથી પણ રાત્રિનો અંધકાર શેષ રહી જાય ? સમ્યજ્ઞાનની ઉપયોગિતા એ જ છે કે સાધક એના દ્વારા પોતાના સ્વરૂપને સમજે, એમાં આવેલ વિકારોને જાણે તથા એમને દૂર કરવાની દિશામાં ઉચિત વિચાર કરે.
સમ્યારિત્ર : આત્માના અસ્તિત્વ પર સાચી પ્રતીતિ થઈ જવાથી અને આત્માના સ્વરૂપનું ખરું-ખરું જ્ઞાન થઈ જવાથી પણ જ્યાં સુધી એ પ્રતીતિ અને જ્ઞાન અનુસાર આચરણ નથી કરવામાં આવતું ત્યાં સુધી સાધકની સાધના પરિપૂર્ણ થઈ શકવાની નથી. પ્રતીતિ અને ઉપલબ્ધિના સાથે આચાર આવશ્યક અને અનિવાર્ય છે. આપણે વિશ્વાસ કરી લીધો કે આત્મા છે અને એ પણ જાણી લીધું કે આત્મા પુદ્ગલથી ભિન્ન છે, પરંતુ જ્યાં સુધી એને પુદ્ગલથી પૃથક્ કરવાનો પ્રયત્ન કરવામાં નહિ આવે ત્યાં સુધી અભીષ્ટ સિદ્ધિ થવાની નથી. સમ્યગ્દર્શન હોવાનું ફળ એ છે કે આત્માનું અજ્ઞાન, જ્ઞાનમાં પરિણત થઈ ગયું. આ રીતે સમ્યજ્ઞાનનું ફળ એ છે કે આત્મા પોતાના વિભાવને છોડીને સ્વભાવમાં પૂર્ણ સ્થિર થઈ જવાનો પ્રયત્ન આરંભ કરી દો. વિભાવ મોહ-જનિત વિકલ્પ અને વિકારોને છોડીને સ્વ-સ્વરૂપ રમણની પરિપૂર્ણતામાં લીન થઈ જવું. સમ્યક્ચારિત્રનું (પૂર્ણ) ફળ છે. આ જ વિશુદ્ધ સંયમ છે, સર્વોત્કૃષ્ટ શીલ છે. ચારિત્ર-આચાર-સંયમ-શીલ આત્માથી ભિન્ન નથી. આત્માની જ એક શુદ્ધ શક્તિ-વિશેષ છે. સારાંશ એ છે કે આત્મતત્ત્વ ઉપર વિશ્વાસ હોય, એ વિશ્વાસ વિચારમાં બદલો અને વિચાર આચારમાં બદલો ત્યારે જ સાધના પરિપૂર્ણ થશે.
અહીંયાં એ ધ્યાન દેવા યોગ્ય છે કે ચારિત્રનો અર્થ માત્ર બાહ્ય ક્રિયાઓ જ નથી. બાહ્ય ક્રિયાઓના સમ્યક્ત્વ વગર આચરણ તો અનંત કાળથી અને અનંત પ્રકારનું કરવામાં આવ્યું પરંતુ આનાથી લક્ષ્યની પૂર્તિ નથી થઈ શકતી. અધ્યાત્મ સાધનામાં સમ્યક્ત્વયુક્ત બાહ્ય ક્રિયાઓ યથા અવસર ઉપયોગી તથા સહાયક તો હોય છે, પરંતુ એ બધું નથી. બાહ્ય ક્રિયા કલાપોમાં ઉપયોગ રહિત આત્માનું ચારિત્ર દ્રવ્ય ચારિત્ર કહેવાયું છે અને ઉપયોગ સહિત સ્વ-સ્વરૂપમાં રમણતાના સાથે ભાવ ચારિત્ર કહેવાયું છે. જીવન વિકાસ માટે દ્રવ્ય અને ભાવ બંનેની આવશ્યકતા છે. પરંતુ અનિવાર્યતા અને અપરિહાર્યતા તો ભાવની જ છે. જો ભાવ છે તો દ્રવ્યનું મૂલ્ય આંકી શકાય છે, પરંતુ ભાવશૂન્ય દ્રવ્યનું વિશેષ મહત્ત્વ નથી.
મોક્ષનો ઉપાય તથા સાધનભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેય મળીને જ મોક્ષનું સાધન બને છે, પૃથક્ રૂપથી નહિ, એ ધ્યાનમાં રાખવું જોઈએ. એકલું સમ્યગ્દર્શન, એકલું સમ્યજ્ઞાન કે એકલું સમ્યક્ચારિત્ર મોક્ષનું સાધન નથી બની શકતું. એ ત્રણે સંમિલિતરૂપથી મોક્ષનું સાધન હોય છે. આ ત્રણેમાંથી કોઈપણ અંગ સ્વતંત્ર રૂપથી એકલા મોક્ષનું સાધન નથી બની શકતું. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તો એકબીજા રત્નત્રયની આરાધના
७१