________________
(૧) સમગ્ર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનંત જ્ઞાનની ઉપલબ્ધિ. (૨) સમગ્ર દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શનની ઉપલબ્ધિ. (૩) સંપૂર્ણ મોહકર્મના ક્ષયથી પ્રાપ્ત અનંત ક્ષાયિક ચારિત્રની ઉપલબ્ધિ. (૪) સંપૂર્ણ અંતરાય કર્મના ક્ષયથી પ્રાપ્ત વિર્યની ઉપલબ્ધિ.
આ રીતે અરિહંત અને સિદ્ધ સમાનરૂપથી આ પરિપૂર્ણ સિદ્ધિઓથી સંપન્ન હોય છે. આ સિદ્ધિઓ પરિપૂર્ણ વિકાસની ઘોતિકાઓ છે. એમની સિદ્ધિ આ જ છે. આ અપેક્ષાએ સિદ્ધ પદના અંતર્ગત અહીં અરિહંતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંગ્રહણ એક નયની અપેક્ષાથી કરવામાં આવ્યું છે.
સિદ્ધ ભગવાન બે પ્રકારના હોય છે - (૧) ભાષક સિદ્ધ અને (૨) અભાષક સિદ્ધ. અરિહંત ભગવાન ભાષક સિદ્ધ છે, કારણ કે તેઓ ધર્મોપદેશ આપે છે. તેઓ એ જ ભવથી સન્નિકટ ભવિષ્યમાં જ મુક્તિ પ્રાપ્ત કરનાર હોય છે તથા તેઓ જીવન્મુક્ત તથા કૃતકૃત્ય થાય છે. આ દૃષ્ટિએ તેઓ સિદ્ધ કહેવાય છે આ કથન ભાવી ભાવને વર્તમાન રૂપમાં કથન કરનાર છે. અરિહંત ભગવાન ભવિષ્યમાં સિદ્ધ થનાર છે. માટે દ્રવ્ય-નિક્ષેપથી એમને સિદ્ધ કહ્યા છે. સર્વ કાર્યને સિદ્ધ કરી સર્વ કર્મકલંકથી રહિત સચ્ચિદાનંદ રૂપ પદને જે પ્રાપ્ત કરી ચૂક્યા છે તેઓ અભાષક સિદ્ધ છે, એટલા માટે ગાથામાં આવેલા સિદ્ધા' પદ અરિહંત અને સિદ્ધ બંનેના વાચક છે. આ પદ દ્વારા એ બંનેને નમન કરવું અભિપ્રેત છે.
સિદ્ધોને નમસ્કાર કર્યા પછી સંયતોને નમન કરવામાં આવ્યા છે. અહીંયાં “સંયત પદથી આચાર્ય, ઉપાધ્યાય અને સમસ્ત સાધુ સમુદાયનું ગ્રહણ કરવામાં આવ્યું છે. કારણ કે આચાર્ય-ઉપાધ્યાય પણ સંયત તો છે જ, પોતાની વિશેષ પ્રકારની યોગ્યતાના કારણે સંયત જ આચાર્ય-ઉપાધ્યાયના પદને ઉપલબ્ધ (પ્રાપ્ત) થાય છે. આ પ્રકારે સિદ્ધ અને “સંયત પદોમાં અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ રૂપ પંચ પરમેષ્ઠીનો અંતર્ભાવ કરવામાં આવ્યો છે. અર્થાતુ પાંચેય પરમેષ્ઠીઓને વંદન-નમન કરવામાં આવ્યા છે.
ગાથામાં આવેલા ભાવમો' શબ્દ વિશેષતઃ ધ્યાન દેવા યોગ્ય છે. જૈનદર્શનમાં પદાર્થ વિવેચન પદ્ધતિમાં ચાર પ્રકારના નિક્ષેપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે - (૧) નામ, (૨)
સ્થાપના (૩) દ્રવ્ય અને (૪) ભાવ. આ નિક્ષેપોમાં ભાવ નિક્ષેપોમાં ભાવ નિક્ષેપનું સર્વાધિક મહત્ત્વ છે, કારણ કે આ ગુણપરક વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરે છે. નામ-સ્થાપના-દ્રવ્યની અપેક્ષા ભાવની પ્રધાનતા સર્વત્ર સ્વીકૃતિ કરવામાં આવી છે. દ્રવ્ય-ક્રિયાઓની ઉપયોગિતા હોવા છતાં પણ જ્યાં સુધી એમના સાથે ભાવનું રસાયણ નથી જોડાતું ત્યાં સુધી એમનું યથેષ્ટ ફળ નથી થતું. એટલા માટે કહેવાયું છે કે - યાત્ ક્રિયા: પ્રતિતિ ન માવ શૂન્યા !'
- કલ્યાણ મંદિર
(૬)
0000000000000 ( જિણધમો)