________________
માંગે છે, કારણ કે એમાં ચૈતન્યની ઊર્જા છે. આ અણુથી મહાન, ક્ષુદ્રથી વિરાટ અને અસીમથી અસીમ બનવા ચાહે છે. એ અનુભવ કરે છે કે આત્મામાં અનંત શક્તિઓ રહેલી છે. આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિનો સ્વામી છે, પરંતુ વિભાવ પરિણતિના કારણે એની એ મહાન શક્તિઓ છુપાયેલી છે, ફળસ્વરૂપ એ ખિન્ન અને વિપત્ર બનેલો છે. એવું ભાન અને જ્ઞાન હોવાથી એ આત્મા એ આવૃત્ત શક્તિઓને અભિવ્યક્ત કરવા માટે પ્રેરિત થાય છે. એ શક્તિઓની અભિવ્યકિત માટે અનુકૂળ સામગ્રીની અપેક્ષા રહે છે. જેમ નાના બીજમાં વિશાળ વૃક્ષ થવાની શક્તિ છે, પરંતુ એની અભિવ્યક્તિ ત્યારે જ થાય છે જ્યારે એને અનુકૂળ પાણી, પવન અને પ્રકાશ પ્રાપ્ત થાય. સાધનાના ક્ષેત્રમાં પણ આ વાત લાગુ પડે છે. આત્મા અનંત જ્ઞાન-દર્શન-સુખ અને શક્તિ પ્રાપ્ત કરવા માગે છે, પરંતુ એ કેવી રીતે પ્રાપ્ત થાય, એના માટે જૈન તત્ત્વચિંતકોએ રત્નત્રયીની સાધનાનું વિધાન કર્યું છે. રત્નત્રયીનો અર્થ છે – સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર. વસ્તુતઃ આ જ મોક્ષનો માર્ગ છે, મોક્ષનું સાધન છે અને મોક્ષનો ઉપાય છે. અતીત કાળના તીર્થકરોએ, ગણધરો અને શ્રુતધર આચાર્યોએ આ રત્નત્રયીની સાધ્યસિદ્ધિ હેતુ ઉપદેશ આપ્યો છે અને આ અનંત અનાગત કાળમાં પણ આનો જ ઉપદેશ આપવામાં આવશે. આ રત્નત્રયીમાં આત્માના સમગ્ર અધ્યાત્મ ગુણોનો સમાવેશ થઈ જાય છે, આત્મિક શક્તિઓની અભિવ્યક્તિ માટે આ રત્નત્રયીની આરાધના જ સાચી સાધના છે.
સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્રની વિસ્તૃત વ્યાખ્યા સ્વતંત્ર પરિચ્છેદમાં થશે. અહીં તો એમનો સામાન્ય પરિચય માત્ર પ્રસ્તુત છે.
સમ્યગદર્શન : આત્મ-સ્વરૂપની પ્રતીતિ, આત્મ-સ્વરૂપનો વિશ્વાસ અને આત્મ-સ્વરૂપ, વિતરાગ તથા વિતરાગ પ્રરૂપિત તત્ત્વો પર આસ્થા હોવી સમ્યગ્દર્શન છે. જેને પોતાની આત્મ-સત્તા પર વિશ્વાસ છે, એને જ પરમાત્માની સત્તા પર વિશ્વાસ થઈ શકે છે. જે આત્મવાદી હોય છે એ જ કર્મવાદી પણ હોઈ શકે છે. જે કર્મવાદી હોય છે એ જ લોકવાદી પણ હોઈ શકે છે. જેને પોતાના આત્માની સત્તા પર જ વિશ્વાસ નથી, એને કર્મ પર વિશ્વાસ નથી હોતો, જેનો કર્મ પર વિશ્વાસ નથી એને લોક-પરલોક પર પણ વિશ્વાસ નથી હોતો. મોક્ષ પર વિશ્વાસ તો હોય જ ક્યાંથી ? આગમમાં કહેવાયું છે - से आयावाई, लोयावाई कम्मावाई किरियावाई ।
- આચારાંગ, અ-૧, ઉ.-૧ જે આત્માના સ્વરૂપને જાણે છે એ જ આત્મવાદી છે. જે આત્મવાદી છે એ જ સાચો લોકવાદી છે. જે આત્મા અને લોકના સ્વરૂપને જાણે છે એ જ કર્મવાદી છે અને જે કર્મવાદી છે એ જ સાચો ક્રિયાવાદી છે. [ રત્નત્રયની આરાધના રી
આ કલ)