________________
णादंसणिस्स णाणं णाणेण, विणा ण हुंति चरण गुणा । अगुणिस्स णत्थि मोक्खो, णत्थि अमोक्खस्स णिव्वाणं ॥
ઉત્તરા., અ-૨૮, ગા-૩૦ અર્થાત્ સમ્યગ્દર્શન વગર, સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ વગર ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. ચારિત્ર વગર મોક્ષની પ્રાપ્તિ નથી થતી ને મોક્ષપ્રાપ્તિ વગર કર્મજન્મ દુઃખોથી છુટકારો નથી મળતો. તાત્પર્ય એ છે કે સમ્યક્ત્વથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતે ક્રમથી સર્વગુણોની પ્રાપ્તિ થવાથી જીવ સમસ્ત દુઃખોથી મુક્ત થઈ જાય છે. માટે સમસ્ત ગુણોના મૂળભૂત સમ્યક્ત્વને સૌપ્રથમ પ્રાપ્ત કરવાનો પ્રયાસ અપેક્ષિત છે.
‘રત્નકરRsશ્રાવકાચાર’માં કહ્યું છે -
न सम्यक्त्वसमं किंचित् त्रैकाल्ये त्रिजगत्यपि । श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यत्तनूभृताम् ॥
રત્નકરRsશ્રાવકાચાર-૩૪
અર્થાત્ ત્રણે કાળ અને ત્રણે લોકમાં જીવો માટે સમ્યગ્દર્શન સમાન બીજું કોઈ કલ્યાણકારી નથી અને મિથ્યાત્વ સમાન અકલ્યાણકારી અન્ય કોઈ નથી. ત્રિલોક સ્થિત ઇન્દ્ર, અહમિન્દ્ર, ચક્રવર્તી વગેરે ચેતન અને મણિ, મંત્ર-ઔષધિ વગેરે જડદ્રવ્ય - એ કોઈપણ સમ્યક્ત્વના સમાન ઉપકારી નથી. આ જીવનો સૌથી વધુ અનર્થ કરનારું મિથ્યાત્વ સમાન અન્ય કોઈ જડ કે ચેતન દ્રવ્ય ત્રણે કાળ અને ત્રણે લોકમાં નથી, ના થયો છે ના થશે. સમસ્ત સંસારનાં દુઃખોનો નાશ કરનાર અને આત્મકલ્યાણને પ્રગટ કરનાર સમ્યક્ત્વ જ છે. માટે એની પ્રાપ્તિ-હેતુ પ્રયાસ કરવો જોઈએ.
‘મોક્ષપાહુડ’માં ત્યાં સુધી કહેવાયું છે કે - “વધુ શું કહીએ, જે પણ ભૂતકાળમાં સિદ્ધ થયા અને ભવિષ્યમાં થશે એ બધું સમ્યક્ત્વનું જ મહત્ત્વ સમજવું જોઈએ.”
किं बहुणा भणिण जे सिद्धा णरवरा गए काले । सिज्झिहहि जे वि भविया तं जाणह सम्ममाहप्पं ॥
મોક્ષપાહુડ, ગા-૮૮
આ પ્રકારે સ્પષ્ટ છે કે સમ્યગ્દર્શન વગર જ્ઞાન અને ચારિત્ર કાર્ય-સિદ્ધિ નથી કરી શકતા. ‘આચારાંગ’ના નિર્યુક્તિકારે કહ્યું છે -
कुणमाणोऽवि निवित्तिं परिच्चयंतोऽवि सवणधणभो । दिन्तोऽवि दुहस्स उरं मिच्छ दिट्ठी न सिज्झइउ ॥ આચારાંગ નિયુક્તિ ગાથા-૨૨૦
63
સમ્યગ્દર્શનનો મહિમા